________________
૬. અપૂર્વ અવસર - આ કડી ઉપર આપણને “ઉત્તરાધ્યયનસૂત્ર”ના ૨૮ મા અધ્યયનની ૩૦ તથા ૩૫ મી ગાથાની છાયા જોવા મળે છે. તે ગાથાઓ આ પ્રમાણે છે –
“ તાકળિR નાળા વાળા વિના ન રંતિ વાળા |
अगुणिस्स नत्थि मोक्खो नत्थि अमोक्खस्स निव्याण ॥" " नाणेण जाणई भावे दसणेण य सद्दहे ।
चरितेण निगिहाइ तवेण परिसुज्जई । "१६ આ ગાથામાં દર્શાવ્યું છે તે પ્રમાણે દર્શન વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના ચારિત્ર નથી, ચારિત્ર વિના મુક્તિ નથી અને મુક્તિ વિના નિર્વાણ નથી. વળી જ્ઞાનથી પદાર્થ જણાય છે, દર્શનથી શ્રદ્ધા આવે છે અને ચારિત્રથી કર્મક્ષય થાય છે, તથા તપથી શુદ્ધિ આવે છે. આ જ ભાવ જુદી રીતે શ્રીમદ્ અહીં વ્યક્ત કર્યો છે. દર્શનથી જ્ઞાન, શ્રદ્ધા આવે છે, અને પરિણામે ચારિત્ર ગ્રહણ કરવાથી આત્મા શુદ્ધ સ્વરૂપને પામે છે તેમ તેમણે બતાવ્યું છે.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી જ આત્માનો સારો વિકાસ થાય છે. દર્શન થયા પહેલાં જીવનું વર્તન, જે ભવભ્રમણ વધારનારું હતું, તે પછીથી ભવ કમી કરનારું બને છે, અને આત્માની વિશુદ્ધતા વધતાં વધતાં પૂર્ણતાએ પહોંચે છે. ભવઅંત લાવનાર “સમ્યગ્દર્શન”નું શ્રીમદને મન કેટલું મહત્ત્વ હતું તે તેમનાં આ વચન જોતાં જણાશે –
અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર !”૨૦
- “હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુરૂપ સમ્યફદર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર છે આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના. અનંત અનંત દુખને અનુભવે છે. તારા પરમ અનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે નિશ્ચય આવ્ય, કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયે.”૨ ૧
સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછીથી જીવ પૂર્ણ શુદ્ધતાને પામે તે વિકાસક્રમને “ગુણસ્થાન કમારોહણ” કહે છે. તે વિકાસક્રમ શ્રીમદે આ પછીની કડીઓમાં બતાવ્યો છે. અર્થાત નિગ્રંથના આત્મચારિત્રનું વર્ણન તેમણે કર્યું છે.
નિરથનું આત્મચારિત્ર – સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી, પિતાનું શુદ્ધ સ્વરૂપ પામવાના લક્ષથી જીવ દ્રવ્યથી તેમ જ ભાવથી કેવા ચારિત્રનું પાલન કરે છે તે ચોથીથી
૧૮. “ઉત્તરાધ્યયનસૂત્ર”, અધ્ય. ૨૮; ગાથા ૩૦ ને ૩૫, પૃ. ૨૪૪, ૨૫. ૨૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૫. ૨૧. એજન, પૃ. ૮૨૪.
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org