________________
શ્રીમદની જીવનસિદ્ધિ જ્યોતિષને કલ્પિત કહેવાને હેતુ એવો છે કે તે વિષય પારમાર્થિક જ્ઞાને કલ્પિત જ છે, અને પારમાર્થિક જ સત્ છે, અને તેની રટના રહે છે.૩૫ ફાગણ વદ ૧૧, ૧૯૪૭ના પત્રમાંથી.
“તિષ જેવા કલ્પિત વિષયો સાંસારિક પ્રસંગમાં નિસ્પૃહ પુરુષ લક્ષ કરતા હશે કે કેમ? અને અમે જ્યોતિષ જાણીએ છીએ અથવા કંઈ કરી શકીએ છીએ એમ ન માને તે સારું, એવી હાલ ઈચ્છા રહે છે.”૩૬ – ચૈત્ર સુદ ૧૦, ૧૯૪૭ના પત્રમાંથી.
વિ. સં. ૧૯૪૭માં આમ અનેક વખત શ્રીમદ ભાગભાઈને જતિષ સંબંધી કંઈ પણ જણાવવા ના લખી હતી. આમ છતાં સખત મૂંઝવણ વખતે સભાગભાઈ કંઈક કરવા શ્રીમદને વારંવાર લખતા, અને તેમનું હૃદય શ્રીમદનું માર્ગ દર્શન ઇચ્છતું. તે વખતે શ્રીમદ પરમાર્થને લગતા પ્રશ્નોના વિગતથી ઉત્તરો આપતા, એને જ્યોતિષાદિ બાબતમાં કેવળ મૌન રહેવા તેમને ભલામણ કરતા. આ શિરસ્ત વિ. સં. ૧૯૪૭ પછી પણ તેમના સંબંધમાં જોવા મળે છે ?
* તિવાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ વિચિત જ થાય છે. તે વાટે કઈ વાત જાણવાનું કે સિદ્ધ કરવાનું , ક્યારેય ગ્ય લાગતું નથી, અને એ વાતમાં કઈ પ્રકારે હાલ તે ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી.”૩૭ –મહા વદ, ૧૯૪૮ના પત્રમાંથી.
કયારેક કોઈ જતિષને ગ્રંથ ભાગભાઈના વાંચવામાં આવે છે તે વિશેની વિગત તેઓ શ્રીમદ્દને લખતા. તેવી બાબત વિશે પણ શ્રીમદ્દ તે ઉદાસીન જ હતા. આવા કઈ પત્રના ઉત્તરમાં શ્રીમદ વિ. સં. ૧૯૪૮ના ફાગણ સુદ ૧૪ના પત્રમાં સભાગભાઈને લખ્યું હતું કે –
“તિષની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણે ભાગ તેને જાણવામાં છે. તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી, અને તે વિશેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હોય, તે પણ બેજારૂપ લાગે છે. થી પણ તેમાં રૂચિ રહી નથી.”૩૮
શ્રીમદ્દના પરમ અનુયાયી તથા ઉપકારી એવા શ્રી સેભાગભાઈને પણ તેઓ જયોતિષ કંઈ પણ ઉપગ કરવાની વિનયથી આટઆટલી વખત ના કહી દે છે, તે જ સૂચવે છે કે શ્રીમદને જતિષશાસ્ત્ર પ્રતિ કેટલે વૈરાગ્ય આવી ગયો હશે ! અને પરમાર્થમાર્ગમાં એ કેવું વિનરૂપ તેમને લાગ્યું હશે!
૩૫. એજન, પૃ. ૨૭૫. ૩૬. એજન, પૃ. ૨૮૦, આંક ૨૩૩. ૩૭. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૧૭. ૩૮. એજન, પૃ. ૩૨૧, આંક ૩૩૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org