________________
શ્રીમદની જીવનસિદ્ધિ “૪. ઝાલરના ટકોરા ગણવાઃ એ વખતે એક માણસ બહાર ઊભે રહીને ઝાલરના ટકેરા વગાડતો હતો. તે કવિએ સઘળા સ્મરણભૂત રાખી છેવટે કહી આપ્યા હતા.
પ. પડતી ચઠી ગણવી કવિને વચ્ચે વચ્ચે વચ્ચે તે કામની સાથે ચણોઠીઓ નાખવામાં આવતી હતી, તે કેટલી થઈ તે અવધાનની સમાપ્તિએ કવિએ કહી આપી હતી.
“દથી ૯ બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સરવાળા કવિને તે કામોની સાથે ગણવા આપ્યા હતા, જે કવિએ મનમાં રાખીને છેવટે તેના જવાબ ગણી આપ્યા હતા.
૧૦. એક જણ હાથમાં માળાના પારા ફેરવતે જાતે હતો જેમાં કવિએ દૃષ્ટિ પવી હતી તે માળા વચ્ચેથી અધૂરી મૂકવામાં આવી હતી. છેવટે કવિએ તેના પારા કેટલા થયા તે કહી આપ્યું હતું
૧૧થી ૨૬. જુદી જુદી ભાષાઓના શબ્દો –સેળ ભાષાના શબ્દો સોળ જણાને વહેચી આપવામાં આવ્યા હતા. જ્યારે બીજા કામે કવિ કરતાં જતાં હતાં, ત્યારે વચ્ચે વચ્ચે એકેકે શબ્દ અનુક્રમ વિના કવિને કાને મૂકવામાં આવતું હતું, પ્રથમ ત્રીજે અરબીને કહેવાતું હતું, પછી ૪૧૭મે લૅટિનને કહેવાતે, બીજે સંસ્કૃતને કહેવાતે પછી ૪૧૮મે ઉદ્દન કહેવાતું હતું. આમ અવિચ્છિન્ન અક્ષરો કવિને કહેવામાં આવ્યા હતા. સઘળા કહેવાઈ રહ્યા પછી અવધાનની સમાપ્તિએ ભાષાવાર કવિએ કહી આપ્યા હતા. સંસ્કતનો એક અક્ષર ચેાથે હોય અને એક પાંચમાંનો હોય એ બંનેને તેમણે કયાંય પણ લખ્યા સિવાય અંતઃકરણમાં ગોઠવી શ્લેકબંધ કહી દીધા હતા.
સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, પંજાબી, કર્ણાટકી, બંગાળી, મારવાડી, ગ્રીક, ઉર્દુ, જાડેજી, અરબી, ફારસી, દ્રાવિડી અને સિંધી – એમ સળ ભાષાના શબ્દો અપાયેલા હતા. એ ભાષાઓના શબ્દોના વિલેમ સ્વરૂપનાં એકબે દૃષ્ટાંત અહીં આપ્યાં છે:
સંસ્કૃતનું વિલેમ સ્વરૂપ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org