________________
૧૧. આમદને કામિક આત્મવિકાસ
અપૂર્વ અવસર” એ તેમની અંગત પરિસ્થિતિ તથા અભિલાષા સૂચવતું જેના પરિપાટી અનુસાર રચાયેલું શ્રીમદ્દનું અનુપમ કાવ્ય છે. તેમાં બાહ્યાંતર નિર્ગથ થઈ, સર્વ પરિષહ અને ઉપસર્ગ સમભાવે સહીને “મોક્ષપદ” પામવાને તેમને અભિલાષ વ્યક્ત થયે છે, જીવ એક પછી એક ગુણસ્થાન કેવી રીતે ચડતો જાય છે તેનું ક્રમિક વર્ણન તેમાં આપેલું છે. અને તેમાં પિતાનું ગુણસ્થાન ભાવથી જોતાં સાતમું છે તેને પણ નિદેશ કરેલો છે. આમ વિ. સ. ૧૯૫૩માં તેઓ ભાવથી સાતમા ઉત્કૃષ્ટ ગુણસ્થાને આવી ગયા હતા તે આપણે જાણી શકીએ છીએ.
તેમની એ કક્ષા લેવાની સાક્ષી પૂરે એ એક પ્રસંગ પણ વિ. સં. ૧૯૫૩માં બન્યું હતો. વિ. સ. ૧૯૫૬ના જેઠ વદ ૧૦ના રોજ તેમના પરમાર્થ સખા અને ૨
શ્રામરૂપ સભાગભાઈએ દેહ છોડ્યો. તે સમાચાર જાણ્યા પછીથી પણ તેમણે જે ધીરજ રાખી હતી, અને અન્ય મુમુક્ષુઓને જે બોધ આપ્યો હતો, તે જ તેમની આત્મિક ઉચ્ચ દશા બતાવે છે. તેમને આત્મા એટલી ઉચ્ચ કક્ષાએ વિરાજતો હતો, અને એવા પ્રકારની અસંગદશા પામ્યો હતો કે આ દુઃખને પણ તેઓ ખૂબ જ સહેલાઈથી પચાવી ગયા હતા. જૂઠાભાઈના અવસાન વખતે પોતાને થતા ખેદના જેવા ઉદ્દગારો શ્રીમદ્ કાઢયા હતા, તેમાંનું કંઈ પણ ભાગભાઈ વિશે તેમણે લખેલું જણાતું નથી. ભાગભાઈના ગુણને સંભાય છે, પણ તેમના વિયેગથી થતો ખેદ દર્શાવ્યો નથી. અને ખરી રીતે જોઈએ તે, તેમને ઠાભાઈ કરતાં ભાગભાઈ સાથે ઘણું વિશેષ અને લાંબા ગાળાને સંબંધ હતો; તેમ છતાં બંનેના અવસાનથી થયેલી અસરમાં જે ફેર દેખાય છે તે તેમની આત્મિક સ્થિતિને આભારી હતું તેમ આપણે કહી શકીએ.
વિ. સં. ૧૯૫૪માં પણ તેમણે પરમાર્થમાર્ગમાં આગળ વધવાની જ પ્રવૃત્તિ રાખી હતી. તે વર્ષમાં અન્ય મુમુક્ષુઓને પરમાથે માર્ગદર્શન આપતા પત્રો વિશેષ જોવા મળે છે, સાથે સાથે પોતાની આંતરિક ઉચ્ચ દશાને વ્યક્ત કરતી તત્ત્વવિચારણા પણ તેમાં અપાયેલી છે. તેમનું ચિંતન ગૂઢ અને નિશ્ચયાત્મક બનતું જાય છે. બીજી બાજુ પત્રનું લખાણ વિશેષ ઘટી જાય છે. વિ. સં. ૧૫રની સાલથી નિવૃત્તિક્ષેત્રમાં રહેવાને સમય પણ તેમણે વધારી દીધું હતું, અને એ ક્ષેત્રોમાં કડક ત્યાગીનું જીવન તેઓ જીવતા હતા. આ વર્ષમાં કોઈ વિશિષ્ટ દશા જાણવા મળતી નથી. તેમણે પિતાની અભિલાષા વિશે વિ. સં. ૧૯૫૪ના આ માસમાં લખ્યું હતું કે –
મારુ ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય!
મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે, આ શરીરને જડપદાર્થ જાણી પિતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે ૮૨
વિ. સં. ૧લ્પપમાં શ્રીમદે ધારેલી નિવૃત્તિ મેળવી. તેઓ વેપારમાંથી સર્વથા નિવૃત્ત થયા, અને એક સભામાં લક્ષમી તથા સ્ત્રીને ત્યાગ કર્યો. અને એ વ્રત તેઓ સંપૂર્ણપણે
૮૨. શ્રીમદ્ રાજચંદ્ર, અગાસ આવૃત્તિ, આંક ૮૫૦
૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org