________________
૨૮૦
શ્રીમની જીવનસિદ્ધિ દહ અને તેના પ્રત્યેક અવયવને જેનાર કેઈક જ્ઞાનધારક પદાર્થ અનુભવાય છે તે આત્મા છે. પણ આત્માને જેનાર બીજે કઈ પદાર્થ અસ્તિત્વમાં નથી. કે ૩. શિષ્ય એવી શંકા કરી હતી કે દહ આત્મા ન હોય તે ઈન્દ્રિય કે પ્રાણ એ આત્મા હો જેઈએ, તે વિશે શ્રીમદ્દ પર અને પ૩ એ બે દાહરા રચ્યા છે કે --
છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈન્દ્રિના વિષયનું પણ આત્માને ભાન. ” પર દેહ ન જાણે તેહને, જાણે ન ઈનિદ્રય પ્રાણ;
આત્માની સત્તા વડે તેહ પ્રવતે જાણુ.” ૫૩ કનિદ્રય, ચક્ષુરિન્દ્રિય આદિ પાંચે ઈન્દ્રિયોને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ તે પ્રત્યેકને બીજી ઈન્દ્રિયનું જ્ઞાન નથી, એટલે કે આંખ, કાન, નાક એકબીજાનું કામ કરી શકતાં નથી. પણ આ પાંચે ઈન્દ્રિયાનું જ્ઞાન આત્માને છે. તેથી દેહ, પ્રાણ, ઇન્દ્રિય આદિ આત્માને જાણ થતાં નથી, પણ તે બધાંને આમા જાણે છે, એટલું જ નહિ પણ આત્મા તે બધાંને દોરે છે, પ્રેરણા આપે છે. આત્માનું આ સ્વરૂપ બતાવતો શ્રી યશોવિજયજીને એક શ્લોક છે કે –
" इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसोऽपि परा बुद्धिर्यो बुद्धः परतस्तु सः॥"५० આત્મા શું છે તે બતાવતાં અહીં કહ્યું છે કે ઈન્દ્રિયોને પર કહેલી છે. ઈન્દ્રિયે થકી મન પર છે, મનથી પણ બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિ થકી પણ પર છે તે આત્મા છે. આમ આત્મા એ
“સર્વ અવસ્થાને વિશે ત્યારે સદા જાય;
પ્રગટરૂ૫ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ” ૫૪ જાગ્રતાવસ્થા, સ્વપ્નાવસ્થા, નિદ્રાવસ્થા વગેરે અવસ્થામાં વર્તતે હેવા છતાં, તે અવસ્થાઓ જાણનાર, તેનાથી જુદો રહેનાર તથા તે અવસ્થા વ્યતીત થયે પણ રહેનાર એ આત્મા ચિતન્યમય છે, એટલે કે જાણ્યા કરવું એવો જેનો સ્વભાવ પ્રગટ છે, તે ચિતન્યમયતાની નિશાની તેનામાં સદાય હોય છે, તેનો ભંગ ક્યારેય થતું નથી. આમ શ્રીમદ અહીં આમાનું સ્પષ્ટ લક્ષણ સરળ ભાષામાં બતાવી આપ્યું છે. - પ. ઘટ, પટ આદિની જેમ આત્મા પણ જણાવો જોઈએ, તે વિશે ગુરુ કહે છે કે, “ઘટ, પટ આદિને તું પોતે જાણે છે તેથી તે છે તેમ માને છે, પણ જે ઘટ પટ આદિને જાણનારો છે તેને જ તું માનતા નથી, અને તે કેવું જ્ઞાન કહેવું?” ( ૫૦ “અધ્યાત્મસાર”, આત્મજ્ઞાન અધિકાર, લેક ૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org