________________
શ્રીમદની જીવનસિદ્ધિ
લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું.”૪૨
મોટા કદનાં લગભગ ૧૦૦૦ જેટલાં છાપેલાં પાનાંમાં મળતા શ્રીમદના લખાણ માટે પૂ. ગાંધીજી જેવા ઉપર મુજબનો અભિપ્રાય ઉચ્ચારે તે જ શ્રીમની મહાનતા અને ગદ્ય તેમજ પદ્યના સર્જક તરીકેની સફળતા પુરવાર કરવા માટે બસ છે.
શ્રીમદને પ્રગટેલાં અવધિજ્ઞાન તથા લબ્ધિઓ શ્રીમદ્દ યોગ જાણતા હતા, કે તેમને લબ્ધિઓ કે અવધિજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, તેવું તેમણે કેઈને પણ જણાવ્યું ન હતું, તેમ તેમના પરિચયમાં આવનાર વ્યક્તિઓએ પણ તેવું જણાવ્યું નથી. પરંતુ તેમના જીવનમાં બનેલા કેટલાક પ્રસંગો, તથા તેમનું કેટલુંક લખાણ એ માન્યતા દૃઢ કરે છે કે તેમને અવધિજ્ઞાન તથા લબ્ધિ પ્રગટયાં હોવાં જોઈએ. એટલું જ નહિ તેઓ યોગના પણ જાણકાર હોવા જોઈએ.
અવધિ એટલે હદ. અવધિજ્ઞાન એટલે રૂપી પદાર્થનું (સ્થળ અને કાળની મર્યાદા સહિતનું) ઉપગપૂર્વક થતું અમુક હદ સુધીનું જ્ઞાન તથા દર્શન. તે અવધિ અથવા હદ ગમે તેટલી નાની કે મોટી હોઈ શકે. તે હદ જીવની શુદ્ધતાને તરતમપણું ઉપર આધાર રાખે છે. શ્રીમદ્દમાં શરૂઆતમાં આ જ્ઞાનની થોડી હદથી શરૂઆત થઈ હતી, અને પછી તે હદ ઘણું વિસ્તરી હતી તેમ કહી શકાય. તેમને આ પ્રકારનું જ્ઞાન હતું તે વિશે કેટલાંક ઉદાહરણે પણ મળે છે.
કચ્છ કેડાયના રહીશ શા. હેમરાજભાઈ તથા માલશીભાઈ શ્રીમદને મળવા ફરતા ફરતા રાજકેટ સુધી પહોંચે છે. રાજકોટમાં અંતíનથી તેઓ તે જાણી જાય છે, અને તેમને લેવા માર્ગ પર સામે જાય છે, એટલું જ નહિ પણ, કદી ન જોયેલા કે કદી ન જાણેલા એ બે ભાઈઓને નામથી તેઓ બેલાવે છે. વળી, તેમના ઉતારાની વ્યવસ્થા, તેમના આવવાની ખબર મળ્યા પહેલાં જ, શ્રીમદ શા. ધારશીભાઈને ત્યાં કરે છે. તે પ્રસંગમાં તેમણે અવધિજ્ઞાનથી જાણ્યું હોય તેમ કહી શકાય.૪૩
વળી, મોરબીમાં વિ.સં. ૧૯૪૬માં શ્રી ભાગભાઈ તેમને મળવા તથા “બીજનાન . ના મંત્ર આપવા આવે છે. તે વખતે પણ શ્રીમદ્દ તેમના આગમનની તથા તેના કારણની વાત પહેલેથી જાણી જાય છે, અને એ “બીજજ્ઞાન”નો મંત્ર સભાગભાઈના કશું કહ્યા પહેલાં તેમને જ વાંચવા આપે છે, જે તેમણે આગળથી લખી રાખ્યો છે. પહેલી જ વખત મળતા ભાગભાઈને નામ સાથે આવકારે છે. વળી, કદી સાયલા ગયા ન હોવા છતાં
૪૨. “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” પૃ. ૪૬, અથવા “ગાંધીજીની પ્રસ્તાવના ” પ્રકરણ ૩.
૪૩. વિસ્તાર માટે જુઓ આ પ્રકરણના શ્રીમની ચમત્કારિક શક્તિ તથા સ્મરણીય પ્રસંગો એ વિભાગમાં બીજો પ્રસંગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org