________________
શ્રી મદની જીવનસિદ્ધિ આ બે પંક્તિઓ સમજાવતી વખતે જીવન સમભાવ, રમણીયપણું, ઊર્ધ્વગમનતા, જાણવાપણું, સુખભાસ, વેદન કરવાની શક્તિ, ચેતનપણું એ સર્વ ગુણે વિસ્તારથી, સરળ ભાષામાં, શ્રીમદે સમજાવ્યા છે. અને આ બધા ગુણેની વિસ્તારથી સમજણ આપ્યા પછી શ્રીમદે અંતમાં લખ્યું છે કે –
એ જે લક્ષણે કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાયે જાય છે, જે જાણવાથી જીવ જામ્યો છે તે લક્ષણે એ પ્રકારે તીર્થકરાદિએ કહ્યાં છે.”૪૪ આ બંને સમજણ ઉપરાંત “સમયસાર નાટક”ના ૧. “છવદ્વાર”, ૨. “બંધદ્વાર”, ૩. “નિરાકાર”,
૪. “સર્વવિશુદ્ધિદ્વાર”, ૫. “સાધ્યસાધકદ્વાર”, ૬. “મોક્ષાદ્વાર” આદિમાંથી અવતરણે શ્રી સોભાગભાઈ વગેરે મુમુક્ષુઓને વાંચવા-વિચારવા અર્થે શ્રીમદ્દ લખી મોકલ્યાં હતાં. આ “સમયસાર નાટક” માટેની શ્રીમદ્દની પ્રીતિ બતાવે છે.
ગદષ્ટિની સઝાય ની કડીની સમજણ૫ શ્રી યશોવિજયજીની “ આઠ યોગદષ્ટિની સઝાય”માંની છઠ્ઠી દષ્ટિની સઝાયમાંથી નીચેની બે પંક્તિની શ્રીમદ્દ વિસ્તારથી સમજણ આપેલી છે –
મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરત;
તેમ કૃતમે રે મને દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવત. ” વિ. સં. ૧૯૪૮ના શ્રાવણ માસમાં આ બે પંક્તિને વિસ્તારથી સમજાવતા ત્રણેક પત્રો શ્રીમદે શ્રી ભાગભાઈ ઉપર લખ્યા હતા. તેમાં ભક્તિપ્રધાન દશાએ વર્તવાના લાભ શ્રીમદે વિસ્તારથી બતાવ્યા છે. શ્રી યશોવિજયજીએ પ્રભુભક્તિ કેવી દઢ હોવી જોઈએ તેનું ઉદાહરણ સંસારમાંથી લઈને બતાવ્યું છે, અને તેના ગુઢાર્થ શ્રીમદ ભાગભાઈને જણાવ્યું હતે. એ વાંચતાં એક જ વસ્તુ શ્રીમદ્ કેટલી વિવિધ રીતે વિસ્તારથી સમજાવી શકે છે, તેને આપણને પરિચય થાય છે. આ ઉપરાંત અન્ય દૃષ્ટિએમાંથી પણ શ્રીમદે અવતરણે મુમુક્ષુઓને લખી જણાવ્યાં છે.
આમ જોઈએ તે આનંદઘનવીશી”, “સમયસાર નાટક” અને “ આઠ ગદષ્ટિની સઝાય”માંથી જુદી જુદી પંક્તિઓને, પદોને વિસ્તારથી સમજાવતાં લખાણે શ્રીમદે લખ્યાં છે, અને તે સર્વ વાંચતાં તેમાં વસ્તુને ઊંડાણથી સમજવાની તથા સમજાવવાની તેમની શક્તિને આપણને પરિચય થાય છે. કર્તાએ જે ગૂઢ રહસ્ય મૂક્યું હોય તેને સ્કૂટ કરતા પણ આપણે તેમને જોઈએ છીએ. તેમાં તેઓએ ભાષા ઘણી સરળ વાપરી છે.
૪૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પ. ૩૬૯, આંક ૪૩૮. ૪૫. એજન, પૃ. ૩૩૯. આંક : ૩૯૪-પ-૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org