________________
શ્રીમદુની જીવનસિદ્ધિ દેવરાજને લખ્યું હતું કે, “આપ ગમે તે ભાષાના સે લેક એક વખત બોલી જાઓ તે તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી બેલી દેખાડવાની સમર્થતા આ લખનારમાં હતી. અને તે માટે તથા અવધાનેને માટે “સરસ્વતીને અવતાર” એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે.”૪૧ શ્રીમદથી પ્રભાવિત થયેલા તેમના મિત્ર શ્રી વિનયચંદ પોપટભાઈ દફતરીએ તેમના વિશે વિ. સં. ૧૯૪૩માં “સાક્ષાત્ સરસ્વતી” નામે એક પુસ્તક લખ્યું હતું. તેમાં શ્રીમની ૧૯ વર્ષની વય સુધીની પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી.
શ્રીમદે પોતાના લેખનકાર્યની શરૂઆત પદ્યરચનાથી કરી હતી. માત્ર આઠ વર્ષની વયે તેમણે પહેલી પદ્યરચના કરી હતી, જે પાછળથી તપાસતાં સમાપ હતી, તે તેમણે પોતે જ જણાવ્યું છે. નવ વર્ષની વયે તેમણે પદ્યમાં નાનાં રામાયણ તથા મહાભારત રચ્યાં હોવાનું કહેવાય છે. ૧૧ વર્ષની વયથી તે તેઓ માસિકે અને વર્તમાનપત્રોમાં કાવ્ય તથા લેખે એકલતા થઈ ગયા હતા. વળી નિબંધની હરીફાઈઓમાં કેટલાંક ઈનામ પણ તેમણે મેળવ્યાં હતાં. ૧૨ વર્ષની વયે ત્રણ દિવસમાં “ઘડિયાળ” વિશે ત્રણ કડીઓ તેમણે રચી કહેવાય છે. મિરાજ” ગ્રંથ, “સાર્વજનિક સાહિત્ય” ગ્રંથ, “કાવ્યમાળા” આદિની રચના તેમણે કરી હોવાને ઉલ્લેખ પણ મળે છે. પરંતુ ૮થી ૧૨ વર્ષની વય સુધીમાં તેમણે લખેલાં બધાં લખાણમાંથી હાલમાં કેઈપણ લખાણ ઉપલબ્ધ નથી. પરંતુ આ બધી માહિતી પરથી એટલું તારણ નીકળી શકે છે કે તેમની લેખનશક્તિ બહુ જ નાની વયથી ખીલી હતી, અને તેમાં મોટે ભાગ પદ્યરચનાઓને હતો. તેમ છતાં ગદ્ય પર પણ તેમને સારો કાબૂ હશે તેવું અનુમાન આપણે, તેમને મળેલાં નિબંધ હરીફાઈનાં ઈનામને આધારે કરી શકીએ. તેમના આ સાહિત્યસર્જનને આધારે તેઓશ્રી લોકોમાં નાની વયથી જ “કવિ” તરીકેની ખ્યાતિ પામ્યા હતા.
શ્રીમદનું હાલમાં ઉપલબ્ધ છે તે લખાણ તેમની ૧૫ વર્ષની વય પછીથી રચાયેલું છે. તેનાં કદ અને વિવિધતા તપાસતાં તે પણ કંઈ ઓછું નથી. શ્રીમદના ઉપલબ્ધ સાહિત્યના બે વિભાગ પાડી શકાય છે. વીસ વર્ષની વયે તેમણે જાહેર જીવનનો ત્યાગ કર્યો તે વર્ષ તેમના સાહિત્યના ક્ષેત્રમાં પણ વિભાગીય વર્ષ બની જાય છે. તેમ થવાનાં કેટલાંક કારણો છે. શ્રીમદ્ ધર્મને લગતી તથા ધર્મોતર એમ બે પ્રકારની કૃતિઓની રચના કરી છે, તેમાં ધર્મને લગતું સાહિત્ય ઘણું છે, અને ધર્મેતર સાહિત્ય માત્ર વીસ વર્ષની વય પહેલાં જ રચાયેલું જોવા મળે છે. વીસ વર્ષ પહેલાં રચાયેલી તેમની કેટલીક કૃતિઓ જેવી કે ભાવનાબેધ, મોક્ષમાળા, સ્ત્રીનીતિબેધક આદિ– તેમની હયાતીમાં જ, તેમની તે વય સુધીમાં, પ્રગટ થઈ ગઈ હતી, ત્યારે વીસ વર્ષની વય પછીથી રચાયેલી કૃતિઓને તેમણે પ્રસિદ્ધિ આપી ન હતી. તે બધું સાહિત્ય તેમના અવસાન પછી પ્રગટ થયું હતું. આમ શ્રીમના સાહિત્યના “વીસ વર્ષ પહેલાંનું” અને “વીસ વર્ષ પછીનું” એમ બે સ્પષ્ટ વિભાગ પડી જાય છે.
વીસ વર્ષની ઉંમર સુધીમાં તેમણે કાવ્ય, ગરબીઓ, નિબંધ, સંવાદો, લેખે, વાર્તા ૪૧. એજન, પૃ. ૧૩૪, આંક ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org