________________
૧૨. શ્રીમદને કામિક આત્મવિકાસ
૫૪૩ બાળવથી સાંપડેલી હૈયાની આવી કોમળતામાં જાતિમરણાને વધારે કર્યો હતે.
બીજી બાજુ તેમના પિતામહ પાસેથી તેમને કૃષ્ણકીર્તનનાં પદો તથા તેના અવતારોની ચમત્કારી વાત સાંભળવા મળી હતી. બાળવયમાં જ એ રીતે વૈષ્ણવ સંપ્રદાયના સંસ્કાર તેમના પર પડયા હતા. તેથી તેઓ નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતા. એ ચમત્કારોમાં પ્રીતિ થવાથી તે જોવાની અભિલાષા પણ તેમને થતી હતી. એ ચમત્કારે જાણીને તેમને ત્યાગી થવાની ઈચ્છા હતી, તો કોઈ વૈભવીની વાતો સાંભળી સમર્થ વૈભવી થવાની ઈચ્છા પણ થતી. આમ બાળસુલભ રીતે તેઓ જેવા વાતાવરણમાં આવતા તેને અનુકુળ ક૯૫ના કરતા.
પૈણવ સંપ્રદાયના સંસ્કાર મળવાને લીધે જન પ્રતિ તેમને જગુપ્તા હતી. જગતનો કર્તા ઈશ્વર છે તે અંગે તેમને ખાતરી હતી, અને તેથી જેનલો કે જગતના કર્તા તરીકે ઈશ્વરને માનતા નથી માટે તેઓ ખોટા છે, એવો તેમનો અભિપ્રાય બંધાઈ ગયો હતો. પણ વવાણિયામાં તેમને જૈન લોકોનો વિશેષ સમાગમ થવાથી જનનાં સામાયિક, પ્રતિક્રમણ આદિ સૂત્ર તેમના વાંચવામાં આવ્યાં. તે સૂત્રોમાં જગતના સર્વ જીવો સાથે મૈત્રી સાધવાની ભાવના જોઈને શ્રીમદ્દને એના ઉપર ઘણે ભાવ થયો, કારણ કે તેઓ પણ સર્વ જગત સાથે મૈત્રીભાવ બાળવયથી ઈચ્છતા હતા. તેમ છતાં આ સમય આસપાસ, એટલે કે તેમની વય બાર-તેર વર્ષની થઈ તે અરસામાં તેઓ જગતનો કર્તા ઈશ્વર છે, એવી શ્રદ્ધા ધરાવતા હતા. અને આચારવિચારની દૃષ્ટિએ તો વૈષ્ણવ સંપ્રદાય તેમને વિશેષ પ્રિય હતો.
આમ તેમના મંથનકાળની શરૂઆત લગભગ વિ. સં. ૧૯૩૭થી થઈ. જૈનસૂત્રો વાંચતાં, તેના સિદ્ધાંતો અનુકૂળ લાગતાં, તે વિશે વધારે જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા તેમને પ્રગટી, અને તેમાંથી સર્વ દર્શન વિશે જાણી સત્ય માર્ગનું શોધન કરવાની અભિલાષા તેર-ચૌદ વર્ષની લઘુ વયે તીવ્ર બની. તેના પરિણામમાં જેટલા ધર્મગથે મળ્યા તેટલા વાંચી નાખવાને તેમણે પ્રયત્ન કર્યો. જે વયે સામાન્ય જ્ઞાન પણ માંડ મેળવી શકાય, તે વયે શ્રીમ, મહાન પંડિતેને યોગ્ય, ઉપાડેલું તત્ત્વશોધનનું કામ પાર પાડવા પૂરા પ્રયત્નો શરૂ કર્યા.
આ બધું વાચન ચાલતું હતું તે અરસામાં તેમના આમાએ એક પલટો લીધે, તેમાં તેમની ધર્મની શ્રદ્ધા ચલિત થઈ ગઈ. તે વિશે શ્રીમદ્દ લખે છે કે –
મોટી ક૯૫ના તે આ બધું શું છે, તેની હતી. તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું , પુનર્જનમે નથી, પાપે નથી, પુણ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભગવો એ જ કૃતકૃત્યતા છે. એનાથી બીજી પંચાતમાં નહિ પડતાં, ધર્મની વાસનાઓ કાઢી નાખી. કેઈ ધર્મ માટે ન્યુનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહિ.”
પણ આ ભાવ લાંબે વખત ટક્યો નહિ. શેડો વખત પસાર થતાં તેમાંથી નવી જ શ્રદ્ધા જન્મી. તેમાં તેમનું જાતિસ્મરણ જ્ઞાન, ધર્મગ્રંથોનું વાચન આદિ મદદે આવ્યાં. ધર્મગ્રંથોના વાચને વિશેષ જોર પકડયું. તેમાંથી તેઓ એવા નિર્ણય પર આવ્યા કે
૩. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ, પૃ. ૧૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org