________________
પર
શ્રીમદની જીવનસિદ્ધિ ખેડાના એક વિદ્વાન વકીલ ભટ્ટ પુંજાભાઈ સોમેશ્વર સાથે શ્રીમદને વાર્તાલાપ પણ કેટલીક બાબતે વિશે સારી માહિતી આપે છે. વકીલ વેદાંતી હતા, તેથી તેમણે તેમના દૃષ્ટિબિંદુથી પ્રશ્નો પૂછયા છે, અને શ્રીમદે તેમના પિતાના અનુભવ પ્રમાણે ઉત્તર આપ્યા છે. આ પ્રશ્નો મુખ્ય આત્માને લગતા છે, તે આત્માના અસ્તિત્વ, નિત્ય વગેરે વિશે તથા કર્મ વગેરે વિશે પુછાયા છે. તેના ઉત્તરમાં શ્રીમદે આત્મા છે, જીવ અનેક છે, કર્મ છે, પુનર્જન્મ છે વગેરે પોતાના અનુભવની શ્રદ્ધા સાથે જણાવ્યું છે. આ પ્રશ્નોત્તરી શ્રીમદની આત્મા અને તેનાં છ પદની અચળ શ્રદ્ધા વ્યક્ત કરે છે. ૨૧
અહીં બે સંસ્કૃત શ્લોકોની સમજણ પણ આપેલી જોવા મળે છે. તેમાં એક સદગુરુનું માહાસ્ય બતાવતો “ગુરુગીતા”નો શ્લોક છે અને બીજે સમતભદ્રાચાર્ય રચિત
દેવાગમસ્તેત્ર”ના મંગલાચરણ શ્લોક છે. તેમાં તેમણે પરમ આપ્ત પુરુષને વંદન કર્યું છે અને એ શ્લોક તેમણે વિસ્તારથી સમજાવ્યો છે.૨૨
ઉપદેશનેધ”માં આઠ કર્મની સમજણ પણ જોવા મળે છે. તેમાંનાં ચાર ઘાતી અને ચાર અઘાતી શા કારણથી કહેવાય છે તે સમજાવાયું છે. સાથે સાથે જ્ઞાની અને અજ્ઞાનીની વર્તનને ભેદ પણ તેમાં દર્શાવાય છે.૨૩
* ઉપદેશનેધ”ના અંતભાગમાં જીવના ચાર પ્રકારના ભેદ ચાર પ્રકારના ગોળાનાં દષ્ટાંતે થઈ શકે છે તે બતાવ્યું છે. આ ભાગ ખંભાતના શ્રી અંબાલાલભાઈની નેંધમાંથી લીધેલ છે. મીણ, લાખ, લાકડું અને માટી એ ચાર વસ્તુના જુદા જુદા ગળા અગ્નિ પાસે જુદી જુદી રીતે વર્તે છે, તે પ્રમાણે એ ચાર જાતના છ સદગુરુરૂપી અગ્નિ પાસે જુદી જુદી રીતે વર્તે છે, તે તેમાં વિસ્તારથી સમજાવાયું છે. આ ભાગ “મેક્ષમાળા”ના ૧૧માં “ સદ્દગુરુ તત્ત્વ ભાગ ૨” નામના પાઠની યાદ આપી જાય છે. તે પાઠમાં કાઝસ્વરૂપ, કાગળસ્વરૂપ અને પથ્થરસ્વરૂપ એ ત્રણ પ્રકારના ગુરુનું વર્ણન છે, તે અહીં મીણસ્વરૂપ, લાખસ્વરૂપ, લાકડા સ્વરૂપ અને માટીસ્વરૂપ એ ચાર પ્રકારના મુમુક્ષુઓનું વર્ણન છે. આ બંનેની ભાષાશૈલી પણ ખૂબ મળતી છે, તેથી તે વાંચતી વખતે એમાં શ્રીમદના જ શબ્દો લગભગ ઉતારાયા હોય તેમ લાગે છે.
જ ઉપદેશછાયા ?
વિ. સં. ૧૯૫રના શ્રાવણ તથા ભાદરવા માસમાં શ્રીમદ કાવિઠા, રાળજ, વડવા આદિ સ્થળોએ નિવૃત્તિ માટે રહ્યા હતા. તે સમયે ઘણા મુમુક્ષુઓ તેમના સત્સમાગમ માટે આવતા. તે વખતે શ્રીમદે જે ઉપદેશ આપ્યો હતો કે વાતચીત દરમ્યાન જે વિચારો વ્યક્ત કર્યા
૨૧. શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૬૮૦. ૨૨. એજન, પૃ. ૬૭૯. ૨૩. એજન, પૃ. ૬૮૦-૮૧. ૨૪. એજન, ૫. ૬૮૧. 2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org