________________
૩૩૦
શ્રીમદની જીવનસિદ્ધિ બારમી – એ નવ કડીમાં શ્રીમદે બતાવ્યું છે. નિર્ગથે મુનિ વિશેને પિતાને આદર્શ, અર્થાત્ મુનિ તરીકે પોતે પાળવા ધારેલા ચારિત્રને ખ્યાલ શ્રીમદે આ કડીઓમાં આપણને આપે છે. તે ચારિત્રમાં આત્મસ્થિરતાને સૌ પ્રથમ સ્થાન આપતાં લખ્યું છે કે –
“આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યુગની, મુખ્યપણે તે વર્તે દેહપર્યત જે; ઘર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી,
આવી શકે નહિ તે સ્થિરતાને અંત જે.” અપૂર્વક આત્માની સ્થિરતા કેવી હોવી જોઈએ તે બતાવતાં અહીં કહ્યું છે કે, ત્રણ યોગના સંક્ષિપ્ત ભાવરૂ૫ આત્મસ્થિરતા જીવનપર્યત એટલી પ્રબળતાથી વતે કે જેથી, પ્રાણઘાતક નીવડે તેવા પરિષહ કે ઉપસર્ગને ભય ઉત્પન્ન થાય ત્યારે પણ તે સ્થિરતાનો અંત આવે નહિ. એ અપૂર્વ અવસર ક્યારે આવશે ?
પૂ. સંતબાલજીના લખવા મુજબ આ કડીમાં “જૈન આગમોમાં વર્ણવાયેલા પાંચમા ગુણસ્થાનવતી સાધકનું આમાં બયાન છે.”૨૨ પાંચમા ગુણસ્થાને જીવને “ગૃહસ્થ સાધક,
સરાગ સંયમી ” કે “વ્રતધારી શ્રાવક” તરીકે ઓળખવામાં આવે છે. પાંચમે ગુણસ્થાને પરિગ્રહાદિથી છૂટવાનો તેનો પ્રયતન હોય છે. તે ત્યાગવૃત્તિ પ્રબળ બનતાં તે સર્વવિરતિ ગ્રહણ કરે છે. સર્વવિરતિ સાધુ માટે ૬ અને ૭ એ બે ગુણસ્થાન છે. દીક્ષા લેતી વખતે ભાવ ઉત્કૃષ્ટ હોવાથી જીવ સાતમે ગુણસ્થાને હોય છે, પણ પછી મનની ચંચળતાને લીધે તે છઠ્ઠા અને સાતમ ગુણસ્થાન વચ્ચે ચડઊતર કર્યા કરે છે.
આ કડીમાં પરિષહ કે ઉપસર્ગના ભયથી પણ સાધકની આત્મસ્થિરતા ન ડગવી જોઈએ તેવી ભાવના છે. પરિષહ કે ઉપસર્ગનો ઉપદ્રવ ગૃહસ્થદશા કરતાં મુનિદશામાં વિશેષ સંભવિત છે, એ પરથી આ કડીમાં આપેલું વર્ણન શ્રી કાનજીસ્વામી, શ્રી જયવિજયજી તથા શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠ જણાવે છે તે પ્રમાણે સાતમા ગુણસ્થાનવતી જીવને વિશેષ લાગુ પડતું લાગે છે. આ વર્ણન “સરાગ સંયમી” કરતાં “સર્વવિરતિ સાધુ” માટે વધુ સંભવિત છે. એટલે શ્રી સંતબાલજીના અભિપ્રાય સાથે આ વર્ણન વિશે ભેદ આવે છે.
આત્મસ્થિરતા” એટલે આત્મા વિભાવદશામાં ન જતાં પોતાના સ્વભાવમાં ટકી રહે છે. અર્થાત્ શ્રી કાનજીસ્વામી જણાવે છે તેમ –
આત્મસ્થિરતા એટલે મન, વચન, કાયાના આલંબનરહિત સ્વરૂપ મુખ્યપણે વતે, તેમાં અંડ ન પડે એવી સ્થિરતા.૨૩
અહીં ત્રણ સંક્ષિપ્ત યોગની સ્થિરતાની વાત છે. યોગ એટલે આત્મા અને ક્રિયાનું જોડાણ. ક્રિયા ત્રણ પ્રકારની છે ? મનની, વચનની અને કાયાની. તેથી યોગ પણ ત્રણ જાતના
૨૨. “સિદ્ધિનાં સોપાન ", પૃ. ૨૬ ૨૩. અપૂર્વ અવસર પરનાં પ્રવચન, પૃ. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org