________________
૫૪
શ્રીમદને જીવનસિદ્ધિ સંસાર દુઃખમય લાગતું હોવા છતાં પૂર્વકર્મને લીધે તેઓ તેનાથી છૂટી શક્તા ન હતા, પરિણામે એ સર્વ ખેદ તેમને અંતરમાં જ શમાવવો પડતે હતે. એ દુઃખમાંથી થોડી શાંતિ મેળવવા, જ્યાં સુધી પૂર્વોપાર્જિત કર્મ હોય ત્યાં સુધી પોતે સ્ત્રી સાથે કઈ રીતે વર્તવું તે વિશે તેઓ વિ. સં. ૧૯૪૫માં જ લખે છે કે :
સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું, એક સત્સંગી તેને ગણવી, તેનાથી ધર્મબહેનને સંબંધ રાખવો. અંતકરણથી કોઈ પણ પ્રકારે મા-બહેન અને તેમાં અંતર ન રાખ. તેના શારીરિક ભાગને કેાઈ પણ રીતે મોહકર્મને વશે ઉપભોગ લેવાય છે, ત્યાં
ગની જ સ્મૃતિ રાખી “આ છે તે હું કેવું સુખ અનુભવું છું?” એ ભૂલી જવું (તાત્પર્ય – તે માનવું અસત્ છે.), મિત્ર મિત્રની જેમ સાધારણ ચીજને પરસ્પર ઉપગ લઈએ છીએ તેમ તે વસ્તુ લેવા (વિ.)ને સખેદ ઉપગ લઈ પૂર્વબંધનથી છૂટી જવું. તેમાંથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી. વિકારણને કાયાએ અનુભવ કરતાં પણ ઉપયોગ નિશાન પર જ રાખવો.
“તેનાથી કોઈ સંતાનોત્પત્તિ થાય તે તે એક સાધારણ વસ્તુ છે, એમ સમજી મમત્વ ન કરવું. પણ એમ ચિંતવવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલ પદાર્થ, આ પાછો તેમાં કાં ભૂલી જાય છે-મહા અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. એ શી વિચિત્રતા છે ! ઈચ્છવું એમ કે બંનેના સાગથી કઈ હર્ષશોક કે બાળબચ્ચાંરૂપે ફળની ઉત્પત્તિ ન થાઓ. એ ચિત્ર મને સંભારવા ન દો. નહીં તે એક માત્ર સુંદર ચહેરે અને સુંદર વર્ણ (જડ પદાર્થનો) તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કેઈ પણ પ્રકારે વિસારીશ નહિ.”૭૨
અહી સ્પષ્ટ થાય છે તેમ તેઓ વાસનાથી મુક્ત થવા શરૂઆતથી જ પ્રયત્ન કરતા હતા. અને જ્યારે જ્યારે તેમ ન બની શકે ત્યારે તેઓ મહાખેદ પણ પામતા હતા. પિતાનામાં રહેલી આંતરિક નિગ્રંથશ્રેણી વિશે તેઓ વિ. સં. ૧૯૪૫ના શ્રાવણ વદમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને લખે છે કે –
જ્યાં સુધી ગ્રહવાસ પૂર્વકર્મના બળથી ભગવો રહ્યો છે ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત–ઉદાસીન ભાવે સેવવાં ર્યોગ્ય છે. બાહ્યભાવે ગૃહસ્થશ્રેણી છતાં અંતરંગ નિગ્રંથશ્રેણી જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધ છે, મારી આત્માભિલાષા તે શ્રેણીમાં ઘણું માસ થયાં વતે છે.”૭૩
લગ્ન પછી એક વર્ષમાં જ વધવા માંડેલો વૈરાગ્ય તે પછીના વર્ષમાં વિશેષ જોર પકડે છે અને શ્રીમદનાં એ બાબતનાં વચને વધુ નિશ્ચયાતમક બને છે. એટલું જ નહિ, વિ. સં. ૧૯૪૬માં પોતાની રોજનીશીમાં તેમણે પોતાની પત્નીને ઉદ્દેશી એક પત્ર લખ્યો છે. તેમાં
૭૨. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૯૬. ૭૩. એજન, પૃ. ૧૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org