________________
શ્રીમદની અવનસિદ્ધિ ફેરફાર પણ કર્યો છે. પ્રબળ સર્જનપ્રતિભા અને આધ્યાત્મિક કક્ષા વિના આવી કૃતિ આ રીતે રચાવી અશક્ય છે.
આ બંને પદ્યરચનાઓ ઉપરાંત શ્રીમદે વીસ વર્ષની વય પછી “વીસ દેહરા”, “મૂળમાર્ગ રહસ્ય”, “બિના નયન”, “યમનિયમ” વગેરે મળી કુલ વીસેક જેટલી પદ્યરચનાઓ કરી છે. આ રચનાઓમાં મોક્ષમાર્ગનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, તથા આત્માને લગતા તત્ત્વચિંતનનું નિરૂપણ છે. આ બધી રચનાઓ પણ શ્રીમદ્દની ઉરચ આધ્યાત્મિક કક્ષા બતાવે છે.
આટલું પદ્યસાહિત્ય શ્રીમદ્દની વીસ વર્ષની વય પછી ચાયેલું મળે છે. જે તેમની “કવિ” તરીકેની સિદ્ધિની પ્રતીતિ કરાવે છે.
શ્રી કુંદકુંદાચાર્ય રચિત “પંચાસ્તિકાય”નો અનુવાદ શ્રીમદે તેમની ૩૦ વર્ષની વયે કર્યો હતો. તેના બંને અધ્યાયની ગાથાઓમાંથી લગભગ ૧૭ જેટલી ગાથાઓને અનુવાદ મળતો નથી. બાકીની બધી ગાથાઓને લગભગ શબ્દશઃ છતાં મૂળનો ભાવાર્થ જાળવતો ગદ્ય-અનુવાદ શ્રીમદે આપણને આપે છે. આ ઉપરાંત “દશવૈકાલિક સૂત્ર”ના બે અધ્યયનનો તેમ જ « દ્રવ્યસંગ્રહ »ની કેટલીક ગાથાઓને અનુવાદ પણ તેમણે કર્યો છે, માગધી ભાષા ન સમજી શકનાર માટે આ અનુવાદ ખૂબ ઉપયોગી છે. તે બધામાં તેમની અનુવાદક તરીકેની કુશળતા જોવા મળે છે.
આનંદઘનજીનાં કેટલાંક પદોની સમજણુ, સૂયગડાંગ અને દ્વાદશાંગીની કેટલીક ગાથાઓનું વિવેચન, અન્ય કેટલીક ગાથા તથા કેની સમજણ, અન્ય કવિઓની કેટલીક પંક્તિઓ પરનું વિવેચન, એ વગેરે રૂપે આપણને શ્રીમદનું વિવેચનસાહિત્ય મળે છે. તે બધાંમાં તેમની દૃષ્ટિ વિવેચક કરતાં સત્યઅષકની વિશેષ દેખાય છે. તેમનું આ બધું વિવેચનાત્મક લખાણ મુખ્યત્વે મુમુક્ષુઓના પત્રોમાં જોવા મળે છે, તે પરથી અનુમાન કરી શકાય કે તેમણે એ લખાણ પાછળનો ઉદ્દેશ મુમુક્ષુઓને સમજણ આપવાનું રાખે હતો, અને નહિ કે કઈ જાતની પ્રસિદ્ધિ મેળવવાનો કે વિવેચક થવાને. પ્રસિદ્ધિ અને ધનવૈભવથી દૂર ભાગનાર માટે એવો મેહ હોવાની કલ્પના કરવી એ પણ અગ્ય જ ગણાય. આમાંનું કેટલુંક લખાણ હાલમાં અપૂર્ણ દશામાં મળે છે.
પ્રતિમાસિદ્ધિ” પરને લઘુગ્રંથ, મેક્ષસિદ્ધાંત” વિશેનો લેખ, “ દ્રવ્યપ્રકાશ” નામનો લેખ, – એમ કેટલાક ગદ્યલેખની શરૂઆત પણ શ્રીમદે તેમની વીસ વર્ષની વય પછીથી કરી હતી. પરંતુ તે બધાં લખાણે અપૂર્ણ રહેલ છે, અથવા અપૂર્ણ મળે છે. પ્રતિમાની આવશ્યકતા બતાવવી, મોક્ષ મેળવવાનો માર્ગ સમજાવ, ષડ્રદર્શનની સમીક્ષારૂપ સમજણ આપવી વગેરે વિષયો આ બધા લેખોમાં પસંદ કરાયા છે.
શ્રીમદે કેટલાંક ગદ્ય-સુભાષિતેની પણ રચના કરી છે. તેમાંનાં કેટલાંક વચને પ્રમાણમાં લાંબાં છે. એમાં મુખ્યત્વે આત્મા તથા મોક્ષમાર્ગ દર્શાવનારાં વચને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org