________________
૧. જીજનરેખા
શ્રીમદ્ સોભાગભાઈના ઘરનું બારણું સાયલામાં કઈ દિશામાં છે તે પણ યથાર્થ કહી દે છે. સેભાગભાઈ સાથેના આ સર્વ પ્રસંગે તેમને પ્રગટેલા અવધિજ્ઞાનના સૂચક ગણી શકાય.
એ જ રીતે ત્રણ માસ અગાઉ શ્રી જૂઠાભાઈના અવસાન સંબંધી કરી રાખેલ નેધ, વવાણિયાના વીરચંદ દેસાઈ અને તેમનાં પત્નીના અવસાન બાબત આપેલી માહિતી, દલીચંદભાઈના પિતાશ્રી, ગરાશિયા બાપુ આદિના મૃત્યુ વિશે કરેલો નિર્દેશ, પિતાના પિતાને ચમનપર ન જવાની કરેલી વિનંતી આદિ પ્રસંગે તેમને પ્રગટેલાં અવધિજ્ઞાનને જ નિર્દેશ કરે છે, એમ કહી શકાય. કેઈને કંઈ મુકેલી આવવાની હોય, અનિષ્ટ થવાનું હોય, શુભ થવાનું હોય તે વગેરે વિશે તેઓ જાણી શકતા, અને તેને સંબંધિત વ્યક્તિઓને પણ જણાવતા. આવા સંખ્યાબંધ પ્રસંગે શ્રીમદના જીવનમાં બનેલા જાણવા મળે છે, જે શ્રીમદ્દમાં અમુક અપૂર્વ સિદ્ધિ હતી તે સાબિત કરે છે, જેને “અવધિજ્ઞાન” કહી શકાય.
આ જ પ્રમાણે મન પર્યાવજ્ઞાનની શક્તિ પણ તેમનામાં ખીલી હતી, એમ આપણે કહી શકીશું. મન:પર્યાવજ્ઞાન એટલે સામેની વ્યક્તિના મનના ભાવ જાણ જવા. આ જ્ઞાનની શરૂઆત પણ તેમને નાની વયથી થઈ હતી. જોકે પાછળથી તે જ્ઞાન ઘણું વધ્યું હતું, પણ તેને ઉપયોગ તેઓ નહોતા કરતા. મોરબીના શ્રી છોટાલાલ રેવાશંકર અંજારિયા પોતાનાં સંસ્મરણોમાં નોંધે છે કે –
શ્રીમદ કે પ્રસંગ ઉપર અમારામાંનો કઈ વાત કરવાની શરૂઆત કરે ત્યારે, તેના મનનો હેતુ શું છે તે કહી આપતા. કેટલાક મિત્રો કબૂલ ન કરે છતાં પરિણામે તેનો હેતુ તેમના કહેવા મુજબ સિદ્ધ થતું.”૪૪
શ્રી મનસુખભાઈ કિરચંદ મહેતાએ પણ, પોતાના મનના પ્રશ્ન જાણીને જ શ્રીમ તેના ઉત્તરે કંઈ પણ પૂછાયા વિના આપ્યા હોય તેવા અનેક પ્રસંગે “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા ”માં નોંધ્યા છે. તેઓ ઉપદેશ આપતા તે વખતે પણ શ્રોતાના મનના પ્રશ્નોનું સમાધાન, તે પ્રશ્નો પૂછાયા પહેલાં જ, કરી દેતા, પરિણામે કેઈને પ્રશ્ન પૂછવાને રહેતે નહિ, તેવી નેધ ખંભાતના છોટાલાલ માણેકચંદ, મોરબીના મનસુખભાઈ કિરચંદ મહેતા વગેરેએ લીધી છે. લીંબડીના શ્રી ઠાકરશી લહેરચંદ શાહે પણ પોતાના મનના ભાવ જાણી શ્રીમદ “ઉત્તરાધ્યયન સૂત્ર”નું એક અધ્યયન સમજાવ્યું હતું એ આદિ પ્રસંગે પિતાનાં સંસ્મરણમાં નોંધ્યા છે.૪૫
શ્રીમદની આ વિશિષ્ટ શક્તિઓનો પરિચય આપતા પ્રસંગે “શ્રીમદની વિશિષ્ટ શક્તિ તથા સ્મરણીય પ્રસંગે” નામના આ પ્રકરણના વિભાગમાં નિધ્યા છે, જે જોતાં તેમની શક્તિઓને ખ્યાલ આવી શકશે.
૪૪. “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ ", પૃ ૧૦૦. ૪૫, એજન, ૫. ૧૧૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org