________________
શ્રીમદની અવનસિદ્ધિ
આસપાસ મુંબઈ આવ્યા હતા, અને મુંબઈમાં તેમણે અવધાનના કેટલાક પ્રયોગો જાહેરમાં કર્યા હતા. તે પ્રયોગો વિશે હિંદના અગ્રગણ્ય વર્તમાનપત્રોએ લેખે કે મેં પ્રગટ કરી હતી, જેમાં “The Indian Spectator”, “The Times of India”, “મુંબઈ સમાચાર',
જામે જમશેદ” વગેરેનો સમાવેશ થાય છે. આ વર્તમાનપત્રોએ આપેલી શ્રીમના અવધાનના પ્રસંગે સંબંધી કેટલીક બેંધ જોઈએ.
શ્રીમદે કરેલા અવધાનના પ્રયોગો સંબંધે The Indian Spectator પત્રના તા. ૨૮ નવેંબરના ૧૮૮૬ ના અંકમાં નીચે પ્રમાણે નોંધ લેવાઈ હતી :
“We have had a visit from a young, Prodigy, Shatavadhani Kavi Shri Raichandra Ravji, an inhabitant of Vavania, between Kutch and Morvi. Mr. Raichandra is a Bania by caste, a versifier by birth and by birth also a Shatavadhani. That is one whose mnemonic powers will perform, We suppose 100 different functions at one and the same time. He knows no other language but the Gujarati and yet he can exercise his marvellous powers on sixteen different languages at one sitting. We shall be glad to introduce him to earnest inquiries. "??
મુંબઈ સમાચાર પત્રે ૩જી ડિસેંબર ૧૮૮૬ના અંકમાં શતાવધાન સભા વિશે આ પ્રમાણે નોંધ લખી હતી –
યાદદાસ્તશક્તિના એક તરુણ હિંદુએ કરી બતાવેલા ચમત્કારે
“કાઠિયાવાડના મોરબી સંસ્થાનના ગામ વવાણિયાના રહીશ કવિ રાયચંદ રવજીભાઈની અવધાનશક્તિના ચમત્કારો જેવાને અત્રેની થીઓસોફીકલ સાયટી તરફથી એક ખાનગી મેળાવડો કરવાનું આમંત્રણ થયું હતું. તે મુજબ સેસાયટીવાળા મકાનમાં ગઈ પરમ દિવસે સાંજે સાડા પાંચ કલાકે હિંદુ, મુસલમીન, યુરોપિયન, પારસી વગેરે જુદી જુદી જાતિના ગૃહ રૂબરૂ તેમણે તે કરી બતાવ્યા હતા. ઠેરવેલ વખતે કાઠિયાવાડી સાદા પોશાકમાં કવિ રાયચંદ આવી પૂગતાં તાળીઓના અવાજથી તેઓને વધાવી લેવામાં આવ્યા હતા. સાંજના કલાક છેને સુમારે તેમણે પોતાનું કાર્ય શરૂ કરતાં જણાવ્યું હતું કે, દુનિયામાં માણસજાત યાદદાસ્તશક્તિ, કાવ્યશક્તિ અને હસ્તચમત્કૃતિ માટે વખણાય છે. આ ત્રણમાંની પહેલી બેનું મને સહેજસાજ જ્ઞાન છે, અને છેલ્લીથી હું બિનવાકેફ છું. હસ્તશક્તિને તીર, બાણ, તલવાર, બંદૂક વગેરેમાં સમાસ થાય છે, કે જેમાં હિંદુઓમાં જાણીતા થઈ ગયેલા પાંડ મશહૂર છે. સ્મરણશક્તિ વિશે હું પણ કંઈક જાણું છું. તે મારી અલ્પશક્તિ જેટલું તમે ગૃહસ્થ હજુર કહી સંભળાવીશ.” ૨૧. એજન, પૃ. ૪૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org