________________
શ્રીમદની જીવનસિદ્ધિ આ વચનોમાં જુદી જુદી કક્ષાના માનવની શી ફરજ છે તે બતાવવા પ્રયતન કરાવે છે; અને પોતાની સ્થિતિ અનુસાર ફરજ અદા ન કરવાથી જીવ અનંત દુઃખ વેઠે છે, તે બતાવ્યું છે. તેમાં અન્યનું બૂરું ન કરવું, પાપ કરતાં મૃત્યુનું સ્મરણ કરવું, માલિક પ્રત્યે નિષ્ઠા રાખવી, શક્તિને ગેરઉપયોગ ન કરવો, ન્યાયસંપન દ્રવ્ય મેળવવું, અનિને ઉત્તેજન ન આપવું, સદાચાર અને પવિત્રતા, મિતાહાર, અભ્યાસ, વૈરત્યાગ, હિંસાત્યાગ, અન્યાયથી દૂર રહેવું, સમયની અમૂલ્યતા, કરજમુક્તિ, નિરભિમાન, નવરાશે સંસારથી નિવૃત્તિ શોધવી, વ્યસનમુક્તિ, સત્સંગ, ગુરુ, વિદ્વાનો અને પુરુષોનું બહુમાન, સહનશીલતા વગેરે વસ્તુ પર ભાર મૂક્યો છે.
સવારના પહોરમાં વિચારી જવા જેવા સુવિચારે તેમાં રજૂ થયા છે. એ વિચારમાંના ઘણાખરા (કવિ, વકીલ, રાજા, યુવાન વગેરેને વ્યક્તિગત રીતે સંબોધીને લખાયેલા સુવિચાર સિવાયના) કઈ પણ વાંચનારને તરત લાગુ પડે તેવા છે. તેઓ પહેલા જ વચનમાં જણાવે છે કે, “ભાવનિદ્રા ટાળવાને પ્રયત્ન કર.” એ પ્રયત્ન આપણે અત્યાર સુધી કર્યો નથી તે આપણને તે પછીના વચન “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયે, છતાં સિદ્ધિ થઈ નહિ.”૧૦ ૧ તે પરથી સમજાય છે. કારણ કે આપણે જે ભાવનિદ્રા ટાળી હોત તો સિદ્ધિ થઈ ગઈ હોત. આ સિદ્ધિ મેળવવા માટે એટલે કે ભાવનિંદ્રા ટાળવા માટે આપણે ધર્મમય જીવન ગાળવું જોઈએ અને પોતાની ફરજ ચોગ્ય રીતે અદા કરવી જોઈએ તે અહીં બતાવ્યું છે.
આ બધા સુવિચારમાં લેખકે માત્ર “આજના દિવસ” માટે તે પ્રમાણે વિચારીને વર્તવાનું જણાવ્યું છે. આ દિવસ સુગ્ય રીતે પસાર થાય તે માટે વ્યવહારુ અને ધાર્મિક ક્રિયાઓમાં સમય કઈ રીતે પસાર કરવો તે જણાવતાં દિવસના ભાગ પાડી બતાવતાં લખ્યું છે કે –
જો તું સ્વતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ —૧ ૦ ૨ ૧ પ્રહર – ભક્તિક્તવ્ય
૧ પ્રહર – ધર્મકર્તવ્ય ૧ પ્રહર – આહારપ્રજન ૧ પ્રહર– વિદ્યાપ્રજન ૨ પ્રહર - નિદ્રા
( ૨ પ્રહર– સંસાર પ્રયજન. બીજા બધા સુવિચારમાં પણ આજના દિવસ વિશે જ ભલામણ છે. જુઓ –
વ્યાવહારિક પ્રજનમાં પણ ઉપગપૂર્વક વિવેકી રહેવાની સપ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે.”૧૦૩ – “પગ મૂક્તાં પા૫ છે, જેમાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.”૧૦૪ ૧૦૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩. ૧૦૨. એજન, પૃ. ૩. ૧૦૩. એજન, પૃ. ૬. ૧૦૪. એજન, પૃ. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org