________________
red
શ્રીમની જીનસિદ્ધિ
આ પાંચ પ્રકારનાં પ્રમાણથી પ્રતિમાની સિદ્ધિ કરતાં પહેલાં, શ્રીમદ્દે “ આગમ એટલે શું?” તે સમજાવ્યુ' છે, અને તે પછી વાચક માટે કેટલાક નિયમેા રજૂ કર્યાં છે. આ નિયમો પ્રત્યેક વ્યક્તિને ઘણી જગ્યાએ ઉપયોગી થઈ શકે તેવા પ્રકારના છે; જેમ કે ઃ
“ કાઈ પણ વાત જ્યાં સુધી ચાગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી; તે સ"ખ"ધી કઈ કહેતાં મૌન રાખવુ,’૩
“ અમુક વાત સિદ્ધ થાય તા જ ઠીક એમ ન ઈચ્છવુ, પણ સત્ય સત્ય થાય તેમ ઈચ્છવુ.”૪ વગેરે.
આ તથા ખીજા નિયમે વાંચતાં એક વાત સ્પષ્ટ સમજાય છે કે તેમણે પેાતાના મત ખૂબ જ નમ્રતાપૂર્વક રજૂ કર્યા છે. તથા કાઈ પણુ બાજુ જરા પણ પક્ષપાતી વલણ ન રાખતાં, તટસ્થ રીતે જે ચેાગ્ય હાય તે જ સ્વીકારવાની તેમણે આ ગ્રંથમાં ભલામણ કરી છે. આ વસ્તુ તેમનાં નીચેનાં વચને જોતાં જણાશે -
“ જો તમે પ્રતિમાને માનનાર હા તે તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લેવા અને જો તમે પ્રતિમાના ઉત્થાપક હૈ। તે આ પ્રમાણેાને ચેાગ્ય રીતે વિચારી જોજો. અનેએ મને શત્રુ કે મિત્ર કઈ માનવા નહિ, ગમે તે કહેનાર છે, એમ ગણી ગ્રંથ વાંચી જવા પ
“ટૂંકામાં કહેવાનું એ કે જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સબંધી મારુ કહેવુ. અયેાગ્ય લાગતુ હાય તા, તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું. ” વગેરે.
આ બધા નિયમે વાંચતાં તેમાંથી એ જ છાપ ઊઠે છે કે શ્રીમદ્દે આ લખાણ પેાતાના મત ખરા કરવા જ લખ્યું નથી, પણ પેાતાને જે સત્ય જણાયું તેને ખીજાએ, સત્ય રૂપે જાણ્યા પછી જ, સ્વીકારે તેવી ભાવનાથી આ બધુ થયેલું લાગે છે.
પણ દુર્ભાગ્યની વાત એ છે કે આ પછીના, પ્રતિમાની સિદ્ધિ કરતાં પ્રમાણેા આપતા આખા વિભાગ અપ્રાપ્ય છે. આ વિશે બે જાતની માન્યતા પ્રવર્તે છે. શ્રીમદ્રે એ આખા વિભાગ લખ્યા હોય, પણ કેઈ કારણસર તે લુપ્ત થયેા હેાય તેવા એક મત છે. અને ખીન્ને મત એવા છે કે શ્રીમદ્ એ ભાગ લખ્યા જ નથી. આ બંનેમાં કયા મતની શકયતા વિશેષ છે તે આપણે જોઈએ.
વાચકે ધ્યાનમાં રાખવા ચેાગ્ય કેટલાક વિચારો રજૂ કર્યા પછીના પ્રતિમાસિદ્ધિ કરતા વિભાગ નથી મળતા, પણ તે પછીના “ છેવટની ભલામણ ” નામના તે લઘુ ગ્રંથને અંતભાગ આજે પણ મળે છે. તેમાં શ્રીમદ્દે લખ્યુ છે કે :-~
66
3.
શ્રીમદ્ રાજચંદ્ર ’, અગાસ આવૃત્તિ રૃ. ૧૭૪, આંક ૪૦, ૪૫-૬, એજત, પૃ. ૧૭૪. આંક ૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org