________________
શ્રીમદની કવનસિદ્ધિ આ લખનાર બાવન અવધાન જાહેરમાં એક વખત કરી ચૂક્યો છે અને તેમાં તે વિજયવંત ઊતરી શક્યો છે, તે બાવન અવધાન – * ૧ ત્રણ જણ સાથે ચોપાટે રમ્યા જવું.
૨ , , , ગંજીફે છે , “ ૩ ,, ,, ,, શેતરંજ , ,
૪ ઝાલરના પડતા ટકોરા ગણતા જવું. ૫ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જવું. ૬ માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી. ૭ આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી. ૮ સોળ નવા વિષયો વિવાદકે એ માગેલા વૃત્તમાં અને વિષયો
પણ માગેલા રચતા જવું. ૯ ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, અરબી, લૅટિન, ઉર્દ, ગુર્જર, મરેઠી, બંગાળી, મરુ, જાડેજી, આદિ સેળ ભાષાના ચારસે શબ્દો અનુક્રમ વિહીનના કર્મ કર્તા સહિત પાછા અનુક્રમ સહિત
કહી આપવાં. વચ્ચે બીજા કામ પૂર્ણ કર્યો જવાં. ૧૦ વિદ્યાર્થીને સમજાવવો. ૧૧ કેટલાક અલંકાર વિચાર.
આમ કરેલાં બાવન અવધાનની લખાણ સંબંધે અહી આગળ પૂર્ણાહુતિ થાય છે.”૧૮
એ પછી ઉપરના પત્રમાં શ્રીમદે જણાવ્યું હતું કે તેમની આ શક્તિ જોઈને કોઈ વિદ્વાને ગણતરી કરી હતી કે એક કલાકમાં પ૦૦ શ્લોક સ્મરણમાં રહી શકે છે.
આ બાવન અવધાનનાં કાર્યો કે વિગતેમાં શ્રીમદ ફેરફાર કરતા. કેટલીક વાર એથી વધારે કે ઓછાં અવધાને પણ તેઓ કરતાં. તેમણે વધુમાં વધુ શતાવધાન સુધીના પ્રયોગ કર્યા હતા, જેથી તેઓ “શતાવધાની કવિ રાયચંદભાઈ”ના નામે પણ ઘણી જગ્યાએ ઓળખાતા હતા.૧૯
વિ. સં. ૧૯૪રમાં શ્રીમદ મુંબઈ આવ્યા ત્યારે તેમણે બહોળા પ્રમાણમાં અવધાનના પ્રાગે જાહેરમાં કરી બતાવ્યા હતા. જેની નોંધ અનેક વર્તમાનપત્રેએ લીધી હતી. પરિણામે શ્રીમની ઘણી ખ્યાતિ થઈ હતી. આ બધાં વર્તમાનપત્રોમાં “મુંબઈ સમાચાર”, “The Times of India”, “જામેજમશેદ”, “The Indian spactator” વગેરે મુખ્ય હતાં.
૧૮. શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ, આવૃત્તિ ૧, પૃ. ૧૭૪.
૧૯. શ્રીમદ શતાવધાન કર્યા હતાં એમ કહેવાય છે, પણ જેમ તેમણે કરેલ બાવન અવધાનની ઝીણવટભરી વિગત મળે છે તેમ, તેમણે કરેલા એ શતાવધાનની વિગત મળતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org