________________
૮. શ્રીમદ્દની તત્વવિચારણા - પત્રોમાં
૪૨૯ આ બધાં કર્મો જીવને અનાદિકાળથી લાગેલાં છે. અને તેની નિર્જરા થતી હોવા છતાં, તે વધતાં રહ્યાં છે, કારણ કે જીવ સાચું સમજ્યો નથી. જીવ જે આત્મસ્વરૂપ પામે, અને રાગદ્વેષરહિત સ્થિતિ રાખી સર્વ સમભાવે વેદે તે તેને નવાં કર્મ બંધાતાં નથી. પરિણામે જનાં કર્મોની નિર્જરા થઈ જતાં તે કર્મમુક્ત બને છે, અર્થાત્ કેવળજ્ઞાન પ્રગટ કરી સ્વભાવરૂપ મેક્ષને પામે છે. સામાન્ય રીતે જીવ શુભ કે અશુભ કર્મ બાંધ્યા જ કરે છે, અને તે પ્રમાણે ફળ પણ ભેગવ્યા કરે છે. પણ જ્યારે તે શુભાશુભ કર્મથી નિવૃત્ત થાય ત્યારે મોક્ષ પામે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને મન, વચન, કાયાના ચોગ એ કર્મ બંધ થવાનાં પાંચ કારણે છે. તે કારણે જાય ત્યારે કર્મને નાશ થાય.
જ્ઞાન થયા પછી જીવને કર્મના કોઈ પણ પ્રકારના ઉદયમાં હર્ષ-શાક કે રાગ-દ્વેષ થતાં નથી, જે કંઈ ઉદયમાં આવે તે સર્વને એ સમભાવે વેદે છે. અને પરિણામે તે કર્મથી મુક્તિ મેળવે છે. જ્ઞાનીના આશ્રયે ચાલવાથી કર્મક્ષય થાય છે.
જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનાર તત્ત્વ તે કર્મ છે. સંસારથી છૂટવાની તાલાવેલી ધરાવતા શ્રીમદ્દના પત્રોમાં તેની સૌથી વિશેષ વિચારણું આવે તે સહજ છે. કર્મ શું છે, તેના કેટલા પ્રકાર છે, તે કેવી રીતે બંધાય છે, તેના બંધાવાનાં કારણે, તે ભગવ્યા વિના છુટાય કેમ, તેનું ફળ કયારે મળે, કેવું મળે વગેરે વિશેની વિચારણા વિવિધ જગ્યાએ વિવિધરૂપે મળે છે. કર્મ એ તત્ત્વજ્ઞાનનું એવું સ્વરૂપ છે કે જેમાં અનેક પ્રકારની જટિલતા છે. તેના માટે અનેક સ્વતંત્ર ગ્રંથો રચાયા છે, પરંતુ કર્મનાં વિશાળતા અને ઊંડાણ એટલાં બધાં છે કે તે સમજવા માટે પણ ઘણી પાત્રતા જોઈ એ. શ્રીમદે તે અહીં પત્રોના ઉત્તરરૂપે તેને અનુલક્ષીને મુખ્ય મુદ્દાઓની અને અગત્યની ગણાય તેટલી વિચારણું કરી છે. પણ તેમણે જેટલું સમજાવ્યું છે તે સ્પષ્ટ છે, જલદી સમજાઈ જાય તેવું છે. આમાંની કેટલીક વિચારણું તે મુમુક્ષુઓના પ્રશ્નોના ઉત્તરરૂપે પણ અપાયેલી છે. લગભગ સે જેટલા પત્રોમાં આ વિચારણું જોવા મળે છે.
કષાય૧૮
ફોધ, માન, માયા અને લાભ એ ચાર પ્રકારના કષાય છે. આ પ્રત્યેક કષાયના પણ ચાર વિભાગ છે : અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજવલન. આમ કષાયની કુલ ૧૬ પ્રકૃતિ છે, તેમાં શ્રીમદ્દે સૌથી વિશેષ અનંતાનુબંધીની ચર્ચા કરી છે. આ કષાય સમજાવતાં શ્રીમદ્દ લખ્યું છે કે :
“જે કષાય પરિણામથી અનંત-સંસારના સંબંધ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં “અનંતાનુબંધી' સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્તભાવે, તીવોપયોગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે. મુખ્ય કરીને અહી કહ્યાં છે તે સ્થાનકે તે કષાયને સંભવ છે. સદૈવ, સગુરુ અને સન્ધર્મને ૧૮. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૨, પત્રાંક : ૪૫, ૫૨, ૧૩, ૬૨૧ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org