________________
૧. અપૂર્વ અવસર
દ્રવ્ય તથા ભાવ એ બંને પ્રકારનાં ચારિત્રના પાલન દ્વારા સાચા નિર્ચથપણુને પ્રાપ્ત કરવાની અભિલાષા નવમી કડીમાં વ્યક્ત કર્યા પછી ૧૦ મી કડીમાં શ્રીમદ્દ એ બતાવે છે કે તે ચારિત્રપ્રાપ્તિથી મુનિને કેવા ભાવ વર્તે –
શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદર્શિતા, માન અમાન વતે તે જ સ્વભાવ જે; જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા,
ભવક્ષે પણ વતે શુદ્ધ સ્વભાવ જે.” અપૂર્વ, ૧૦ શુદ્ધ નિર્ચ“થપણું પ્રાપ્ત થયા પછી મુનિની દશા કેવી હોય તે આ કડીમાં શ્રીમદ વર્ણવે છે કે શત્રુ અને મિત્ર બંને તરફ સમભાવ હાય, પિતાને મળતાં માન કે અપમાન વિશે પણ તેવો જ ભાવ રહે, જીવન કે મરણમાં ન્યૂન કે અધિકપણું ન હોય, અને ભવ તથા મોક્ષ પ્રતિ એકસરખે શુદ્ધ ભાવ પ્રવર્તે એવા અપૂર્વ અવસર કયારે આવશે?
- શત્ર તેમ જ મિત્ર બંને તરફ સમાનભાવ હોય તેવી ભાવના શ્રીમદે પહેલી પંક્તિમાં ભાવી છે. અધ્યાત્મની આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા પછી શત્રુ કઈ રીતે સંભવે તે પ્રશ્ન થાય. તેનું સમાધાન એમ કરી શકાય કે મુનિને વર્તમાન દશામાં કોઈ પ્રત્યે દ્વેષભાવ ન
પૂર્વજન્મમાં કોઈ સાથે વૈરભાવના સંબંધ બંધાયા હોય તેના ઉદય વર્તમાનમાં આવે તેમ બને. તેવા શત્રુનો અહીં ઉલ્લેખ છે. આ વિશેનું પ્રસિદ્ધ ઉદાહરણ મહાવીર પ્રભુ અને તેમના શિષ્ય શાલકનું છે. મહાવીર સ્વામી પાસેથી લબ્ધિ મેળવ્યા પછી
શાલકે તેના ઉપયોગ ભગવાન મહાવીરના બે શિષ્યોને બાળવામાં કર્યો. તે વખતે પિતાની પાસે શક્તિ હોવા છતાં પ્રભુએ તે શિષ્યને બચાવવા કે શાલકને બાળવાનો પ્રયત્ન ન કર્યો અને તેઓ સમભાવે રહ્યા. શિષ્યનું રક્ષણ કરવા સાથે ગોશાલકનું રક્ષણ કરવું તેમને કર્તવ્ય લાગ્યું, જે શક્ય ન હતું, તેથી શત્રુ અને મિત્ર બંને પ્રતિ તેઓ સમભાવમાં રહ્યા. શત્રુ બનેલ શિષ્ય વિશે પણ લેશમાત્ર ઊણે ભાવ ન આવે તે દશા વર્ણનાતીત છે, અકથ્ય છે ! તેવી દશાની પ્રાપ્તિની આ ભાવના છે.
માન મળે કે અપમાન મળે તે બંને સ્થિતિમાં મુનિને એકસરખે જ ભાવ રહે, ભાવપલટે ન આવતાં આત્મભાવમાં જ સ્થિર રહે તેવી ભાવના ઢીમ અહીં વ્યક્ત કરી છે.
જીવન અને મરણની બાબતમાં પણ મુનિ એ જ સમભાવ રાખે. તેમને જીવન લાંબું હોય તો હર્ષ, અને ટૂંકું હોય તે ખેદ ન થાય. પુદ્ગલનું બનેલું શરીર કર્મના ભગવટા માટે મળેલ છે, તેમ જાણી શરીરની પ્રાપ્તિ કે નાશને પુદ્ગલધર્મ માની સમભાવે વદે. એક કાળે શરીરને અવશ્ય વિયોગ જાણું ગમે તે સ્થિતિમાં સમભાવે રહેવાની ભાવના શ્રીમદે અહીં ભાવી છે.
શત્રુ-મિત્ર, માન-અપમાન, જીવન-મરણ આદિમાં વર્તતા સમભાવ મુનિન એટલે સહજ હોવા જોઈએ કે તેને ભવ હોય કે મોક્ષ હાય તે વિશે પણ સમભાવ જ રહે. મુનિની મોક્ષ મેળવવાની આકાંક્ષા પણ તૂટી જવી જોઈએ. સાતમે ગુણસ્થાને તેમને આત્માની એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org