________________
૩૩૬
શ્રીમદની જીવનસિદ્ધિ “અહીં ક્ષણ ક્ષણ શબ્દ ખાસ અર્થમાં વપરાયેલો છે, કારણ કે આમાં ક્ષપકશ્રેણીની વાત છે. ક્ષપકશ્રેણીમાં સમયે સમયે આત્મવિશુદ્ધિ વધતી જાય છે, એટલે જિન આજ્ઞા અથવા શ્રુતજ્ઞાનનું અવલંબન સમયે સમયે ઘટતું જાય છે તે એટલે સુધી કે તે અવલંબન તદન નાશ પામે છે અને અંતે નિજ સ્વરૂપમાં લીન થાય છે.”૩૧
આ સ્થિતિ ૧૪માં ગુણસ્થાને આવે છે. આમ શ્રીમદ્ અહીં ૭મા ગુણસ્થાનની સ્થિતિ બતાવતાં બતાવતાં ૧૪માં ગુણસ્થાને પહોંચવાની અભિલાષા ખૂબીથી વ્યક્ત કરી દીધી છે.
સંયમમાં રહેવાના શ્રીમદના આ અભિલાષ સાથે જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનો સંયમ “આચારાંગસૂત્ર”ના ભા અધ્યયનના પહેલા ઉદેશની ૮૯ ૧૦ ગાથાઓમાં બતાવ્યા છે તે સરખાવવા જેવો છે. જુઓ –
" फरुसाइं दुत्तिइक्वाइं अइयच्चे मुणी परक्कममाणे ।
आधायनहगीयाई दडजुज्झाई मुछिजुझाई ।।" " गदिमे मिहुंकहासु समयम्मि नाइसुओ विसो अदक्खु ।
अयाइ सा उरालाइ गच्छइ नायपुरी असरणा||"३२ આ બંને ગાથામાં કઠોર પરિષહ અને મોટાં સંકટે વચ્ચે પણ ભગવાન મહાવીર સંયમમાં દઢ રહેતા હતા તે જણાવ્યું છે. આવી જ સ્થિરતા રાખવાને શ્રીમદને અભિલાષ ચેથી-પાંચમી એ બે કડીમાં જોવા મળે છે. તેમાં બાહ્ય ખરાબ સગે વચ્ચે સંયમ જાળવવાની વાત છે. આ પછીની એટલે કે છઠ્ઠી કડીમાં આંતરિક પ્રમાદ તથા રાગદ્વેષને
સીને સંયમ જાળવવાની અભિલાષા શ્રીમદે વ્યક્ત કરી છે. નિર્ચથ મૃન તરીકેના પોતાના આત્મચારિત્રના એક વધુ ઊંચા પગથિયાને લક્ષ આપણને છઠ્ઠી કડીમાં શ્રીમદે કરાવ્યો છે –
પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદ ન મળે મનને #ભ જે; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ,
વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જે.” અપૂર્વ, ૬ સાધક તરીકે આત્મસ્થિરતા પ્રાપ્ત કરવામાં અંતરાય આ૫નાર પ્રમાદ, વિષયાસક્તિ, પ્રતિબંધ આદિને દૂર કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં આ કડીમાં શ્રીમદ જણાવે છે કે પાંચ
૩૧. “પરમપદ-પ્રાપ્તિની ભાવના", પૃ. ૮૩. ૩૨. “ આચારાંગસૂત્ર', અધ્ય. ૯, ઉ. ૧, ગાથા ૮-૧૦; પૃ. ૯૦. ભાવાર્થ: (૯) વળી ભગવાન, નહિ ખમી શકાય એવા કઠેર પરિષહની કશી દરકાર નહિ
કરતા અને લેકથી થતા નૃત્ય કે ગીતમાં રાગ નહિ ધરતા, તથા દંડયુદ્ધ કે
મુષ્ટિયુદ્ધની વાત સાંભળી ઉત્સુક નહિ બનતા. ( ૧૦ ) કોઈ વખતે જ્ઞાતપુત્ર ભગવાન, સ્ત્રીઓને પરસ્પરની કામકથામાં તલ્લીન થયેલી જોતા
તે ત્યાં રગદેષરહિત મધ્યસ્થપણે રહેતા. એ રીતે એવાં જબરજસ્ત સંકટ પર કશું પણું લક્ષ નહિ આપનાં જ્ઞાતપુત્ર ભગવાન સંયમમાં પ્રવર્યા જતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org