________________
૬. અપૂર્વ અવસર
૩૩૫ તેમ છતાં મુનિ જે સમયે શુદ્ધ ભાવમાંથી નીકળે તે સમયે તેઓ શુભભાવમાં આવે છે. કારણ કે પૂ. કાનજીસ્વામી જણાવે છે તેમ –
“આત્મસ્થિરતા અને તે સ્થિરતાને પુરુષાર્થ પિતાને સ્વાધીન છે. પણ મન, વચન અને કાયાના રોગનું સ્થિર રહેવું કે પલટાવું તે ઉદયાધીન છે, સર્વથા તે રોગનું પ્રવર્તન ઘટીને અયોગીપણું તો ૧૪મે ગુણસ્થાને થાય છે.”૨૮
મુનિ શુભભાવમાં હોય તે વખતે તેઓ શાસ્ત્રશ્રવણ, શિષ્યાદિને ઉપદેશ, ભક્તિ આદિ કાર્ય કરે છે, પણ તેમાં પોતાનું કર્તાપણું માનતા નથી. એટલે કે પોતે જિનઆજ્ઞાનુસાર વર્તે છે તેવી ભાવના સેવે છે, તે બધાં કાર્ય કરવાના ભાવને પણ તેઓ હેય ગણે છે. આ કાર્ય કરવામાં પણ તેમનું લક્ષ તે સ્વસ્વરૂપ પામવાનું જ હોય છે, કારણ કે મુનિશ્રી સંતબાલજી કહે છે તેમ, એવે વખતે તેમને –
સંયમને માટે સંયમ નથી. અર્થાત્ સંયમ પોતે સાધ્ય નથી, એ પણ એક સાધન જ છે. સાધ્ય તે સ્વરૂપદશા છે, અને સંયમ એનું સાધન છે. સંયમને સાધનને બદલે સાધ્ય માનવાથી જ આત્મવિકાસ અને વિશ્વપ્રેમના દ્વાર પર જટિલ પડદો પડી જાય છે. ૨૯
આમ મુનિ પોતાનું સ્વરૂપ પામવાનું લક્ષ રાખીને જ કર્મના ઉદય પ્રમાણે જિનમાર્ગે ચાલવાની ઈચ્છા ધરાવે છે. અહીં શ્રીમદ્દ ખૂબીપૂર્વક સઘળે હેતુ એક “સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે” એ પંક્તિમાં દર્શાવી દીધું છે. - આત્મસ્થિરતામાં ન રહેવાય ત્યારે મુનિ અવસ્થામાં પોતે જિનઆજ્ઞા અનુસાર વર્તવા ઇરછે છે, પણ તેમનું લક્ષ તે સંપૂર્ણ આત્મસ્થિરતા પામવાનું જ છે, તે શ્રીમદે બીજી બે પંક્તિમાં બતાવ્યું છે. મન, વચન અને કાયાના યોગ પ્રત્યેક ક્ષણે ઘટાડતા જઈ અંતમાં નિજ સ્વરૂપમાં લીન થવાની તેમની ભાવના છે. જુઓ –
“તે પણ ક્ષણે ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં,
અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે.” અપૂર્વ, ૫ “ઉદાસીનતા અને ઉપયોગની તીવ્રતા થાય ત્યારે ક્ષાયિકભાવ અથવા વીતરાગભાવ વેદાય છે. એટલે કે જ્ઞાનમાં જેમ આત્મસ્થિરતા વધતી જાય છે તેમ જિનઆજ્ઞાના આલંબનરૂપ નિમિત્તને વિકલ્પ છૂટી જાય છે. ૩૦
મુનિ આત્મસ્વરૂપમાં સ્થિર રહેવા સતત પ્રયત્નશીલ રહે તે આપણે જોયું. આથી જેમ જેમ તેમના આત્માની નિર્મળતા વધતી જાય છે તેમ તેમ સંયમના હેતુથી થતી યોગની ક્રિયા પ્રત્યેક ક્ષણે ઘટતી જાય છે.
૨૮. “અપૂર્વ અવસર પરનાં પ્રવચને ”, પૃ. ૧૯. (પૃ. કાનજી સ્વામી) ૨૯. “સિદ્ધિનાં સોપાન', પૃ. ૩૨. (મુનિશ્રી સંતબાલજી) ૩૦. “પરમપદ-પ્રાપ્તિની ભાવના ", પૃ. ૮૨. (શ્રી નગીનદાસ શેઠ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org