________________
r
પંચમહાવ્રત
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અપરિગ્રહ — એ મુનિઓએ પાળવાયેાગ્ય પાંચ મહાવ્રત જૈન તથા કેટલાંક અન્ય દનામાં પણ જણાવાયાં છે. તે દરેકનું માહાત્મ્ય ઘણું' છે.
શ્રીમદ્દી જીવનસદ્ધિ
આત્માના કલ્યાણ માટે સર્વ પ્રકારના પ્રાણાતિપાત, સર્વ પ્રકારના મૃષાવાદ, સ પ્રકારનાં અદત્તાદાન, સર્વ પ્રકારનાં મૈથુન તથા સર્વ પ્રકારના પરિગ્રહથી નિવવાની મુનિને આજ્ઞા છે. આ સર્વવિરતિની ભૂમિકાનાં લક્ષણેા છે. આમાંથી ચાર પ્રકારનાં મહાવ્રતમાં, મૈથુન સિવાયમાં, ભગવાને અપવાદ પણ નિરૂપ્યા છે, જે પ્રત્યક્ષ તે મહાવ્રતને ખાધાકારી લાગે, તાપણ જ્ઞાનદૃષ્ટિથી જોતાં તે રક્ષણકારી છે.
આ અપવાદો કઈ રીતે રક્ષણકારી છે, તે શ્રીમદ્દે લલ્લુજી મહારાજને જણાવ્યું હતું. તે પરથી શ્રીમની વિચારણા જાણી શકાય છે. હિંસાથી ઘણો પાપબંધ થાય છે, તેથી હિ સાથી નિવવાની આજ્ઞા ભગવાને કરી છે, તેમ છતાં નદી ઊતરવા જેવા પ્રાણાતિપાતના પ્રસંગની આજ્ઞા કરી છે. નદીમાં ચાલે ત્યારે પાણીના જીવ હણાય અને હિંસા થાય, તેમ છતાં ભગવાને આજ્ઞા આપી છે. તેના હેતુ એવા છે કે હિંસાથી નિવવાની આજ્ઞા પાળતાં લેકસમુદાયના વિશેષ સમાગમ થાય તેથી પચમહાવ્રત નિર્મૂળ થવાના વખત આવે એમ જાણીને નદી ઊતરવાનુ ભગવાને કહેલ છે. તેમાં ૫ંચમહાવ્રતની રક્ષાના હેતુ એવું જે કારણ તે પ્રાણાતિપાતની નિવૃત્તિના પણ હેતુ જ છે. આમ આ પ્રાણાતિપાતની આજ્ઞા, વિચાર કરતાં, પહેલા વ્રતની દૃઢતાને અર્થે જ છે.
આવું જ ખીજા* વ્રતા માટે છે. પરિગ્રહથી સર્વથા નિવતું... છું, એવું વ્રત હાય છતાં વજ્ર, પાત્ર, પુસ્તક વગેરે અલ્પ પ્રમાણમાં રાખવાની આજ્ઞા અપાયેલી છે, મૂર્છારહિતપણે નિત્ય આત્મદશા વધવા માટે પુસ્તક રાખવાની આજ્ઞા અપાઈ છે, તથા શરીરના બંધારણ આદિનું હીનપણુ જોઈ ચિત્તસ્થિતિ સમપણે રાખવાના અર્થે વસ્ત્ર, પાત્ર પણ મૂર્છારહિત
ભાવે રાખવાની ભગવાનની આજ્ઞા છે.
Jain Education International
આમ આ ચાર પ્રકારનાં વ્રતામાં, તે વ્રતાના પાલન અર્થે, થોડી ઘેાડી છૂટ ભગવાને આપી છે. પણ ચાથા બ્રહ્મચર્યવ્રતમાં તેવી કેાઈ છૂટ અપાઈ નથી. તે વ્રતના ભગ રાગદ્વેષ વિના થઈ શકતા ન હેાવાથી તેમાં છૂટના સથા નિષેધ કરવામાં આવ્યેા છે. આ વ્રતને અનપવાદ વ્રત કહેલ છે. પુરતક, પાત્ર, વજ્ર આદિ પરિગ્રહ કે નદી પાર ઊતરવી વગેરે રાગદ્વેષ વિના કરી શકાય છે. એટલે કે તે અપવાદોમાં વ્રતમાં અમુક છૂટ લેવાતી હાવા છતાં રાગદ્વેષરહિતપણું રાખી શકાય છે, પણ મૈથુનમાં તેમ થઈ શકતું ન હોવાથી તેમાં અપવાદ નથી.૮૨
મુનિના આચાર
મુનિને પાંચ મહાવ્રતનું પાલન થાય તેવા આચારથી વર્તવાનું જિનાગમમાં જણાવાયું છે. અને તે સંયમના હેતુથી પત્ર લખવાનું કે સમાચારાદિ કહેવાનું પણ નિષિદ્ધ કરેલ
૮૨. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, આંક : ૫૦૧, ૫૦૩ વગેરે,
For Private & Personal Use Only
www.jainelibrary.org