________________
૧. જીવનરેખા
સાથે જણાવજે કે તમારા કાર્યમાં – જે મને સોંપે તેમાં – કઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કલ્પના કરશો નહિ. મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણું નથી, તેમ હું તમારાથી વર્તવા ઈચ્છતું નથી, એટલું જ નહિ, પણ કંઈ મારું વિપરીતાચરણ મન, વચન, કાયાએ થયું, તે તે માટે પશ્ચાત્તાપી થઈશ. એમ નહિ કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સોંપેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલને માટે ઠપકો આપશે તે સહન કરીશ. મારુ ચાલશે ત્યાં સુધી સ્વને પણ તમારો દ્વેષ વા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કપના કરીશ નહિ. તમને કોઈ જાતની શંકા થાય તે મને જણાવશે, તે તમારા ઉપકાર માનીશ, અને તેને ખરે ખુલાસે કરીશ. ખુલાસો નહિ થાય તે મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહિ. માત્ર તમારી પાસે આટલું ઇચ્છું છું કે, કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભાગમાં પ્રવૃત્તિ કરશે નહિ, તમારી ઈચ્છા અનુસાર તમે વર્તજે તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણમાં વર્તવા દેતાં કઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશે નહિ, અને ટૂંકું કરવા જે તમારી ઈચ્છા હોય તે ખચીત કરીને મને આગળથી જણાવી દેજે. તે શ્રેણને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું મેગ્ય કરી લઈશ. મારું ચાલતાં સુધી તમને હું ભવીશ નહિ, અને છેવટે એ જ નિવૃત્તિનું તમને અપ્રિય હશે તે હું જેમ બને તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કઈ જાતની હાનિ કર્યા વગર બનતે લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ.”૧૦૫
એક બાજુ વેપાર અને બીજી બાજુ ધર્મ પ્રવૃત્તિ બંને વચ્ચેના વિસંવાદને કારણે પોતે જ્યાં સુધી વેપારમાં હોય ત્યાં સુધી શ્રીમદ્દ પિતે ધર્મના જાણકાર તરીકે પ્રગટ ન થવાનું વિચારે છે. અલબત્ત, તેમ કરવામાં તેમનું ચિત્ત ઉદાસ રહેશે એમ તેઓ જાણતા હતા અને માટે જ તેટલો સમય પિતાની ઉદાસીનતા ગુપ્તપણે અનુભવી લેવાનું નક્કી કરે છે. પોતાના આ નિર્ણય વિશે તેઓ એક બીજા પ્રસંગે લખે છે કે –
ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે, જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિ પ્રસંગે અને ધર્મના જાણનાર રૂપે કઈ પ્રકારે પ્રગટપણામાં ન આવાય એ યથાયોગ્ય પ્રકાર છેન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિ જોગ વેદો પડે છે. જોકે વાસ્તવ્યપણે વા સમાધિપ્રત્યયી આત્મા છે.”૧૦૬
આમ છતાં તેમના પ્રત્યેક કાર્યમાં ધર્મ વણાયેલો જોવા મળતું. તેમના વેપારાદિ કાર્યમાં ધર્મ કેટલો ગૂંથાઈ ગયેલો તે વિશે ગાંધીજી લખે છે કે –
ધાર્મિક મનુષ્યને ધર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવો જ જોઈએ એમ રાયચંદભાઈએ ૧૦૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૩૫. ૧૦૬. એજન, આંક ૪૬૩, પૃ. ૩૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org