________________
પ્રકરણ ૧૦
પ્રકીર્ણ ગદ્યરચના
શ્રીમદ્દે તેમની વીસ વર્ષની વય પછીથી સાહિત્યની દૃષ્ટિએ ગદ્યરચનાઓ ભાગ્યે જ કરેલી જોવા મળે છે. તેમણે ગદ્યલખાણ ઘણું કર્યું. છે, પણ તે બધું તત્ત્વવિચારણાની દૃષ્ટિએ. તે લખાણના સૌથી માટા જથ્થા પત્રા રૂપે છે. એ ઉપરાંત રાજનીશી, ડાયરી વગેરેમાં ગદ્યલખાણ જોવા મળે છે, પણ સ્વતંત્ર પુસ્તક, નિબંધ, વિવેચન વગેરેમાંથી કાઈ પ્રકારના રૂપમાં લખવાનું તેમણે વિચાર્યું. હાય તેવું ખાસ જણાતું નથી. તેથી જ તે “ ભાવનામેાધ” કે “ માક્ષમાળા” જેવુ' એક પણ પુસ્તક તે પછી આપણને મળતુ નથી. અને જો ક્યારેક તેવુ” લખાણુ કરવાના પ્રયાસે તેમણે શરૂ કર્યા છે તે તે અપૂર્ણ છેડી દેવાયા છે. આથી આજે એક પણ ગદ્યકૃતિ એવી નથી મળતી કે જે સપૂણ હોય અને તેમની વીસ વર્ષની વય પછીથી રચાયેલી હાય. તેથી જે કંઈ અપૂર્ણ સ્થિતિમાં કૃતિએ મળે છે તેના સમાવેશ આ પ્રકરણમાં કર્યાં છે.
66
આ કૃતિમાં સૌપ્રથમ • પ્રતિમાસિદ્ધિ ” વિશેના લઘુગ્રંથ છે. તેના આદિ અને અ‘તભાગ મળે છે, મહત્ત્વના મધ્યના ભાગ અપ્રાપ્ય છે. “ દશવૈકાલિક સૂત્ર”ના એ અધ્યયનનું, 66 દ્વવ્યસંગ્રહ ”ની કેટલીક ગાથાઓનુ તથા “ ૫ચાસ્તિકાય ”નું તેમણે કરેલુ ભાષાંતર પણ વીસ વર્ષની વય પછીની ગદ્યકૃતિ તરીકે પ્રાપ્ત થાય છે. આત્માનાં છ પદને સમજાવતા તથા સત્પુરુષનું માહાત્મ્ય જણાવતા એક પત્ર શ્રીમદ્દે લલ્લુજી મહારાજ પર લખ્યા હતા, તે પણ તેમની ગદ્યશૈલીના નમૂના જેવા હોવાથી અહી” લીધે છે. આ ઉપરાંત આનદઘનજીની સ્તવનાવલિ વિશે તેમણે અપૂર્ણ રહેવા દીધેલા વિવેચનના, “સમયસાર નાટક”, “ આઠ યાગષ્ટિની સજ્ઝાય ” આદિમાંથી લીધેલી પ"ક્તિઓની તેમણે આપેલી સમજૂતીના પણ અહી' સમાવેશ કર્યાં છે. વળી, “ મેાક્ષસદ્ધાંત ”, 66 દ્રવ્યપ્રકાશ ” આદિ કેટલાક લેખેા નામ સાથે તથા બીજા કેટલાક લેખા નામ વિના લખવાની શરૂઆત તેમણે કરી હતી, તેમાંના કોઈ પૂર્ણ થયેલ નથી. તે સંતુ અવલાકન પણ અહીં કર્યું છે. અને અંતમાં તેમણે મુમુક્ષુઓને પત્રમાં ફક્ત સુવચના લખ્યાં હાય તેવા પત્રા વિશે પણ વિચાર કર્યા છે.
આમ જોઈ એ તો “ પંચાસ્તિકાય ”ના અનુવાદ સિવાયની એક પણ કૃતિ પૂર્ણ સ્વરૂપમાં મળતી નથી જોકે ૫ ચાસ્તિકાયની ” પણ જુદી જુદી લગભગ ૧૭ ગાથાને અનુવાદ નથી. જે આ હકીકત ધ્યાનમાં લઈએ તે તેમની એક પણ કૃતિ સ‘પૂર્ણ છે તેમ કહી શકાય નહિં. વળી, અન્ય લેખ આદિમાં પણ એટલા નાના ભાગ મળે છે કે તેમાંથી શ્રીમદના કાઈ પણ જાતના વ્યક્તિત્વના ખ્યાલ નથી આવતો, એટલું જ નહિ સાહિત્યિક દૃષ્ટિએ તેનું મૂલ્યાંકન કરવુ. પણ નિરર્થક બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org