________________
૧૦. પ્રકીર્ણ ગદ્ય-રચનાઓ “આનંદઘનચોવીશી ”નાં બે પદની સમજણ સિવાયની સર્વ સમજણ તેમણે શ્રી સૌભાગભાઈને પત્રમાં લખી જણાવી હતી, તેથી એમાં કઈ સાહિત્યિક રચના કરવાનો હેતુ ન હતો, છતાં તેનાં ઘણું લક્ષણે આપણે તેમાં આવી ગયેલાં જોઈએ છીએઃ શ્રીમનાં આ પ્રકારનાં લખાણેની આ બીજી વિશેષતા છે. અને એ જ કારણે એને આ પ્રકરણમાં સ્થાન આપ્યું છે.
“માક્ષસિદ્ધાંત ૪૬
વિ. સં. ૧૯૫૩માં મોક્ષને લગતા કેટલાક વિચારે શ્રીમદ્ “મોક્ષસિદ્ધાંત” એ શીર્ષક નીચે લખ્યાં હતાં. તેમાં શરૂઆતમાં ભગવાનને, વીતરાગ પ્રવચનને, પાંચ પરમેષ્ઠિ – અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ –ને, ઋષભદેવથી મહાવીર પર્વતના ૨૪ તીર્થકરને નમસ્કાર કર્યા છે. અને તે પછી મહાવીરસ્વામી પ્રણીત ધર્મની વર્તમાન પરિસ્થિતિ વિશે વિચાર કર્યો છે. અને એ પછી સાચા મોક્ષમાર્ગ – મહાવીર પ્રભુપ્રણીત માર્ગ – વિશે લખવાની તેમની ઈચ્છા હશે તેમ જણાય છે. પણ ધર્મની વર્તમાન પરિસ્થિતિને લગતી વિચારણાથી આ લેખ અપૂર્ણ મુકાયેલા છે. - અહીં આપેલાં વચને એકબીજામાંથી ફુટ થતાં હોય એ રીતે અપાયેલાં નથી, જુદે જુદે સમયે તેમને જુદા જુદા વિચાર આવ્યા હોય અને તે એકત્ર કરીને મૂકી દીધા હોય તેવું લાગે છે. તેમાં કોઈ જાતની વ્યવસ્થા કે તર્કબદ્ધતા જોવા મળતી નથી. આથી લાગે છે કે કદાચ જુદી જુદી જગ્યાએથી અમુક અવતરણ શ્રીમદ્ ઉતાર્યા હોય અને તેને એકસાથે સંગ્રહમાં મૂકીને પ્રકાશકે એ છાપી દીધાં હોય, કારણ તે વિના આ લેખમાં પ્રવર્તતી સ્વતંત્રતા સમજી શકાય તેવી નથી. જે શ્રીમદ્દ પંદર-સોળ વર્ષની વયે “ભાવનાબેધ” કે “મેક્ષમાળા” જેવાં સુસંકલિત પુસ્તકે રચી શકે તે ત્રીસ વર્ષની વયે, “આત્મસિદ્ધિ” અને “અપૂર્વ અવસર” જેવી કૃતિઓની રચના પછી, પોતાના લખાણમાં સુસંગતતા ન રાખી શકે તે સમજી શકાય તેમ નથી.
“વ્યપ્રકાશ ઝ૪૭
નવ તત્વ, છ દ્રવ્ય, ષડ્રદશન વગેરેના સારરૂપ કઈ સ્વતંત્ર ગ્રંથના કરવી હોય તેની વિચારણારૂપ મુદ્દાઓ શ્રીમદ્ “ દ્રવ્યપ્રકાશ” શીર્ષક નીચે લખ્યા હોય તેમ લાગે છે. આરંભમાં “ દ્રવ્યસંગ્રહમાં થતા ત્રણ વિભાગનું દિગ્દર્શન ટૂંકાણમાં લખ્યું છે, તે પછી ષડ્રદર્શન સમુચ્ચય”ના સારરૂપ છ દર્શન વિશે સંક્ષેપમાં લખ્યું છે અને તે પછી પંચાસ્તિકાય”ની ટૂંકાણમાં વિચારણું લખી છે. આમ માત્ર પંદરથી વીસ પંક્તિમાં તેમણે ત્રણ મહત્વના ગ્રંથોના મુદ્દાઓ ઉતાર્યા છે, જે કઈ સ્વતંત્ર ગ્રંથરચનાની વિચારણા માટે હોય તેવું અનુમાન થાય છે, જેનું શીર્ષક તેમણે “દ્રવ્યપ્રકાશ” રાખવું ધાર્યું હોય.
૪૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ , પૃ. ૫૮૦, આંક ૭૫૭. ૪૭. એજન, પૃ. ૫૮૨, આંક ૭૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org