________________
શ્રીમતી જીવનસિદ્ધિ
છેલ્લા અને ચોથા તબક્કો તે વિ. સં. ૧૯પરથી વિ. સ’. ૧૯૫૭ સુધીના એટલે કે તેમના દેહાંત થયા ત્યાં સુધીના સમય. આ સમયમાં પ્રવૃત્તિથી આવતાં વિઘ્ના હળવાં બન્યાં. આત્માના અફર નિર્ણય થયા. વીતરાગમાની સ`પૂર્ણ ખાતરી અને તે જ મા શ્રેષ્ઠ છે તેવા નિર્ધાર થયા. વીતરાગતાની વિશેષ તીવ્રતા તેમનામાં આવી, પરિણામે “ કેવળ લગભગ ”ની ભૂમિકા સુધી પહેાંચ્યા પછી તેમના દેહવિલય થયા. શ્રીમદ્રના ક્રમિક આત્મવિકાસના આ ચાર તબક્કા આપણે સવિગત જોઈ એ.
તમો પહેલા : મનકાળ
વિ. સં. ૧૯૨૪માં શ્રીમદ્ના જન્મ થયા. તેઓ ત્રણ-ચાર વર્ષના થયા ત્યારથી તેમના કેટલાક ગુણોના તેમ જ તેમને વરેલી તીત્ર સ્મરણુશક્તિના આ પરિચય તેમના કુટુંબીજનાને તથા આડેશીપાડાશીઓને થવા લાગ્યા. આ ઉપરાંત શાંતિવાળી રમતગમત પ્રત્યેની રુચિ, તાફાન તરફના અણુગમે! અને વાદિ વિશેની નિઃસ્પૃહતા તેમનામાં એ વયે પણ જોવા મળતાં હતાં. તેએ સાત વર્ષના થયા ત્યાં સુધીને સમય બાળસુલભ રમતામાં તેમણે વિતાવ્યા હતા. એ રમતામાં તેમને વિજય મેળવવાની તથા રાજરાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની તીત્ર ઇચ્છા રહેતી. પણ ખાવપીવાની, સૂવાબેસવાની, સારાં વસ્ત્ર પહેરવાની કે તેને સ્વચ્છ રાખવાની વગેરે બાબતમાં તેમની દશા વિદેહી જેવી હતી તેમ તેમણે પોતે સમુચ્ચયવયચર્યા ”માં જણાવ્યુ છે. એટલે કે સાંસારિક સુખામાં રાચવાને બદલે એ વયે પણ તે કલ્પનામાં રાચતા હતા. તેમનું હૈયુ. પહેલેથી ઘણુ કામળ હતુ; કાઈ ને દુઃખી કરવાની તેમને ઇચ્છા થતી નહિ.
66
જ
૫૪
સાત વર્ષની વયે એટલે કે વિ. સ. ૧૯૩૧માં તેમને જાતિસ્મરણજ્ઞાનની શરૂઆત થઈ. તેમણે પાતે જ એક કાવ્યમાં એ વિશે લખ્યું છે કે, “ઓગણીસસે ને એકત્રીસે, આવ્યા અપૂર્વ અનુસાર રે.’૧ શ્રી અમીચંદભાઈના અવસાનના નિમિત્તથી આ જ્ઞાનની તેમને શરૂઆત થઈ, પરિણામે બાળવયથી જ વૈરાગ્યની વૃદ્ધિ થવા લાગી. આ જ વર્ષોથી તેમણે અભ્યાસની પણ શરૂઆત કરી, અને તેમાં, તેમની સ્મૃતિની બળવત્તરતાને લીધે, માત્ર બે વર્ષના ગાળામાં જ એમણે ગુજરાતી સાતે ચાપડીને અભ્યાસ પૂર્ણ કર્યા; અને પછી બીજા બે વર્ષ સુધી જુદી જુદી તાલીમ લીધી. આમ સાતથી ૧૧ વર્ષ સુધીના ગાળા તેમણે કેળવણી લેવામાં ગાળ્યા. આ સમય સુધીમાં તેમનાથી બહુ ભદ્રિકપણું સેવાયું હતું, અને તે માણસજાતના ખૂબ જ વિશ્વાસુ હતા. વળી, તેએ વાતડાહ્યા, રમતિયાળ અને આનંદી પણ હતા. તે વખતની પાતાની આત્મદશા વિશે શ્રીમદ્ લખે છે કેઃ—
“તે વેળા પ્રીતિ – સરળવાત્સલ્યતા – મારામાં બહુ હતી; સર્વાથી એકત્વ ઇચ્છતા; સમાં ભ્રાતૃભાવ હોય તેા જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યુ' હતું. લેાકેામાં ફાઈ પણ પ્રકારથી જુદાઈના અકુરા નેતા કે મારું અંતઃકરણ રડી પડતુ.”ર ૧. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, પૂ ૮૦૧,
૨. એજન, પૃ. ૨૦૪, આંક ૮૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org