________________
૧૯
જૈનમાગ વિવેક૪૮
પાતાને જૈનમાર્ગ યથાશક્તિ સમજાયા છે, તેનું નિરૂપણ પાતાના જ સમાધાન અર્થે કરવાની ઇચ્છાથી “જૈનદર્શન ”ની તત્ત્વવિચારણા રજૂ કરતા લેખ લખવા શ્રીઅે વિ. સં. ૧૯૫૩માં ચાલુ કર્યા હતા. ૮ -- ૧૦ ૫ક્તિએ લખાયા પછી તેમણે તે અપૂર્ણ છેડી દીધા હતા, તેમાં જીવ અને અજીવ એ એ તત્ત્વ સ્પષ્ટ હાવાપણે છે, તે જણાવ્યા પછી તે બનેના સ્વરૂપના વિચાર કરવાની શરૂઆત કરી છે. પહેલાં જીવતત્ત્વ વિશેની વિચારણા ચાલુ કરી છે. અને તે પણ અપૂર્ણ રહેલ છે. આટલા ટૂંકા લખાણ વિશે કાઈ જાતના અભિપ્રાય બાંધી શકાય તેમ નથી; તે કારણે તેની ખાસ અગત્ય પણ રહેતી નથી.
શીક વિનાના અપૂર્ણ લેખા
“ શ્રીમદ્ રાજચંદ્રે ” ગ્રંથમાં ૭૫૫ આંક નીચે કાઈ લેખના અપૂર્ણ ભાગ છપાયેલા છે, જેનુ શીર્ષક યાજાયેલુ નથી. શરૂઆતમાં પ્રસ્તાવનારૂપે સ‘સારમાં જીવા કેવા દુ:ખી છે, તે દુઃખી શા માટે છે, તેનાથી છૂટવા શુ કરવુ' જોઈ એ વગેરે વિશે લખાણ છે. આ દુઃખથી છૂટવા શ્રીમદ્ વીતરાગપ્રણીત માર્ગનું આરાધન કરવા તેમાં જણાવે છે, અને તેના અનુસ‘ધાનમાં મેાક્ષમાર્ગનું આલેખન કરવાના તેમના અભિલાષ હોય તેમ જણાય છે. માક્ષમાર્ગના પહેલા પગથિયારૂપે સમ્યગ્દર્શનને જણાવેલ છે. તે પછી તેનુ માહાત્મ્ય બતાવનાર તથા માર્ગના જાણનાર મહત્પુરુષની દુર્લભતા બતાવી છે. જ્ઞાનીપુરુષના ચાગ ન હોય ત્યારે વીતરાગપુરુષપ્રણીત ધર્મનાં વચના જે આગમામાં સ‘ગ્રહાયેલાં છે, તે આગમગ્રંથાને ઉપકારી સાધન તરીકે તેમણે ખતાવેલ છે. અને તે પછી આગમનાં આાર અંગસૂત્રોનાં નામ, અને તેના વિશે થાડુ' પ્રસ્તાવનારૂપ લખાણુ થયા પછી આ લેખ અપૂર્ણ રહેલ છે. આ આખા વિભાગ “ મેાક્ષમાગ ” નિરૂપતા ગ્રંથની પ્રસ્તાવનારૂપે લખાયા હોય તેમ લાગે છે, કારણ
અંતભાગમાં એવું વચન મળે છે કે, “ હવે આ પ્રસ્તાવના અત્રે સક્ષેપીએ છીએ. ’૪૯ આ લખાણમાં ઘણાં વાકચો તૂટક છે, સંબંધ પણ બરાબર મળતા હોય તેમ લાગતુ નથી, તેથી લાગે છે કે શ્રીમદ્ જે લખાણ લખ્યુ` હશે તેમાંના વચમાંના ભાગ ગુમ થઈ ગયેલા છે, અને તેથી આ લેખનું સાચુ' મૂલ્યાંકન થઈ શકે તેવું નથી.
66
આ જ પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્ર " ગ્રંથમાં ૭૫૯ આંક નીચે પણ ચાર ગતિનાં દુઃખ વર્ણવતા એક ગ્રંથ લખવાની શરૂઆત શ્રીમદ્દે કરી હોય તેમ જણાય છે. તેમાં પ્રાણીમાત્ર દુઃખી છે, પણ દુઃખનુ' સ્વરૂપ યા ન સમજવાથી તેનું તે દુઃખ ટળતું નથી, તેમ જણાવી તે દુઃખનું યથાર્થ સ્વરૂપ વર્ણવવાની તેમણે શરૂઆત કરી છે. એકેન્દ્રિયથી શરૂ કરી પંચેન્દ્રિય સુધીના જીવાનાં દુઃખાનું વર્ણન કરવાની તેમની ધારણા લાગે છે. પણ તે દુ:ખાનુ વર્ણન શરૂ થયા પહેલાં તા આ ગ્રંથ અપૂર્ણ રહેલ છે. જેની માત્ર પ દરેક લીટી જ લખાઈ છે, તેવું આ લખાણ કોઈ ગ્રંથના જ એક ભાગ છે તેમ તેમના આ
૪૮. · શ્રીમદ્ રાજયદ્ર '', અગાસ આવૃત્તિ, પૃ. ૫૮૦, આંક ૭૫૬,
66
૪૯. એજન, પૃ. ૫૭૯, આંક ૭૫
શ્રીમદ્દની જીવનસિદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org