________________
૧. જીવનરેખા
શ્રીમદના અવસાન પછી ડા દિવસે, ઈ. સ. ૧૯૦૧ના ૨૦ એપ્રિલના “મુંબઈ સમાચાર”ના અંકમાં પ્રગટ થયેલ શ્રીમદ્દની અવસાન નેધમાં અઢાર વર્ષની વયે તેમણે કરેલા બાવન અવધાનના એક પ્રયોગની વિગત, તેમની કુશળતા દર્શાવવા માટે છપાઈ હતી. તે વાંચતાં શ્રીમદ અવધાનના પ્રયોગ કઈ રીતે કરતા તેને અમુક અંશે ખ્યાલ આવી શકશે. “મુંબઈ સમાચાર”માં લેવાયેલી નેંધ આ પ્રમાણે હતી :–
મમ પ્રસિદ્ધ જૈન તત્વવેત્તા અને શતાવધાની કવીશ્વર શ્રીમાન રાયચંદ રવજીભાઈ, જેમને લગતી કેટલીક વિગત ગયા બુધવારના મુંબઈ સમાચારમાં આપવામાં આવી છે. તેઓ એકીવખતે સો કામ કેવી રીતે કરતા હતા તેનો ખ્યાલ આપવા માટે તેઓએ કરી બતાવેલાં બાવન અવધાનોને લગતી વિગત અમો હેઠળ આપીએ છીએ.”
બાવન કામ ચપાટે રમતા જવું, શેતરંજે રમતા જવું, ટકેરા ગણતા જવું, માળાના પારા ગણતા જવું, ગંજીફે રમતાં જવું, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આપેલા ગણતા જવું, સેળ ભાષાઓના અક્ષરે યાદ રાખતા જવું, બે કોઠામાં આડાઅવળા અક્ષરથી કવિતાઓ માગેલા વિષયની કરાવતા જવું, આઠ ભિન્ન ભિન્ન માંગેલી સમસ્યાઓ પૂર્ણ કરતા જવું, સેળ જુદા જુદા માગેલા વૃત્તોમાં માગેલા વિષયે તૈયાર કરાવતા જવું, એમ બાવન કામની શરૂઆત એકવખતે સાથે કરવી, એક કામને કંઈક ભાગ કરી બીજા કામને કંઈક ભાગ કરો, પછી ત્રીજા કામના કંઈક કરવા, પછી ચોથા કંઈક ભાગ કરો, પછી પાંચમાંનો એમ બાવને કામને થોડે થોડો ભાગ કરે, ત્યાર પછી વળી પાછું પહેલા કામ તરફ આવવું અને તેને થોડો ભાગ કરવો, બીજાં ન કરવો, ત્રીજાને કરવો, એમ સઘળાં કામ પૂર્ણ થતાં સુધી કર્યા જવું. એક સ્થળે ઊંચે આસને બેસીને એ બધાં કામમાં મન અને દૃષ્ટિ પ્રેરિત કરવી, લખવું નહિ કે બીજી વાર પૂછવું નહિ. અને સધળું સ્મરણભૂત રાખી એ બાવને કામ પૂર્ણ કરવાં, તે અથ ઈતિ આ પ્રમાણે ગણાય છે.”
૧. ચિપાટે રમતા જવું ઃ ત્રણ જણ બીજા પાટે રમતા હતા તેની સાથે ચોપાટે રમતાં જતાં અને વચ્ચે બીજા એકાવન કામ કરતાં જતાં છેવટે લીલી, પીળી, લાલ અને કાળી એ ચારે રંગની સંગઠીએ ધ્યાનમાં રાખી કહી આપી હતી, ચોપાટ વચ્ચેથી ઉપાડી લેવામાં આવી હતી.
૨. ગંજીફે રમતા જવું ઃ ચોપાટ પાસે નાંખ્યા પછી બીજા ત્રણની સાથે કવીશ્વર ગંજીફે રમતા જતા હતા અને છેવટે પિતાનાં તેરે પત્તાં કહી આપ્યાં હતાં. એ પત્તાં કવિને એક વાર જોવા આપી લઈ લેવામાં આવ્યાં હતાં.
૩. શેતરંજે રમતા જવું તે જ વખતે શેતરંજ રમવા બીજા એક જણની સાથે ચિત્ત પરેવ્યું હતું. અવધાનની સમાપ્તિ વખતે વચ્ચેથી ઉપાડી લીધેલી શેતરંજનાં પાળાં, ઊંટ, અશ્વ, હાથી અને વજીર, બાદશાહ નંબર વાર કહી આપ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org