________________
૭૪
શ્રીમની જીવનસિદ્ધિ
પોતાના જીવનમાં બતાવી આપ્યું હતું. ધર્મ કંઈ એકાદશીને દહાડે જ, પજુસણમાં જ, ઈદને દહાડે જ કે રવિવારે જ પાળવાનો અથવા તો મંદિરમાં, દેરાંઓમાં, દેવળોમાં કે મસ્જિદોમાં જ પાળવાનો, પણ દુકાનોમાં કે દરબારમાં નહિ, એ કેઈ નિયમ નથી. એટલું જ નહિ પણ એમ કહેવું એ ધર્મને ન ઓળખવા બરાબર છે. એમ રાયચંદભાઈ કહેતા, માનતા અને પોતાના આચરણમાં બતાવી આપતા.”
ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હોય એ વહેમ રાયચંદભાઈએ બેટે સિદ્ધ કરી બતાવ્યો હતો. પોતાના વેપારમાં પૂરી કાળજી અને હોશિયારી બતાવતા. હીરામોતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા.
“આટલી કાળજી ને હોશિયારી છતાં વેપારની તાલાવેલી કે ચિંતા ન રાખતા, દુકાનમાં બેઠા પણ જ્યારે પોતાનું કામ પૂરું થઈ રહે એટલે ધર્મપુસ્તક ત પાસે પડયું જ હોય તે ઊઘડે અથવા પેલી પોથી કે જેમાં પોતાના ઉદગારે લખતા તે ઊઘડે.”૧૦ ૭
શ્રીમદ્દનું વ્યક્તિત્વ
શ્રીમદ રાજચંદ્રના પરિચયમાં આવનાર વ્યક્તિઓનો એક જ અભિપ્રાય જાણવા મળે છે કે, તેઓ બાળપણથી જ વૈરાગ્યવાન હતા. તેમને સંસારની સ્પષ્ટ પ્રીતિ કદી થઈ ન હતી. અને તેઓ તેનાથી છૂટવાના કામી તથા મોક્ષના અભિલાષી હતા.
૨૨ વર્ષની વયે શ્રીમદે લખેલ “સમુચ્ચય વયચર્યા ”માં તેમના જ જણાવ્યા મુજબ તેઓ બાળપણમાં અદ્દભુત સ્મરણશક્તિવાળા, રમતિયાળ, વાતડાહ્યા અને સારા ગણવાની અભિલાષાવાળા હતા. તેર વર્ષની વયથી પિતાની દુકાને બેસી વેપાર શીખવાનું તથા ધાર્મિક ગ્રંથને નિયમિત અભ્યાસ કરવાનું તેમણે ચાલુ કર્યું હતું. બાળવયમાં તેમને રાગ તેમજ ત્યાગની જાતજાતની કલ્પના આવતી હતી. પણ આ અભ્યાસકાળ પછીથી તેઓ વૈરાગ્ય તરક વિશેષ દઢ થતા ગયા હતા. “મોક્ષમાળા” અને “ભાવનાબેધ”ની રચના વખતે તે તેમને “અદ્દભુત વૈરાગ્યધાર” પ્રગટી હતી
તે સમયે તેમને કે વૈરાગ્ય વર્તતા હશે તેને આ છે ખ્યાલ આપણને તેમના તે સમયના એક ફાટા પરથી આવી શકે છે. શ્રીમદને સૌથી પહેલો ઉપલબ્ધ છેટે વિ. સં. ૧૯૪૦ને છે. આ ફેટામાં તેઓ એક ખુરશી પર લાંબે ડગલો, પહેરણ, ધેતિયું તથા મોટી પાઘડી પહેરીને બેઠા છે. સુદઢ તથા ઘાટીલું શરીર છે. તેઓ તે સમયે પ્રેસનો ઉપયોગ કરતા હોય તેમ લાગતું નથી. તેમના ગોળ, ભરાવદાર મુખ પર નિર્દોષતા, નિઃસ્પૃહતા તથા વૈરાગ્યની સ્પષ્ટ છાપ અંકિત થયેલી છે. આટલી નાની વયે વર્તતા અભુત વૈરાગ્યની છાપવાળા મુખ પરથી બાળગીની છાપ આપણું પર પડે છે.
વિ. સં. ૧૯૪૦ પછીથી વિ. સં. ૧૯૪૩ને એક ફેટે તથા વિ. સં. ૧૯૪૮માં ૧૦૭, “ગાંધીજીની પ્રસ્તાવના”, પ્રકરણ ૪, “શ્રીમની જીવનયાત્રા”, . ૧૦૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org