________________
શ્રીમદ્દન જીવનસિદ્ધિ શ્રીમદને સંસ્કૃત કરતાં અર્ધમાગધી ભાષાને વિશેષ પરિચય હતું તેવું અનુમાન તેમનું સાહિત્ય જોતાં કરી શકાય. વિ. સં. ૧૯૪૬ પછી તે “ભગવતીસૂત્ર” જેવા આગમગ્રંથોના પાઠાંતરની ચર્ચા કે પાઠના અર્થની ચર્ચા કરેલી પણ જોવા મળે છે. શ્રીમદે લખેલા પત્રોમાં સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આચારાંગ, ઠાણુગ, નંદી આદિ જૈન આગમસૂત્રો; પંચાસ્તિકાય, સિદ્ધપ્રાભૂત, પ્રભુતાદિ સંગ્રહ, દ્રવ્યસંગ્રહ, પ્રવચનસાર વગેરે જૈન ગ્રંથમાંથી અવતરણે તથા તે વિશેની કેટલીક સમજણ અપાયેલી છે. આ ઉપરાંત શ્રીમદે દશવૈકાલિકસૂત્રનાં બે અધ્યયનને, પૂણું પંચાસ્તિકાયને, ઉત્તરાધ્યયનના એક અધ્યયનને, દ્રવ્યસંગ્રહની કેટલીક ગાથાઓને સુંદર અનુવાદ પણ આપે છે. અર્ધમાગધી અને ગુજરાતી એ બે ભાષા પરના વિશિષ્ટ કાબૂ વિના એમ બનવું શક્ય નથી.
જે વ્યક્તિ સંસ્કૃત કે અર્ધમાગધી જેવી ભાષાનો આસાનીથી પરિચય કરી શકે, તે વ્યક્તિને ગુજરાતીની જ બહેન જેવી હિંદી ભાષાનો અભ્યાસ સહજ જ હોય. ચિદાનંદજી, કબીર આદિની હિંદી રચનાઓને તેમણે અભ્યાસ કર્યો હતો, અને તે વિશે કેટલુંક વિવેચનાત્મક લખાણ પણ કર્યું હતું. સમંતભદ્રાચાર્યના “રત્નકરંડશ્રાવકાચાર” પરની હિંદી ટીકામાં આપેલી બાર ભાવનામાંથી ત્રણનો શબ્દશઃ અનુવાદ શ્રીમદ્ ૧૭ વર્ષની વય પહેલાં કર્યો હતો. તે પછી તેમણે ચિદાનંદજી મહારાજના “ સ્વરોદયજ્ઞાન” નામના હિંદી ગ્રંથની ટીકા લખવી શરૂ કરી હતી. વળી, તેમણે લખેલા પત્રમાં કેટલીક જગ્યાએ શ્રી બનારસીદાસજીના “સમયસાર નાટક”, કબીરનાં પદો આદિમાંથી હિંદી અવતરણે તથા તેમાં રહેલા ગૂઢાર્થની સમજ અપાયેલી છે. તે બધાં પરથી તેમને થયેલે હિંદી ભાષાનો અભ્યાસ આપણુ લક્ષમાં આવે છે. પરંતુ તે ભાષા પરના તેમના સાચા પ્રભુત્વને ખ્યાલ તે તેમણે હિંદીમાં રચેલાં “બિના નયન”, “યમ નિયમ” આદિ તત્ત્વસભર કાવ્યો જોતાં આવે છે.
આમ કઈ પણ ભાષાને વ્યવરિત અભ્યાસ કર્યો ન હોવા છતાં શ્રીમદ્દ ગુજરાતી, સંસ્કૃત, હિંદી, અર્ધમાગધી વગેરે ભાષાઓના અમૂલ્ય ગ્રંથ વાંચી શકતા, સમજી શકતા અને સમજાવી પણ શકતા. પોતાને વૈરાગ્યવૃત્તિ હોવાથી અન્ય ભાષાઓને અભ્યાસ થઈ શક્ય ન હતો તેને ઉલ્લેખ કરતાં તેમણે વિ. સં. ૧૯૪૬ના ભાદરવા માસમાં લખ્યું હતું કે –
શિશુવયમાંથી જ એ વૃત્તિ ઊગવાથી કઈ પ્રકારને પરભાષાભ્યાસ ન થઈ શક્યો. અમુક સંપ્રદાયથી શાસ્ત્રાભ્યાસ ન થઈ શક્યો... અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણા નથી. અર્થાત્ શાસ્ત્રના ભાષાભ્યાસ વિના પણ ઘણે પરિચય થયો છે, ધર્મના વ્યાવહારિક જ્ઞાતાઓનો પણ પરિચય થયો છે.પ૪
વ્યવસ્થિત રીતે કરેલા પરભાષાના અભ્યાસ વિના પણ કોઈ પણ ભાષાનું પુસ્તક વાંચતાં તેમને ઘણું જ અ૮૫ સમય લાગતું હતું. તેઓ વાંચતા હોય ત્યારે તેમની પાસે બેસનારને તે એમ જ લાગે કે તેઓ માત્ર પાનાં જ ઉથલાવે છે. તે વિશે દેસાઈ પોપટલાલ મનજી શ્રીમદ્દનાં સંસ્મરણો આલેખતાં લખે છે કે –
૫૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org