________________
છે. પ્રકા રવાના
२३७ “ આશા એક મેક્ષકી હોય, બીજી દુવિધા નવિ ચિત્ત કેય;
ધ્યાન જગ જાણે તે જીવ, જે ભવદુઃખથી ડરત સદીવ.”૯૮ જેવી આત્માને લગતી પંક્તિઓ પણ આવે છે, જેને સંબંધ કઈ રીતે જોડાયેલ હશે તે સમજી શકાતું નથી. આમ આ ટીકા ખંડિત દશામાં હોવાથી તે વિશે કોઈ સ્પષ્ટ ખ્યાલ આપણને આવી શકતો નથી.
જીવતત્વ સંબંધી વિચાર”૯
નવતત્ત્વ પ્રકરણની નીચેની ગાથા પર શ્રીમદે “જીવતત્વ સંબંધી વિચાર” એ શીર્ષક નીચે ટીકા લખવી ચાલુ કરેલી પણ તે અપૂર્ણ રહી ગઈ છે. તેમાં જીવન પ્રકાર વિશે સમજણ આપવામાં આવી છે.
“gmવિઠ્ઠ સુદિ તિવિહા, રવિહા, પછકવા ગયા
ચા–ત –ારું, વે-રું-–ાદિ ” આ ગાથામાં જણાવ્યું છે તે પ્રમાણે, જો અનુક્રમે ચેતનરૂપ એક જ ભેદ વડે એક પ્રકારના છે, ત્રસ અને સ્થાવરરૂપે બે પ્રકારના છે, વેદ રૂપે ત્રણ પ્રકારના, ગતિ વડે ચાર પ્રકારના, ઇન્દ્રિય વડે પાંચ પ્રકારના અને કાયાના ભેદ વડે જ પ્રકારના છે.
આ ટીકામાં જીવના કઈ અપેક્ષાથી કેટલા ભેદ થાય છે તે અનુક્રમે ચાર પ્રકાર સુધી સરળ, સ્પષ્ટ, અર્થગંભીર અને પ્રવાહી ભાષામાં બતાવ્યું છે. જીવ ત્રણ પ્રકારે કઈ રીતે છે તે બતાવતાં તેમણે લખ્યું છે કે :
સર્વ જીવને વેદથી તપાસી જોઈએ તે સ્ત્રી, પુરુષ કે નપુંસક તેમાં તેઓને સમાવેશ થાય છે. કોઈ સ્ત્રીવેદમાં, કોઈ પુરુષવેદમાં અને કેઈ નપુંસકવેદમાં હોય છે. એ સિવાય ચેાથો વેદ નહિ હોવાથી ત્રણ પ્રકારે વેદદષ્ટિએ સર્વ જીવ સમજી શકાય છે.”
આમ ટૂંકમાં ચાર પ્રકારના જીવ સુધી સમજાવ્યું છે. તે પછી ટીકા અપૂર્ણ રહેલી છે. લખવાની ઢબ પરથી લાગે છે કે પછીના ભેદોને વિસ્તાર કરવાની તેમની ઇચ્છા હશે, પણ કઈ કારણથી તે પૂર્ણ થયેલી નથી.
પુષ્પમાળા ૧૦૦
શ્રીમદે ૧૭ વર્ષની ઉંમર પહેલાં “પુષ્પમાળા” નામની સુવાકયોની એક પુસ્તિકા લખી છે. તેમાં જીવનમાં ઉપયોગી થાય તેવાં ૧૦૮ વચને આપ્યાં છે.
૯૮. “શ્રીમદ્ રાજચંદ્ર ", અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૬૨. ૯૯. એજન, પૃ. ૧૬૩, આંક ૨૩. ૧૦૦. એજન, પૃ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org