________________
૧. જીવનરેખા
સાહિત્યનાં વિવિધ ક્ષેત્રમાં વિહરતી શ્રીમની કલમે “રેજનીશી”, “હસ્તનેધ” આદિનું પણ સર્જન કર્યું છે. આ લખાણ શ્રીમદ્દના અંગત ઉપગ માટે જ થયેલું હોઈ વ્યવસ્થિત કે અનુક્રમમાં નથી. શ્રીમદ્ કાયમ પોતાની પાસે એક નેધપોથી રાખતા, અને જ્યારે કેઈ અગત્યને વિચાર આવે ત્યારે તેનું કોઈ પણ એક પાનું ખેલી તેમાં તે ટપકાવી લેતા. આ રીતે વિચારોના ટાંચણથી જ તેમની નોંધપોથી ભરાયેલી છે. વળી, આ લખાણ અંગત ઉપયોગ માટેનું જ રહેવાને લીધે ઘણી વાર ખૂબ જ સંક્ષેપમાં થયેલું છે અને તે એટલી હદ સુધી કે તે સમજવામાં પણ મુશ્કેલ લાગે. વળી, આ લખાણની વિશેષતા એ છે કે તે જિંદા કે અગત્યના બનાનું વર્ણન નથી, પણ આત્માને લગતી વિચારણું અને તેમની આંતરિક સ્થિતિનું નિરૂપણ છે.
આમ જોઈએ તે વીસ વર્ષની વય પછી પણ શ્રીમદે સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં લખાણ કર્યું છે, પણ તે સર્વ તેમની હયાતી બાદ પ્રસિદ્ધ થયું હોવાને લીધે લોકો શ્રીમદ્દને સાચા સ્વરૂપે પછીથી જ જાણી શક્યા.
શ્રીમદ્દનું લખાણ સમગ્રપણે જોઈએ તે તેમાં ગદ્ય કરતાં પદ્ય-લખાણ ઓછું છે. પરંતુ કક્ષાની રીતે જોઈએ તે પદ્ય-લખાણની કોટિ ગદ્ય કરતાં ઊંચા પ્રકારની છે. ગદ્યનો માટે જશે તે પત્રોને છે, અને બાકીનું મોટા ભાગનું લખાણ અપૂર્ણ સ્વરૂપમાં છે. અને તેમાં પણ કઈ પણ કૃતિ પદ્યમાં રચાયેલ “આત્મસિદ્ધિ” કે “અપૂર્વ અવસરની કક્ષાની બની શકેલ નથી.
પદ્યરચનાની બાબતમાં આથી જુદું છે. મોટા ભાગની રચનાઓ પૂર્ણ છે. પદ્ય એ તેમના ભાવને પ્રગટ કરવાનું વિશેષ સફળ સાધન બની શકહ્યું છે. તેમ આપણે તેમની “આત્મસિદ્ધિ”, “અપૂર્વ અવસર”, “મૂળમાર્ગ રહસ્ય” આદિ રચનાઓ જોતાં કહી શકીએ તેમ છીએ. પ્રમાણની દૃષ્ટિએ પદ્યરચના કદાચ ઓછી લાગે, પણ તેની ગુણવત્તાની દૃષ્ટિએ જોતાં શ્રીમની સાચી પ્રતિભા આપણે પદ્યમાં જ ઝળકતી જોઈએ છીએ. તેમણે આપેલી એકેએક પદ્યરચના તેમની કવિપ્રતિભાની સાક્ષી પૂરે છે.
પદ્યની સરખામણીમાં શ્રીમદની પ્રતિભા ગદ્યમાં ઓછી પ્રતિબિંબિત થાય છે તે ખરું, પણ તેથી તેમના ગદ્ય-લખાણનું મૂલ્ય ઓછું આંકી શકાય તેમ નથી. તેમના ગદ્ય-લખાણને સ્વતંત્ર રીતે તપાસીએ તે આપણે જરૂર શ્રીમદ્દ ગદ્યસ્વામી કહેવા પ્રેરાઈ એ. પોતાના પત્રોમાં તેઓએ જે તર્કબદ્ધતાથી પોતાના વિચારો રજૂ કર્યા છે, તેમ કરવામાં જે સરળ ભાવવાહી ભાષા વાપરી છે, વિવેચનમાં જે વિચારશક્તિ દર્શાવી છે તે સર્વ તેમની ગદ્યસ્વામી તરીકેની સમર્થતા દર્શાવે છે. તેમના ગદ્ય કે પદ્ય કઈ પણ પ્રકારના લખાણુમાં અનુભવને નિચોડ વાચકને જોવા મળશે જ. તેથી જ પૂ. ગાંધીજી તેમના લખાણ વિશે ગ્ય જ લખે છે કે –
“તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org