________________
૪૮
શ્રીમની જીવનસદ્ધિ
ઘાત કરે છે તે ચારિત્રમાહ. આ કર્મ ની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કેડાકે સાગરોપમની છે, એટલે કે જીવ એકસાથે વધુમાં વધુ તે કાળ સુધી ચાલે તેટલી સ્થિતિનુ માહનીય કર્મ બાંધી શકે છે. તેની સ્થિતિ ઘટાડતાં ઘટાડતાં ૧ કાડાકેડ સાગરોપમથી ઓછી થાય ત્યારે જીવને સમકિત પ્રાપ્ત થાય છે. અને તે પછી તે ક`ના ધીરે ધીરે સંપૂર્ણ નાશ થાય છે. જ્ઞાન ન થયું હોય તેા એક કર્મની સ્થિતિ પૂરી થાય તે પહેલાં જીવ બીજું કમ ખાંધે છે, અને એ રીતે માહનીયના કર્મ બ`ધ વધાર્યો કરે છે. આ કર્મ બધાં કર્મોમાં સૌથી બળવાન છે. તેને નાશ થાય તા ખીજાં કર્યા જલ્દી કાબૂમાં આવી જાય છે. સત્પુરુષની આજ્ઞાએ પ્રવર્તન કરવાથી આ કના ઝડપથી નાશ થાય છે.
જ્ઞાન અને દુનને આવરણ કરનાર કર્મ પણ જ્ઞાનીના આશ્રયથી નાશ પામે છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ લગભગ ૨૦ કાડાકેડ સાગરોપમની છે. જ્ઞાનાવરણીય કર્મ તે અજ્ઞાન નથી, મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તે અજ્ઞાન છે, અને કાઈ પણ જ્ઞાનને આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણીય. એ જ રીતે આત્માના દ્રષ્ટપણાના ગુણને આવરણ કરનાર કર્મ તે દર્શનાવરણીય.
અંતરાય કર્મ તે જીવને દાન, લાભ, વીય, ભાગ કે ઉપભાગ કરવામાં અંતરાય કરે તે. જે કરવાની ઇચ્છા હાય તે કરવા ન દે, લાભ લેવા ન દે, તે અંતરાય કર્મ. આ કર્મ પણ માહનીયના નાશથી શિથિલ થઈ જાય છે. પ્રભુના શરણે જવાથી અંતરાય જલઢીથી તૂટે છે.
વેદનીય કર્મ બે પ્રકારે છેઃ શાતા અને અશાતા. શરીરમાં રાગાદિ વેદના ઉત્પન્ન થાય તે અશાતા વેદનીય. અને તેથી રહિત સ્થિતિ તે શાતા વેદનીય. આમાં જેવું ક ઉપાર્જન કર્યું... હાય તે પ્રમાણે ભાગવવું જ પડે છે. ઔષધ આદિ રાગને નાશ કરતાં દેખાય છે, પણ ખરી રીતે એથી કંઈ કર્મના નાશ થતા નથી, ત્યાં ઔષધાદિ સેવન કરતાં કરતાં કર્મોની સ્થિતિ પૂર્ણ થાય એટલે રાગમુક્તિ થાય તેમ સમજવાનુ છે. તેમાં જે હિંસાદિથી બનાવેલાં ઔષધના ઉપયોગ કરાયા હોય તા તેમાં બંધાયેલાં પાપને પા કહૃદય આવે ત્યારે ભાગવવાં પડે છે.
આમ જે કર્મના જે પ્રકારે બંધ થયા હોય તે કર્મ તે પ્રકારે ફળ આપે તે નિઃસંદેહ છે. માત્ર તેના ઉદય વહેલા કે મેડા આવે તા તેમાં કબ‘ધની સ્થિતિ પર આધાર રહે છે, કર્મ અમુક પ્રકારનું, અમુક સ્થિતિનું અને અમુક સમય પછી ઉદયમાં આવે તેવી રીતનું જીવના ભાવાનુસાર બંધાય છે. તેથી ઘણી વખત શુભ કર્મ કરનાર દુઃખી અને અશુભ કર્મ કરનાર સુખી જણાય છે. તેવી સ્થિતિમાં એવું હોય છે કે પૂર્વ ઉપાર્જન કરેલ અશુભ કર્મ વર્તમાનમાં ઉદ્દયમાં હોય તેથી શુભ પ્રવૃત્તિ કરતા જીવ દુઃખી જણાય છે. અને પૂર્વ ઉપાર્જન કરેલ શુભ કર્મ વર્તમાનમાં ઉદયમાં હોય, તેવા અશુભ પ્રવૃત્તિ કરતા જીવ સુખી જણાય છે. આમ બધું ક ના બંધ કયા પ્રકારે છે તેના પર આધારિત જે જીવે જે જે કર્મ જેવે જેવે રસે ખાંધ્યાં છે, તે તે કમ તેવ તેવું રસે ભાગવ્યા વિના છૂટકો નથી, એ તો કર્મોના અચળ સિદ્ધાંત છે — માત્ર બાંધેલા કર્મનુ‘ વહેલામે।ડુ ફળ મળે છે તેટલું જ.
છે. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org