________________
૧. જીવનરેખા
શ્રીમદના ચિત્તની ઉદાસીનતા પણ જોવા જેવી છે. જ્યોતિષાદિ તેમને ચમત્કારિક લાગતાં નથી, કદાપિ ચમત્કારિક હોય તે પણ તે બેજારૂપ લાગે છે ! દેહાધ્યાસ કર્યો હોય તેવી તેમની આંતરિક આચરણ અહીં જોવા મળે છે. શ્રીમદે પોતાની આંતરિક સ્થિતિ વર્ણવતાં, વવાણિયાથી વિ. સં. ૧૯૪૬ના બીજા ભાદરવા સુદ બીજે સેભાગભાઈને લખ્યું હતું કે –
. “તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડે પાલવ નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલેક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું ? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું, એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શેક તે નથી, તથાપિ સહન કરવા જીવ ઈછત નથી પરમાનંદ ત્યાગી તેને ઇછે પણ કેમ ? એ જ કારણથી તિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવાં ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઆની ઈચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તે અધિક જ રહે છે. '૩૯
શ્રીમદની કેટલી બધી ઉદાસીનતા ! શ્રીમદ્દ કરતાં ઓછે અંશે નિષ્ણાત પણ પ્રથમ પંક્તિના ગણાય, તે રીતે પૂજાય અને તેને ઘેર તો પૈસાની રેલ ચાલે, છતાં જ્યોતિષશાસ્ત્રમાં વિપુલ જ્ઞાન ધરાવનાર શ્રીમદ્દ એ જ્ઞાનને અપરમાર્થરૂપ ગણે ગૌણ કરે છે, ત્યાગે છે અને પછીથી કદી પણ તે તરફ જતા પણ નથી. શ્રીમદ્દની એ ઉદાસીનતા કેવી હતી તેને ખ્યાલ તેમણે વિ. સં. ૧૯૪૭ના ફાગણ સુદ ૫ મે સેભાગભાઈને લખેલાં નીચેનાં વચન પરથી પણ આવી શકશે –
“ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. કવચિત્ મનોગને લીધે ઈચ્છા ઉત્પન્ન છે તે ભિન્ન વાત, પણ અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીનભાવ વર્તે છે. તે સાવ સેનાનું થાય તો પણ અમને તૃણવત્ છે. અને પરમાત્માની વિભૂતિરૂપે અમારું ભક્તિધામ છે.”૪૦
ઉચ્ચ કોટિના અને આત્માર્થની ઉચ્ચ કક્ષાએ પહોંચેલા પુરુષના આચરણમાં જ આવી શકે તેવું આ વર્તન છે. સાચા પરમાર્થ લક્ષે જ આમ બની શકે. ધન્ય તેમની ઉદાસીનતા, ધન્ય તેમને મનોનિગ્રહ !
શ્રીમદ્દ કવિ ઃ તેમનું સાહિત્ય
શ્રીમદ તિષી, અવધાની વગેરે તરીકે ખ્યાતિ પામ્યા તે સાથે કવિ તરીકે પણ નાની વયથી જ પ્રશંસા પામ્યા હતા. તેમની રચનાઓથી પ્રભાવિત થયેલા લોકો તરફથી તેમને “સાક્ષાત્ સરસ્વતી ”નું બિરુદ પણ મળ્યું હતું. તે વિશે શ્રીમદ્ છે. રવજીભાઈ
૩૯. એજન, પૃ. ૨૨૫, આંક ૧૩૩. ૪૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ અવૃત્તિ ૧, પૃ. ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org