________________
૧૦. પ્રકીર્ણ ગળ-રચનાઓ
આ બધી કૃતિઓનું એક લક્ષણ એ ધ્યાનમાં આવે છે કે તેમણે જે કંઈ લખાણ કર્યું છે તે જૈન દર્શન અનુસાર છે. અને તેમાં તેમણે મુખ્યત્વે જૈન દર્શનના સિદ્ધાંતની સમજણ આપવાનો પ્રયત્ન કર્યો છે. ક્યારેક સિદ્ધાંતે કમસર મૂક્યા હોય તેવું પણ છે. અને તે બધામાં અન્ય દર્શન વિશેની વિચારણું તે ભાગ્યે જ જોવા મળે છે. અને જ્યાં એ આવે છે ત્યાં પણ તેનાં સારાં લક્ષણોને ગ્રહણ કરવાનો ઉલ્લેખ હોય છે, તેનું ખંડન કરવાની વિચારણું જોવા મળતી નથી. આટલા સામાન્ય અવલોકન પછી આપણે તેમની પ્રાપ્ત થતી ગદ્યકૃતિઓ વિશે જોઈએ.
પ્રતિમાસિદ્ધિ ૪૧
પ્રતિમાનું પૂજન કરવું હિતકારક બને છે એ દર્શાવતે એક લઘુગ્રંથ શ્રીમદે ૨૨ મે વર્ષે લખ્યો હતો. તે ગ્રંથ આપણને અપૂણ મળે છે. તેના આદિ તથા અંતભાગ મળે છે, પણ ગ્રંથનો વચ્ચેનો મુખ્ય ભાગ મળતો નથી. તેમાં શરૂઆતમાં શ્રીમદે માર્ગ પામવા માટે તથા માર્ગ ઉપદેશવા માટે કઈ વ્યક્તિ ઉત્તમ કહેવાય તેને નિર્દેશ કર્યો છે. તે પછીથી શ્રીમદે વીતરાગપ્રણીત ધર્મમાં અનેક મતભેદો ઊભા થવાનાં આઠ કારણે ટૂંકામાં જણુવી તેને થોડા વિસ્તારથી બતાવવા પ્રયત્ન કર્યો છે.
આ સામાન્ય ચર્ચા કર્યા પછી તેઓ મુખ્ય વાત પર આવે છે કે આ બધા વિવાદમાં મુખ્ય વિવાદ પ્રતિમા વિશેનો છે. કેટલાક લોકો પ્રતિમાની સિદ્ધિ કરે છે, તે કેટલાક તેને ઉત્થાપે છે. તે આ બેમાં સાચું શું?
તેઓ પોતે જણાવે છે તે મુજબ પહેલાં તેઓ પ્રતિમાને માનતા નહોતા, પણ કેટલાક અનુભવથી પ્રતિમાની સિદ્ધિની તેમને ખાતરી થઈ તે માટે તેઓ લખે છે –
“જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણેક્ત, અનુભક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોને જે રૂપે બંધ થયો અથવા તે વિષય સંબંધી અને જે અ૮૫ શંકા હતી તે નીકળી ગઈતે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન કરવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે અને તે વસ્તુની સિદ્ધિ જણાય તે તે સંબંધી મતભેદ ટળી જાય; તે સુલભધિપણાનું કાર્ય થાય એમ ગણી, ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છું.”
આ સિદ્ધિ તેમણે પાંચ પ્રમાણથી કરેલી છેઃ ૧. આગમપ્રમાણ, ૨. ઈતિહાસ પ્રમાણ, ૩. પરંપરા પ્રમાણે, ૪. અનુભવ પ્રમાણ અને પ. પ્રમાણપ્રમાણ.
૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૧૭૩, આંક ૪૦. ૨. એજન, પૃ. ૧૭૩. આંક ૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org