________________
શ્રીમદની જીવનસિદ્ધિ - જ્ઞાનના મતિ, ભુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ પ્રકાર છે. તેમાં શ્રેષ્ઠ તે કેવળજ્ઞાન, તેના પછીનું મન:પર્યવ, તે પછીનું અવધિ, એવા ક્રમમાં આ જ્ઞાન ગોઠવેલ છે. ઉપરના પ્રસંગે પરથી આપણે એ તારવી કાઢી શકીએ છીએ કે શ્રીમદ્ ચોથા મન:પર્યવ જ્ઞાન સુધી તે પહોંચી ગયા હતા. અવધિ અને મન:પર્યવની કઈ કક્ષા સુધી તેઓ પહોંચ્યા હતા તે જાણવાનાં આપણી પાસે સાધન નથી, કારણ કે જેમ જેમ તેમના આત્માની કક્ષા ઉચ્ચ થતી ગઈ હતી, તેમ તેમ તે દશા તેમણે વધુ ને વધુ ગુપ્ત રાખી હતી. એથી તેમની અંતિમ દશા કઈ હશે તે જાણવું ઘણું મુશ્કેલ બની રહે છે. પણ આ બંનેને ઘણું સારા પ્રમાણમાં વિકાસ થયો હશે તે તો આપણે ચોક્કસ કહી શકીએ. પિતાને હવે એક જ ભવ લેવાને બાકી છે તેની નોંધ કરતાં, એક અંગત કાવ્યમાં તેમણે લખ્યું છે કે, “તેથી દેહ એક જ ધારીને, જશું સ્વરૂપ સ્વદેશ રે.” આ પણ તેમણે અવધિજ્ઞાનથી જાણ્યું હોય તે જ સંભવિત છે.
આમ તેમને આત્મા આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હોય ત્યારે અન્ય લબ્ધિઓ પણ પ્રગટી હોય તે સ્વાભાવિક છે. શ્રીમદ્ તે લબ્ધિઓને ઉપયોગ ભાગ્યે જ કર્યો છે. તેથી તેમને એવી લબ્ધિ પ્રગટી હશે કે કેમ તેવી શંકા થવાને પણ સંભવ છે, પણ કેટલાક પ્રસગે અને તેમનાં વચન પરથી આપણે જોઈ શકીશુ કે, ભલે તેમણે પ્રાપ્ત લબ્ધિઓને ઉપયોગ નહોતે કર્યો, પરંતુ તે હતી તે નિઃશંક છે.
શ્રીમદના બનેવી ર. ટેકરશીભાઈ મહેતા છેલા મંદવાડ વખતે સનિપાતના દર્દમાં સપડાયા હતા. તે વખતે તેમને ભાગતા રોકવા સતત બે જણાએ ઝાલી રાખવા પડતા હતા, પણ શ્રીમદ્દ તેમની પાસે હોય તેટલો વખત તેઓ પૂરા દેશમાં રહેતા, એ શ્રીમના કેઈ લબ્ધિના ઉપગનું જ પરિણામ હતું.૪૬ ટોકરશીભાઈના દેહ છૂટવા પૂર્વે શ્રીમદ્ કરેલાં હાથ, આંખ આદિનાં નિશાને તથા તેમાંથી ટેકરશીભાઈની ફરેલી વેશ્યા, તે પણ કઈ લબ્ધિને ઉપયોગ સૂચવે છે. અને એ અજાયબી વિશે જ્યારે પદમશીભાઈએ શ્રીમદને પૂછયું, ત્યારે શ્રીમદ્દે આપેલા ઉત્તર ઉપરની માન્યતાનું સમર્થન કરે છે.
“પ્રાણવાયુ અપાનવાયુના સંબંધથી રહેલ છે. દરેક વખતે શ્વાસને અપાનવાયુ ખેચે છે તેને શ્વાસ કહે છે. એ વાયુનો સંબંધ છૂટા પડધેથી પ્રાણ ચાલ્યો ગયે એમ કહેવાય છે. તે વખતે જીવની જેવી વેશ્યા હોય તેવી ગતિ થાય છે, અને શક્તિબળે જીવોની લેશ્યા ફેરવી શકાય છે.”
આમ શક્તિબળથી શ્રીમદ્ ટેકરશીભાઈની લેગ્યા ફેરવી હતી, તે તેમને યોગશાસ્ત્રમાં બતાવેલી લબ્ધિ પ્રાપ્ત થઈ હતી તે સૂચવે છે. વળી, અપાનવાયુ, પ્રાણવાયુ, આદિના સંબંધની વાત યોગ જાણનાર જ સમજી શકે. શ્રીમદ્ આમ લબ્ધિને ઉપયોગ કર્યો હોય તેવાં ઉદાહરણે ભાગ્યે જ જોવા મળે છે.
૪૬. વધુ વિગત માટે જુઓ, “સ્મરણીય પ્રસંગ” આંક ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org