________________
૧. જીવનરેખા પણ તેમણે પત્નીને સંગ માત્ર ધર્મમય વાતાવરણ માટે ઇચ્છો છે, અર્થાતુ બંને ધર્મમૂતિ બને એવી અભિલાષા વ્યક્ત કરતાં તેમાં લખ્યું છે કે –
બંને ધર્મમૂતિ થવા પ્રયત્ન કરીએ. મેટા હર્ષથી પ્રયત્ન કરીએ...તમે સ્વચ્છતાને બહુ ઈરછજે, વીતરાગભક્તિને બહુ જ ઈચ્છજો, મારી ભક્તિને સમભાવથી ઇચ્છો. તમે જે વેળા માંરી સંગતિમાં છે તે વેળા સર્વ પ્રકારે મને આનંદ થાય તેમ રહેજે. વિદ્યાભ્યાસી થાઓ. વિદ્યાયુક્ત વિદી સંભાષણ મારાથી કરજે. હું તમને ચુત બોધ આપીશ. તમે રૂ૫સંપન્ન, ગુણસંપન્ન અને રિદ્ધિ તેમજ બુદ્ધિસંપન્ન તેથી થશે. પછી એ દશા જોઈ હું પરમ પ્રસન્ન થઈશ.”૭૪
આ જ વર્ષના માહ માસમાં પોતાને લાગતું સંસારનું સ્વરૂપ વર્ણવતાં તેમણે લખ્યું છે કે :
કુટુંબરૂપી કાજળની કેટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણું કરશે તે પણ એકાંતથી જેટલે સંસાર ક્ષય થવાને છે, તેને સામે હિંસે પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે, મેહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે.”૭૫
આમ બધી રીતે જોતાં શ્રીમદને સંસાર એ અત્યંત દુઃખનું કારણ લાગતું હતું. તેથી તેઓ તેનાથી છૂટવા પુરુષાથી હતા. પરંતુ કર્મોદય એટલે બળવાન હતો કે તેઓ તેનાથી છેવટ સુધી છૂટી નહોતા શક્યા. આ રીતે શરૂઆતથી જ તેમનામાં લગ્નજીવન માટે વરાગ્ય હતું, તે પછી તેમણે તેની શરૂઆત શા માટે કરી તેને ખ્યાલ આપતાં વિ. સં ૧૯૪૬ના વૈશાખ વદ ૧૨ના કોઈ ભાઈ ને, પોતાને ગૃહસ્થાશ્રમ મધ્યમ પ્રકારને જણાવી તેમણે લખ્યું હતું કે :
તરવજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહસ્થાશ્રમથી વિરક્ત થવાનું અધિસ્તર સૂછે છે. અને ખચીત તે તત્ત્વજ્ઞાનને વિવેક અને ઊગ્યો હતો, કાળનાં બળવત્તર અનિષ્ટપણને લીધે તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કર પડ્યો; અને ખરે! જો તેમ ન થઈ શક્યું હોત તે તેના (આ પત્રલેખકના) જીવનને અંત આવત. જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરે પડયો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે, બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે. તથાપિ જ્યાં નિરૂપાયતા છે, ત્યાં સહનશીલતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે.”૭૬ ૭૪. એજન, પૃ. ૨૩૪. ૭૫. એજન, પૃ. ૨૧૦. ૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org