________________
૫૪૪
શ્રીમદની જીવનસિદ્ધિ વીતરાગપ્રણીત મા જ શ્રેષ્ઠ છે. તેમાંથી વૈરાગ્યની શરૂઆત થઈ. વિ. સં. ૧૯૪૦ પહેલાં જગકર્તાને બંધ કરતી “ચીનીતિબોધક”ની ગરબી તથા અન્ય કાવ્યો રચાયાં હતાં, તે વિશે તેઓ ઉદાસીન બન્યા.
આ અરસામાં તેઓ અવધાની, જ્યોતિષી તથા કવિ તરીકેની ખ્યાતિ પામી ચૂક્યા હતા. શતાવધાન સુધીના સફળ પ્રયોગો તેમણે મુંબઈમાં જાહેર સભાઓમાં અનેક વખત કરી બતાવ્યા હતા. અને એ રીતે તેઓ કીર્તિની ટોચ પર હતા. પણ વિ. સં. ૧૯૪૧માં વૈરાગ્યને ઉદય આવતાં તેમના જીવનમાં પલટો થયો.
બીજો તબકો: વીતરાગમા પ્રતિનું વલણ
વિ. સં. ૧૯૪૦ આસપાસ ઘર્મ પ્રતિની અશ્રદ્ધાને તથા સંસારસુખની અભિલાષાને કાળ પૂરો થયો. ધર્મ પુસ્તકના વાચન તથા મનનથી તેમને વિ. સં. ૧૯૪૧માં વૈરાગ્યને ઉદય આવ્યો. તે વિશે તેમણે લખ્યું છે કે, “ઓગણીસસેને એકતાલીસે અદ્દભુત વૈરાગ્યધાર રે.”૪ આ વૈરાગ્યની ધારામાં તેમણે જાહેરજીવન તથા પ્રવૃત્તિઓને ત્યાગ કર્યો. સ્મરણશક્તિના પરચા આપવા, વર્તમાનપત્રો કે માસિકમાં લેખે કે કાવ્યો મેકલવાં, અવધાનના પ્રયોગ કરવા વગેરેનો વિ. સં. ૧૯૪૩ સુધીમાં સંપૂર્ણ ત્યાગ કર્યો, અને માત્ર આત્માની ખોજમાં જ તેઓ ચાલ્યા ગયા. વિ. સં. ૧૯૪૦-૪૨માં તેમણે “ભાવનાબેધ” તથા “મોક્ષમાળા”ની રચના કરી. તેમાં તેમનો વૈરાગ્ય તથા તેમને આવેલી વીતરાગમાર્ગની શ્રદ્ધા જોઈ શકાય છે. આ ઉપરાંત “પુષ્પમાળા”, “બોધવચન ” આદિ નીતિવચનમાં તથા “મુનિસમાગમ”, “દ્વાદશાનુપ્રેક્ષા” આદિમાં તેમને વૈરાગ્ય જોઈ શકાય છે, એ સર્વની રચના લગભગ વિ. સં. ૧૯૪૨ આસપાસ થઈ હતી.
વિ. સં. ૧૯૪૧માં શરૂ થયેલી વૈરાગ્યની ધારાએ સમય જતાં વેગ પકડશે. વિ. સં. ૧૯૪૩માં તેઓ અવધાનથી મળેલી કીર્તિની ટોચે હતા, છતાં તે સાલથી તેમણે તે પ્રયોગ બંધ કર્યા, અને ધર્મેતર સાહિત્યની રચના પણ બંધ કરી. એ સાલમાં કેટલાક લેખે લખવાની શરૂઆત કરી હતી, પણ તે અપૂર્ણ રહ્યા હતા. “ ઉત્તરાધ્યયન” આદિ જૈન સૂત્રોમાંથી અનુવાદ કરવાની શરૂઆત પણ કરી હતી, તે પણ વર્તતા વૈરાગ્યને લીધે પૂર્ણ લઈ શકયા ન હતા. આ સમય દરમ્યાન વીતરાગમાર્ગની શ્રદ્ધા આવતાં, તે માર્ગ પ્રવર્તાવવાની અભિલાષાને જન્મ પણ આ સાલમાં થયેલું જોઈ શકાય છે.
વિ. સં. ૧૯૪૩માં રચાયેલું તેમનું સાહિત્ય માત્ર ધર્મને લગતું જ છે. તેમાં મુખ્યત્વે નીતિનિયમો દર્શાવનારાં વચનો જોવા મળે છે. અને એ ઉપરાંત જન ગ પરની ટીકા કે અનુવાદ મળે છે. તેમને પ્રવર્તતી ઉદાસીનતાને લીધે સંસારી સંબંધોમાં તેઓ સારી રીતે પ્રવતી શકતા ન હતા, તે વિશે પણ ઉલ્લેખ મળે છે. તેમણે તેમના બનેવીને આ સાલમાં લખ્યું હતું કે –
૪. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ, પ્ર. ૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org