________________
શ્રીમદની જીવનસિદ્ધિ
ઉત્તરમાં સંયમનાં દુઃખે કરતાં અનંત ગણું દુઃખ જીવે સંસારમાં ભોગવ્યું છે, તે મૃગાપુત્ર વિસ્તારથી બતાવે છે. આ બધાં દુઃખેમાં મુખ્યત્વે નરકનાં દુઃખ વર્ણવેલાં છે. તેની સાથે સાથે સંસારના સુખથી અનંત ગાણું સુખ સંયમમાં રહેલું છે, તે પણ તેઓ બતાવે છે. અંતમાં મૃગાપુત્ર માતાપિતાની રજા મળતાં નિગ્રંથ મુનિ થઈ તપ કરી અનંત સુખ આપનાર મોક્ષ પામે છે.
અહી આપેલ સંવાદ વૈરાગ્યસભર છે. જીવે કઈ કઈ જાતનાં દુઃખ વેઠયાં છે, તેને વિચાર કરતાં પણ કમકમાં આવી જાય તેવું છે. પાપ કરતી વખતે જીવ વિચારતો નથી કે તે ભેગવવાં કેટલાં આકરાં પડશે, પણ ભગવતી વખતે કેવી પીડા થાય છે તે મૃગાપુત્રના જ શબ્દોમાં જોઈએ –
ચતુર્ગતિરૂપ સંસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખે મેં ભગવ્યાં છે. હે ગુરુજને ! મનુષ્ય-લોકમાં જે અગ્નિ અતિ ઉષ્ણ મનાય છે, તે અગ્નિથી અનંત ગણી ઉષ્ણ તાપવેદના નરકને વિષે આ આત્માએ ભેગવી છે. મનુષ્યલોકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનંત ગણ ટાઢ નરકને વિશે અશાતાએ આ આત્માએ ભેગવી છે. લેહમય ભાજન, તેને વિષે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાઓ વૈક્રિય કરેલા ધુવાંકુવાં, બળતા અગ્નિમાં આક્રંદ કરતાં, આ આત્માએ અયુગ્ર દુઃખ ભગવ્યાં છે. મહાદવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળુ છે તે વેળુ જેવી વામય વેળુ કદંબ નામે નદીની વેળુ છે, તે સરખી ઉષ્ણ વેળુને વિષે મારા આ આત્માને અનંત વાર બન્યા છે.”૪૨
પરવશતાથી મૃગની પેઠે અનંત વાર પાશમાં હું સપડાયો હતો. પરમાધામીએ મને મગર-મરછરૂપે જાળ નાખી અનંત વેળા દુઃખ આપ્યું હતું. સિંચાણુરૂપે પંખીની પેઠે જાળમાં બાંધી અનંત વાર મને હયા હતા. ફરશી ઈત્યાદિક શસ્ત્રથી કરીને મને અનંત વાર વૃક્ષની પેઠે ફૂટીને મારા સૂક્ષ્મ છેદ કર્યા હતા. મુદ્દગરાદિક પ્રહાર વતી લેહકાર જેમ લેહને ટીપે તેમ મને પૂર્વકાળે પરમાધામીઓએ અનંત વાર ટીખ્યો હતે. તાંબ, લોઢું, અને સીસું અગ્નિથી ગાળી તેનો કળકળતો રસ મને અનંત વાર પાયો હતો. અર્તિ રૌદ્રતાથી તે પરમાધામીઓ મને એમ કહેતા હતા કે પૂર્વભવમાં તને માંસ પ્રિય હતું તે લે આ માંસ, એમ મારા શરીરના ખંડ ખંડ કટકા મેં અનતી વાર ગળ્યા હતા. મદ્યની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડયું નહોતું. એમ મેં મહાભયથી, મહાત્રાસથી અને મહાદુઃખથી કંપાયમાન કાયાએ કરી અનંત વેદના ભોગવી હતી. જેવી વેદના મનુષ્યલકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંત ગણી અધિક અંશાતા વેદની નરકને વિશે રહી હતી. સર્વ ભવને વિષે અશાતા વેદની મેં ભગવી છે. મેષાનમેષ માત્ર પણ ત્યાં શાતા નથી.”૪૩
જે સંસારમાં આટઆટલું દુઃખ રહેલું છે, તેનાથી તે સર્વથી છૂટવું જ યોગ્ય છે, તેવો, સંસારથી નિવૃત્ત થવાને બેધ મૃગાપુત્રનું ચરિત્ર કરે છે. સાધુપણામાં તે બાહ્ય દુખ
૪૨, “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૧. ૪૩. એજન, પૃ. પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org