________________
શ્રીમદની જીવનસિદ્ધિ આ બધાં વચને વાંચતાં સમજી શકાશે કે તેમને કેટલીક લબ્ધિઓ પ્રગટી હતી, અને તેનો ઉપયોગ તેમણે નિષેધ્યા હતા. અંતિમ અવતરણ જોતાં એ પણ સમજાશે કે વિ. સં. ૧૯૪૯ પહેલાં ઘણું વર્ષે તે સિદ્ધિઓ પ્રગટવાની શરૂઆત થઈ ગઈ હતી, એટલે કે નાની વયથી જ લબ્ધિઓ પ્રગટી હતી. પરંતુ આ લબ્ધિઓને ઉપયોગ તેમણે ભાગ્યે જ કર્યો છે, અને વળી તે વિશે કોઈને વિગતથી જણાવ્યું પણ નથી, તેથી તે લબ્ધિઓ કેવી હતી, કયા પ્રકારની હતી, તે વિશે કંઈ પણ જાણી શકાતું નથી. આત્માની નિર્મળતા વધતી ગઈ તેમ શ્રીમદને પ્રગટેલી લબ્ધિઓમાં વધારે થતો ગયે હતું, તેટલું જ જાણું શકાય છે.
શ્રીમદનું ભાષાજ્ઞાન તથા ગ્રંથાલ્યાસ
સાત વર્ષની વયે અક્ષરજ્ઞાન લેવાનું ચાલુ કર્યા પછી, શ્રીમદ્ ૧૧ વર્ષની વયે તે શાળાને અભ્યાસ છેડ્યો હતો. આમ નિયમિતપણે શાળામાં જઈને તે તેમણે માત્ર ગુજરાતી ભાષાનું જ જ્ઞાન મેળવ્યું હતું. પરંતુ તેમની આંતરિક શક્તિ એટલી બધી ખીલેલી હતી કે તે પછીનાં થોડાં જ વર્ષોમાં તેમણે અંગ્રેજી, સંસ્કૃત, અર્ધમાગધી, હિંદી આદિ ભાષાઓનું સારા પ્રમાણમાં જ્ઞાન મેળવીને તે તે ભાષાના અનેક ગ્રંથોનો અભ્યાસ પણ કર્યો હતો.
શાળાનો અભ્યાસ છોડયા પછી કેટલોક વખત શ્રીમદ્દે ખાનગી ટયૂશન રાખીને અંગ્રેજી ભાષાને અભ્યાસ કર્યો હતે. અંગ્રેજી ભાષાનું જ્ઞાન તેમણે કઈ કક્ષા સુધી મેળવ્યું હતું તેને સાચે અંદાજ, પૂરતી માહિતીના અભાવે, આવી શકતો નથી. તેમણે અંગ્રેજી ભાષાનો ઉપગ પોતાના લખાણમાં ક્યાંયે કર્યો નથી. વળી, તે ભાષાના કેઈ ગ્રંથને પણ ઉલ્લેખ તેમના લખાણમાં જોવા મળતો નથી. તે પરથી અંગ્રેજી ભાષાના ઊંડા અભ્યાસમાં તેમને રસ નહિ હોય એવું અનુમાન કરી શકાય છે. તેમ છતાં લખવા-વાંચવા પૂરતું તે ભાષાનું જરૂરી જ્ઞાન તેમણે મેળવી લીધું હતું તે નિઃશંક છે. પોતાની પેઢીના પેરિસ આદિ જગ્યાએ રહેલા આડતિયાઓ સાથેના કામકાજને વ્યવહાર શ્રીમદ્દ અંગ્રેજી ભાષા દ્વારા ૨ અને તેમ કરવામાં તેમને કદી મુકેલીને અનુભવ થયો નહતો, તેને ઉલ્લેખ કરતાં પૂ. ગાંધીજી લખે છે કે –
જેકે અંગ્રેજી જ્ઞાન તેમને નહેતું, છતાં પારિસ વગેરેના આડતિયા તરફથી આવેલા કાગળે, તારાના મર્મ તરત સમજી જતા, ને તેઓની કળા વર્તતાં વાર ન લાગતી. તેમણે કરેલા તર્કો ઘણે ભાગે સાચા પડતા.૫૨
બાળવયથી જ શ્રીમદને વાંચવાને ઘણે શેખ હતો. તેર વર્ષની વય પહેલાં તેમણે અનેક પ્રકારના નાના બધગ્રંથ, “પ્રવીણસાગર” નામને ગ્રંથ, જૈનનાં પ્રતિકમણુસૂત્ર
પર. “ગાંધીજીની પ્રસ્તાવના , પ્રકરણ ૪. “શ્રીમની જીવનયાત્રા", પૃ. ૧૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org