________________
૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ
૫૭૭ કરેલી જૂઠાભાઈની અવસાનની નેધ માત્ર થોડા કલાકના ફેર સાથે સાચી પડી હતી. વિ. સં. ૧૯૪૬ના અષાડ સુદ ૧૦મે શ્રીમદે એ વિશે નેપ્યું હતું કે –
લિંગદેહજન્યજ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયે જાયે. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા.”૭
જૂઠાભાઈ માટે શ્રીમદ્દને કેટલું માન હતું તે આપણને શ્રીમદના અષાડ સુદ ૧૦ના લખેલા પત્રમાં જોવા મળે છે, તેમાં તેમણે લખ્યું હતું કે –
એ પાવન આત્માના ગુણેનું શું સ્મરણ કરવું ? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ?
એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું, એ આત્મદશારૂપે ખરો વિરાગ્ય હતે.
મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગને પરમરાગી હત, સંસારને પરમગુસિત હતું, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યફભાવથી વેદનીય કર્મ દવાની જેની અદ્ભુત સમતા હતી, મેહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એ એ જૂઠાભાઈને પવિત્રાત્મા આજે જગતને, આ ભાગને ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સહચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાહૂલાદમાં આયુષ્ય અચિંતુ પૂર્ણ કર્યું.
અરેરે ! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય? મોક્ષમાર્ગને દે એવું જે સમ્યક્ત્વ જેના અંતરમાં પ્રકાણ્યું હતું, એવા પવિત્રામાં જૂઠાભાઈને નમસ્કાર હો ! નમસ્કાર હો !”.
આ પત્રમાં શ્રીમદે જૂઠાભાઈના નામને પરમાર્થ કેટલી સુંદર રીતે સમજાવ્યો છે! દેહ પરની પ્રીતિથી જોતાં તેઓ જૂઠા હતા તે “એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું.” એ વાક્ય દ્વારા સમજાવ્યું છે. અને પરમાર્થથી જોતાં દેહને મેહ વૈરાગ્યને લીધે છૂટી ગયો હતો તે શ્રીમદ્ “અને આત્મદશા રૂપે ખરે વૈરાગ હતે.” તે શબ્દો દ્વારા સમજાવ્યું છે. આમ તેમના લૌકિક નામમાંથી શ્રીમદ્દે તેને પરમાર્થ સ્કૂટ કરી બતાવ્યા છે.
ઉપરને પત્ર લખ્યા પછી પાંચ દિવસે એટલે કે અષાડી પૂનમે શ્રીમદે તેમના વિશે લખ્યું હતું કૈઃ- ૭-૮. “શ્રીમદ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૧૧૭
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org