________________
૧. જીવનરેખા
તથા સામાયિકસૂત્ર, અને એ ઉપરાંત બીજાં અનેક પુસ્તકો વાંચ્યાં હેવાને ઉલ્લેખ શ્રીમદે
સમુચ્ચયવયચર્યામાં કર્યો છે. તેર વર્ષની વય પછીથી તે તેઓ નિયમિતપણે ગ્રંથાભ્યાસ કરતા હતા.
શ્રીમનું વલણ વૈરાગ્ય તરફનું – સંસારથી છૂટવા માટેનું – હતું, તેથી તેર વર્ષની વયથી તેમને તત્વવિચારણાનાં પુસ્તકોનો અભ્યાસ કરવામાં વિશેષ રસ પડવા લાગ્યો. આ પ્રકારનાં પુસ્તકના અભ્યાસ માટે તેમને સંસ્કૃત તથા અર્ધમાગધી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી લાગ્યું. પરિણામે તે બંને ભાષાઓના નિયમપૂર્વક અભ્યાસ કરવાની શરૂઆત તેમણે કરી. અભ્યાસ ચાલુ કર્યા પછી બે ત્રણ વર્ષમાં તે તે બંને ભાષાનું સારા પ્રમાણમાં જ્ઞાન મેળવવા ઉપરાંત તેમણે જેનનાં આગમ તથા અન્ય ગ્રંથોનો અને અન્ય દર્શનનાં ધર્મપુસ્તકને અભ્યાસ કરી લીધો હતો. તે અભ્યાસ વિ. સં. ૧૯૪૪માં પણ ચાલુ જ હતું, તે તેમણે લખેલા એક પત્ર પરથી જાણી શકાય છે. તે વર્ષમાં તેમણે લખ્યું હતું કે –
ધર્મકરણીને થોડો વખત મળે છે, આત્મસિદ્ધિને પણ થોડા વખત મળે છે, શાસ્ત્રપઠન અને વાંચનને પણ થોડો વખત મળે છે.૫૩ શ્રીમકે આ વર્ષોમાં મુખ્યત્વે વૈરાગ્યના ગ્રંથને જ અભ્યાસ કર્યો હતે.
તેમના એ જ્ઞાનને પરિચય આપણને તેમણે સોળ વર્ષ અને પાંચ માસની ઉંમરે લખેલી “મોક્ષમાળામાં તથા તે પછી બે વર્ષે રચેલ “ભાવનાબેધ”માં થાય છે.
મેક્ષમાળા”માં તેમણે આપેલ ઉત્તરાધ્યયન સૂત્રના કેઈક કઈક અવતરણ, સૂત્રને સાર, જૈનધર્મની તત્વવિચારણું, અન્ય દર્શનની સાથે જૈનને તુલનાત્મક અભ્યાસ આદિ દ્વારા તેમના જ્ઞાનને આપણને પરિચય થાય છે. વળી, “ભાવનાબેધ”માં તેમણે ભર્તુહરિના વૈરાગ્યશતકના એક પ્રખ્યાત શ્લોકની સમજણ, ઉત્તરાધ્યયનના બેત્રણ અધ્યયનનો ભાવાર્થ, અન્ય ગ્રંથમાંથી મેળવેલાં દૃષ્ટાંત આદિ તેમણે આપ્યાં છે. તે બધું તેમણે નાની વયમાં સંસ્કૃત તથા અર્ધમાગધી જેવી કઠિન ભાષામાં લખાયેલા ગ્રંથનું અધ્યયન કર્યું હતું, તે દર્શાવે છે. અને મેળવેલું જ્ઞાન તેમણે પચાવ્યું પણ હતું, તે આ પુસ્તક વાંચતાં જણાઈ આવે છે.
આમ ૧૭ વર્ષની નાની વયમાં જ સંસ્કૃત તથા અર્ધમાગધી ભાષાનું જ્ઞાન હોવા સાથે વેદાંત આદિ દર્શનના અભ્યાસને લીધે તેમનું શાસ્ત્રજ્ઞાન બહેલું થયું હતું અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો હતે.
શ્રીમદે લખેલા સાહિત્યમાં “ગુરુગીતા”, સમંતભદ્રાચાર્યની “આપ્તમીમાંસા ”, શંકરાચાર્યના “દદશ્યવિવેક”, હેમચંદ્રાચાર્યના “ગશાસ્ત્ર”, ભતૃહરિના “વૈરાગ્યશતક”, તત્ત્વાર્થસૂત્રની ટકા, શ્રીમદ ભાગવત્ , પંચતંત્ર આદિ અનેક સંસ્કૃત ગ્રંથમાંથી અવતરણે લેવાયેલાં છે. તે શ્રીમદ્દે કરેલા સંસ્કૃત ભાષાના, તથા તે ભાષામાં રચાયેલા ગ્રંથોના અભ્યાસને સૂચવે છે.
૫૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧. પૃ. ૧૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org