________________
પ્રકરણ ૧૨ શ્રીમો ક્રમિક આત્મવિકાસ
બાળવયથી જ શ્રીમમાં કેટલાક આત્મિક ગુણોને આવિર્ભાવ જોવા મળતો હતો. અને વય વધવા સાથે તે ઉપરાંતના બીજા ગુણે પણ તેમનામાં ખીલતા ગયા હતા. તેમનું દયેય મેક્ષ મેળવવાનું હતું, અને તે માટે તેમણે પ્રબળ પુરુષાર્થ પણ ઉપાડ્યો હતો. આ પુરુષાર્થના પરિણામમાં તેમણે આત્માની નિર્મળતા અને સિદ્ધિઓ ઉત્તરોત્તર પ્રાપ્ત કરી હતી. અને તેમના આત્માની વિશુદ્ધિમાં ઘણો ઝડપથી વધારો થતો ગયે હતા, તે આપણે તેમના સમગ્ર સાહિત્ય તથા અન્ય ઉપલબ્ધ માહિતીના આધારે જાણી શકીએ છીએ. સામાન્ય વ્યક્તિ તે એ ઝડપથી વિકાસ સાધી શકે કે કેમ તે પણ પ્રશ્ન જ છે. અલબત્ત, શ્રીમદને એ વિકાસ સાધવામાં કેટલાયે વિદને આવ્યાં હતાં, અને તેઓ એ બધાંને ઓળંગીને કઈ રીતે આગળ વધ્યા હતા, તેના ઈતિહાસ એ જ તેમના આત્માના કમિક વિકાસ. આત્મા આદિના અસ્તિત્વની અશ્રદ્ધાથી શરૂ કરી, તેમાં શ્રદ્ધા કેળવી “કેવળ લગભગ ભૂમિકાને સ્પર્શ કરવા સુધીને વિકાસ તેમણે માત્ર ૩૩ વર્ષના આયુષ્યમાં સાથે હતે. - શ્રીમદે સાધેલા આત્મિક વિકાસને સમજવા માટે તેમના જીવનને ચાર વિભાગમાં વહેચવું યોગ્ય છે. તેમાં સૌપ્રથમ તબક્કો વિ. સં. ૧૯૪૧ સુધીનો ગણી શકાય. વિ. સં. ૧૯૪૧ સુધીનો કાળ તેમને મંથનકાળ હતો. જગતમાં પ્રવર્તતા અનેક ધર્મોમાં કર્યો ધર્મ છે, તેનું પરીક્ષણ તથા સત્યશોધન કરવામાં, તથા આત્માદિનાં અસ્તિત્વની વિચારણું કરવા માટે તેમણે વિ. સં. ૧૯૪૧ સુધીનાં વર્ષો ગાળ્યાં હતાં.
વિ. સં. ૧૯૪રથી વિ. સં. ૧૯૪૬ સુધીનો સમય એ શ્રીમદના વિકાસક્રમને બીજે તબકકો છે. વિ. સં. ૧૯૪૧ સુધીમાં અનુભવેલા આત્મમંથનના પરિણામે તેમને વિ. સં. ૧૯૪રમાં અપૂવ વૈરાગ્ય જાગ્ય અને સંસાર તરફને નિર્વેદ ઘણે વધી ગયે. આ ગાળામાં તેમણે આત્માનો નિર્ધાર કર્યો અને તેના અસ્તિત્વ આદિની અવ્યક્ત પ્રતીતિ પણ અનુભવી. વેદાંતાદિ દશનના મંથનમાં વીતરાગમાર્ગ પ્રતિનું વલણ શરૂ થયું, અને અસંગદશાની ઈચ્છાની શરૂઆત થઈ.
વિ. સં. ૧૯૪૭થી ૧૯૫૧ સુધીના સમય ત્રીજો તબક્કો ગણી શકાય. તેમાં તેમણે આત્મા હવાને સ્પષ્ટ નિર્ધાર કર્યો. વિ. સં. ૧૯૪૭માં તેમને શુદ્ધ સમકિત પ્રગટ્યું, એટલે કે અનુભવસ્વરૂપ આત્મજ્ઞાન પ્રગટયું. અને વીતરાગમાર્ગ પ્રતિનું વલણ વધ્યું. એ અરસામાં પ્રવૃત્તિઓને તથા સાંસારિક જવાબદારીઓને ઘણો વધારો થયો, જે તેમની અસંગદશાની ઈચ્છા કરતાં સાવ વિરુદ્ધ પ્રકારના હતા. તેથી આત્મશુદ્ધિ કરવા તેમને ઘણે પ્રબળ પુરુષાર્થ કરે પર્યા, અને ક્ષાયિક ચારિત્ર પામવાની, નિરાવરણ જ્ઞાન મેળવવાની આકાંક્ષા વિશેષ તીવ્ર બની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org