________________
૮. શ્રીમદની તત્ત્વવિચારણ-પત્રોમાં
કમ૧ ૭
જીવ શુભ કે અશુભ ભાવ કરી પુદગલ પરમાણુઓને પિતાના આત્મપ્રદેશ તરફ આકર્ષે છે અને કર્મબંધ કરે છે. જે શુભ કર્મ હોય તે શુભ ફળ મળે છે, અને અશુભ કર્મ હોય તે અશુભ ફળ મળે છે.
કર્મ અનંત પ્રકારનાં છે, તેમાં ૧૫૬ મહત્ત્વનાં છે, તેમાં પણ ૮ મુખ્ય છે. આ આઠ કર્મ તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મેહનીય, આયુષ્ય, નામ, નેત્ર અને વદનીય. તેમાં પહેલાં ચાર ઘાતી અને બીજા ચાર અઘાતી કહેવાય છે. પહેલાં ચાર આત્માના ગુણને ઘાત કરતાં હોવાથી ઘાતી કહેવાય છે, તેને સીધે આત્મા સાથે સંબંધ છે, બાકીનાં ચાર આત્માના ગુણના ઘાત કરતાં ન હોવાથી અઘાતી કહેવાય છે, અને તેને શરીર સાથે સંબંધ છે.
ચાર ઘાતી કર્મમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણય કર્મ આત્માના જ્ઞાન અને દર્શન ગુણના ઘાત કરે છે. અંતરાય કર્મ આત્માના ભેગને આવરે છે, તેને ભોગ લેવા દેતું નથી. અને મેહનીય કર્મ આત્માને પરવસ્તુમાં મેહ – મમત્વ કરાવે છે, આત્માના સાચા સ્વરૂપને ખ્યાલ આવવા દેતું નથી. આમ આ ચારે કર્મ આત્માના કેઈ ને કઈ સ્વરૂપની રુકાવટ કરે છે. આ બધાં કર્મને ચિંતન, મનન, ધ્યાન આદિ સાધનાથી નાશ કરી શકાય છે.
અઘાતી કર્મની સ્થિતિ જુદા પ્રકારની છે. તેઓ આત્માના ગુણને ઘાત કરતા નથી, પણ બીજી રીતે નડતરરૂપ થાયું છે. આયુષ્ય તે દેહનું હોય છે, કર્માનુસાર આત્માને દહનાં કદ, વાણી, વર્ણ, નીરાગિતા આદિ મળે છે. એવું જ શુભ કે અશુભ નામ, ઉચ્ચ કે નીચ ગોત્ર માટે છે. અને વેદનીય તે શાતા કે અશાતા આપે છે. કેવળજ્ઞાન થાય તે આ ચારમાંથી એક પણ કર્મ આત્માને નડતરરૂપ થઈ શકતું નથી, તેની સમર્થતા ચાલી જાય છે, એટલે તેનું મહત્વ ઘાતી કરતાં ઓછું છે. પણ તેનો નાશ સહેલાઈથી થતું નથી. ઘાતી કમેં ચિંતન, મનન આદિથી નાશ પામે છે, પણ અઘાતી કર્મની નિવૃત્તિ તે તે ભગવ્યાથી જ થાય છે. આયુષ્ય, નામ, નેત્ર કે વેદનીય કર્મ જે પ્રકારનાં અને જે સ્થિતિનાં બાંધ્યાં હાય તે પ્રમાણે તે ભગવ્યા વિના નિવૃત્ત થઈ શકતાં નથી. તીર્થકરાદિને પણ કેવળજ્ઞાન પ્રગટહ્યા પછી દેહ, નામ, શેત્ર, શાતા-અશાતા વેદની ભેગવવાં પડે છે, તેઓ પણ તે ભોગવ્યા વિના મુક્ત થઈ શક્તા નથી.
ઘાતી કર્મોની બાબતમાં આથી જુદું છે. તે કર્મો આત્માના ગુણોનો ઘાત કરે છે, પણ તે જેટલી સ્થિતિનું બાંધ્યું હોય તેટલી જ સ્થિતિએ ભગવાઈ રહે તેવું નથી. મનન, ચિંતન, ધ્યાન, પશ્ચાત્તાપ, ભક્તિ આદિ સાધન દ્વારા તેને અ૮૫ કાળમાં પણ ભોગવી શકાય છે. પણ સંસારથી જીવને ન છૂટવા દેવામાં આ કર્મો જ ભાગ ભજવે છે.
ચાર ઘાતી કર્મોમાં સૌથી પ્રબળ મોહનીય છે. તેના બે પ્રકાર છે ? દર્શનમોહ અને ચારિત્રહ. જે કર્મ આત્માના દર્શનગુણને ઘાત કરે છે તે દર્શનમોહ, અને ચારિત્રગુણને
૧૭. “શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ આવૃત્તિ, આંક : ૪.૭, ૮૯૪, ૫૪૮, ૭૩૩, ૯૧પ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org