________________
૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી નોંધા
પર
66
હતા, તે તેમના એક સમીપવાસી ભાઈ શ્રી અંબાલાલ લાલચંદે પેાતાની રકૃતિના આધારે સૉંક્ષિપ્તપણે ઉતારી લીધેલા. એમાં ઉપદેશની છાયા ઝીલી લેવામાં આવેલ છે માટે તે વચનેાના સંગ્રહને “ ઉપદેશછાયા ” નામ અપાયુ છે. શ્રીમદ્દે રાજચંદ્ર” ગ્રંથમાં નોંધ્યું છે તેમ કેાઈ મુમુક્ષુ ભાઈનું એમ કહેવુ છે કે તે વચના તેમણે શ્રીમદને બતાવ્યાં હતાં, અને શ્રીમદ્ તેમાં કઈક ઠેકાણે સુધારા પણ કર્યા હતા.ર૫ શ્રી અંબાલાલભાઈની સ્મૃતિ ઘણી તીવ્ર હતી. તેઓ ઘણા દિવસ પછી પણ યાદ રાખવા ધારેલી વાતચીત શબ્દશઃ કહી આપતા. તેમની સ્મૃતિ માટે શ્રીમદું જ કહ્યું હતું કેઃ—
“ અબાલાલની વૃત્તિ અને દશા, પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિના કારણે લબ્ધિ પ્રગટાવે તેવી હતી, તે એવી કે અમે ત્રણચાર કલાક બેધ કર્યો હાય તે ખીજે દિવસે કે ત્રીજે દિવસે તેને લખી બતાવવા કહીએ તે તે બધું અમારા શબ્દોમાં જ લખી લાવતા. ૨૬
શ્રી અંબાલાલભાઈ એ “ ઉપદેશછાયા ’'ના ૧૪ વિભાગ કર્યા છે. કયારેક સાથે સાથે અને કયારેક થોડા દિવસને અતરે અપાયેલા શ્રીમના ઉપદેશ માટે પ્રત્યેક દિવસના એક વિભાગ એમ કુલ ૧૪ વિભાગ કરી આ “ ઉપદેશછાયા ” લખી લેવામાં આવી છે.
“ ઉપદેશછાયા ” એ પ્રાસગિક એધના સ‘ગ્રહ છે. તેમાં કેાઈની શંકાનું સમાધાન, કાઈના પ્રશ્નોના ઉત્તર અને તેના પરથી ફલિત થતાં અન્ય વચનાના પણ સમાવેશ થાય છે. આથી આ વચના વાંચીએ ત્યારે તેમાં સળંગસૂત્રતા જોવા મળતી નથી. તેમાં જુદા જુદા વિષય પરત્વે શ્રીમદ્રે દિવસ દરમ્યાન વ્યક્ત કરેલા વિચારો વચનરૂપે ઉતારી લેવામાં આવ્યા છે. એટલે આ વચના એકખીજામાંથી આપે!આપ ફલિત થતાં હાય એવું ન બને તે દેખીતું છે. વળી, તેમાં વિચારાનુ પુનરાવર્તન જોવા મળે તે પણ સ્વાભાવિક છે.
“ ઉપદેશછાયા ” વાંચીએ ત્યારે સૌથી પહેલુ ધ્યાન ખેંચે તેવું તત્ત્વ છે, તેમણે દર્શાવેલું સદૃગુરુ અને સત્પુરુષનું માહાત્મ્ય. તેમાં સદ્ગુરુના ઉપદેશને અને સત્પુરુષના સમાગમને જીવનું કલ્યાણુ થવા માટે સૌથી મોટું બાહ્ય સાધન કહે છે. જીવની પાતાની ચેાગ્યતા હાય તેા સદ્ગુરુ સત્પુરુષ જેવું બીજું કાઈ ઉપકારી નથી, એ તેમના નિશ્ચય છે. લગભગ પ્રત્યેક પાને જુદી જુદી રીતે તેમણે સત્પુરુષની ગુણગાથા કરી છે. તેમાંથી બેત્રણ નમૂના જોઈએ -
“ જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ધણા ગુણ્! પ્રગટે છે. ”૨
“ જગતને બતાવવા જે કઈ કરતા નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ અને સત્પુરુષ વિના ત્રણે કાળને વિશે કલ્યાણ થાય જ નહિ. ૨૮
tr
૨૫. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, પૃ. ૬૮૩.
૨૬. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ”, આવૃત્તિ ૪, પૃ. ૨૧૧.
૨૭-૨૮.
શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ, પૃ. ૬૯૬.
(6
Jain Education International
CC
For Private & Personal Use Only
www.jainelibrary.org