________________
૫. આત્મસિદ્ધિશાસ્ત્ર ૬. દેહ એ આત્મા નથી તે બતાવતાં શ્રીમદ્ ગુરુમુખે જણાવે છે કે –
પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થળ દેહ મતિ અ૫;
દહ હોય જે આતમા, ઘટે ન આમ વિક૯૫.” પ૬ આ દુનિયામાં ચારે બાજુ જોઈએ તો જોવા મળે છે કે દુર્બળ દેહ હોવા છતાં તીક્ષણ બુદ્ધિ હોય છે, અને સ્થૂળ દેહ હોવા છતાં અ૮૫ બુદ્ધિ હોય છે. જે દેહ અને આત્મા એક જ હોય તે તો આવા વિકલ્પ સંભવી શકે નહિ, કારણ કે તે તે સ્થળ દેહવાળાને ઘણી બુદ્ધિ અને કૃશ દેહવાળાને થોડી બુદ્ધિ મળવી જોઈએ. પણ તેમ તે દેખાતું નથી, માટે દેહ અને આત્મા જુદા છે.
૭. એ પરથી કહી શકાય કે જડ તથા ચેતન એ બંનેને સ્વભાવ સ્પષ્ટ રીતે ભિન્ન છે. જડ કોઈ કાળે જાણી શકતું નથી, અને આત્મા કોઈ કાળે જાણ્યા સિવાય રહી શકતે નથી, એ બંનેનું સ્પષ્ટ રીતે જુદું પડતું લક્ષણ કઈ પણ કાળે એકરૂપ થતું નથી.
આ બધી દલીલોથી ગુરુ શિષ્યને આત્માનું અસ્તિત્વ અને તેની દહથી ભિન્નતા સમજાવે છે. અને અંતમાં શિષ્યને ઊંડા વિચારમાં ગરકાવ કરી દે તેવી એક આશ્ચર્યની વાત રજૂ કરે છે કે –
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ,
શંકાને કરનાર તે, અચરજ એહ અમાપ.” ૫૮ આત્મા પોતે પોતાની જ – શંકાના કરનારની જ - શંકા કરે છે તે અમાપ આશ્ચર્યની વાત નથી લાગતી ?
આમ ૧૦ દાહરામાં શ્રીમદે “આત્માના અસ્તિત્વ” વિશેની શંકાનું સમાધાન રજૂ કર્યું છે. અહીં આત્માનું અસ્તિત્વ અનુભવમૂલક દલીલોથી સિદ્ધ કરી શ્રીમદ્ જડવાદીઓની દલીલનું ખંડન કરી, આત્મવાદની રજૂઆત કરી છે. તે વિશે પંડિત સુખલાલજીએ ગ્ય જ લખ્યું છે કે –
આત્માનું અસ્તિત્વ દર્શાવતાં શ્રીમદ્ રાજચંદ્ર દહાત્મવાદીની પ્રચલિત અને બાલસુલભ દલીલનું નિરસન કર્યું છે, તે એક બાજુ ચાર્વાક માન્યતાને નકશે રજૂ કરે છે. ને બીજી બાજુ આત્મવાદની ભૂમિકા રજૂ કરે છે. એમ તો અનેક આત્મસ્થાપક
માં ચાર્વાક મતનું નિરસન આવે છે, પણ શ્રીમદ્ રાજચંદ્રની વિશેષતા મને એ લાગે છે કે તેમનું કથન શાસ્ત્રીય, અભ્યાસમૂલક, માત્ર ઉપરચોટિયા દલીલમાંથી ન જન્મતાં સીધું અનુભવમાંથી આવેલું છે. તેથી જ તેમની કેટલીક દલીલ હૈયાસરી ઊતરી જાય તેવી છે. ૫૧ ૫૧. આત્મસિદ્ધિ આત્મોપનિષદ્“આત્મસિદ્ધિશાસ્ત્ર”, સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. 3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org