________________
પN
૧૨. શ્રીમદને કામિક આત્મવિકાસ
પત્રનો ઉત્તર નથી લખી શક્યો. તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. રોષ કે માન એ બેમાંનું કાંઈ નથી. કાંઈક સંસારભાવની ગમગીની તે ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. ...૫
સંસારથી કંટાળ્યાન તથા વૈરાગ્યને ઉદય થયાને ઉલેખ તેમના આ પત્રમાં જોઈ શકાશે –
વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતું નથી. કેવળ હૃદયત્યાગી છું, થોડી મુદતમાં કંઈક અદભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળે છું.
હું બીજો મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. વૈરાગ્યમાં ઝીલું છું.
સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. જે ધર્મ પ્રવર્તાવીશ જ, અત્રે એ ધર્મના શિષ્ય કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે.
સાતમેં મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યને માટે એક દિવસ તૈયાર કરી છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું.
ધર્મના સિદ્ધાંતે દઢ કરી, હું સંસાર ત્યાગી, તેઓને ત્યાગાવીશ.”૬ શ્રીમદે પોતાના બનેવીને વિ. સં. ૧૯૪૩માં લખેલા આ પત્ર પરથી જાણી શકાય છે કે વીતરાગમાર્ગની શ્રદ્ધા થવાથી શ્રીમદને તે માર્ગ પ્રવર્તાવવાનો ઉલાસ ઘણે વ્યાપ્યો છે. તેઓ નિશ્ચયપૂર્વક જનધર્મ પ્રવર્તાવવા ઇરછે છે. અને તે માટેના પ્રયત્નો પણ તેમણે શરૂ કરી દીધા છે. “નીતિવચને ”ની રચના કરી છે, ઉપરાંત કેટલાક ચમત્કારો વિશે ઉલ્લેખ પણ તે પછીના પત્રમાં મળે છે.
“પંચમકાળમાં પ્રવર્તન કરવામાં જે જે ચમત્કાર જોઈએ તે એકત્ર છે અને થતાં જાય છે.”
આમ શ્રીમદને જૈનમાર્ગ પ્રવર્તાવવાની તીવ્ર અભિલાષા જાગી હતી. એક બાજુ તેમના વૈરાગ્યની વૃદ્ધિ થાય છે, અને બીજી બાજુ તેમને ગૃહસ્થાશ્રમી બનાવવાની પ્રવૃત્તિ શરૂ થાય છે. લક્ષમી, સંસાર આદિ પ્રતિ તેમને વૈરાગ્ય વર્તતો હતો, છતાં તેના સંપૂર્ણ ત્યાગને નિર્ણય લેવાય તે પહેલાં તત્કાલીન સંજે અનુસાર તેમણે વિ. સં. ૧૯૪૪ના માહ સુદ ૧૨ના રોજ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. તે પછીથી પણ તેમનું લક્ષ આત્મા તરફથી ખસ્યું ન હતું. તેમને કેટલાક ચમત્કારી અનુભવો પણ થતા હતા, તેમને એક જઈએ. વિ. સં. ૧૯૪૪ના અષાઢ વદમાં તેમણે લખ્યું હતું કે –
આ એક અદભુત વાત છે કે ડાબી આંખમાંથી ચાર-પાંચ દિવસ થયાં એક નાના ચક જે વીજળી સમાન ઝબકારો થયા કરે છે. જે આંખથી જરા દૂર જઈ લવાય ૫-૬-૭. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, આંક ૨૬; આંક ૨૭; આંક ૨૮;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org