________________
૯. શ્રીમદ્ત્તી તત્ત્વવિચારણા - પત્રોમાં
“ જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરુદ્ધ, આત્મા ઉપદેશક તથા અપૂર્વ અનુ નિરૂપણ કરનાર હાય છે, અને અનુભવહિતપણુ` હોવાથી આત્માને સતત જાગ્રત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણ હેાતા નથી. ૫૩
આ બધાં લક્ષણા શ્રીમદ્ ઘણા પત્રોમાં વિસ્તારથી બતાવ્યાં છે, અને ત્યાં સત્પુરુષનું માહાત્મ્ય પણ તેટલું જ બતાવ્યુ છે,
સત્પુરુષને ઓળખે કાણું ?
સત્પુરુષ આગળ જોયા તે બધા ગુણા ધરાવે છે. પણ તે આંતિરક છે. જ્ઞાનદશા અથવા વીતરાગદશા તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાના વિષય નથી, તે અંતરાત્માના ગુણ છે, અને અંતરાત્મપણ્ ખા જીવાના અનુભવના વિષય ન હેાવાથી, તથા તેવા જીવાને ઓળખવાના લેાકેાને પરિચય ન હેાવાથી તેઓ જ્ઞાની કે સત્પુરુષને આળખી શકતા નથી. વળી, હું જાણું છું ', “હું સમજુ છું.” એવા માનભાવ, પરિગ્રહ, ભાગાદિમાં આસક્તિ તથા લેાકભય એ કારણેાને લીધે પણ લેાકાને સત્પુરુષને આળખવામાં ઘણી મુશ્કેલી નડે છે. તે બધા ઉપરાંત સ્વચ્છંદના દોષ તા મહાભયંકર છે.
૪૪૭
આથી સત્પુરુષને આળખવા માટે આ બધી વસ્તુઓના ત્યાગ થવા જોઈ એ. જીવના સ્વછંદ, માનભાવ, પરિગ્રહબુદ્ધિ, લેાકભય આદિ દોષોના નાશ થવા જોઈએ. જેનામાં દૃઢ મુમુક્ષુતા પ્રગટે, જે સત્સમાગમમાં થયેલા ઉપદેશ આચરણમાં ઉતારે, તેને અંતરમાં પરિણમાવે, તેવા જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે. જેના વચનબળથી નિર્વાણુમા મળે છે, એવી સજીવનમૂર્તિના પૂર્વે અનેક વેળા યાઝ થયા હતા, પણ જીવને તેનુ ઓળખાણ થયું ન હતું. તે વખતે તેનું મન બાહ્ય રિદ્ધિસિદ્ધિ આદિ મેળવવાની કામનાથી મલિન થયેલુ હતુ, તેથી તેને ઓળખાણ થયું ન હતું. પણ જે એક વખત એળખાણુ થઈ જાય તો તે જીવન સત્પુરુષ માટે અપૂર્વ પ્રેમ આવે છે.
આમ જોઈએ તે જે જીવ સાચા મુમુક્ષુ હેાય, જેને આત્મજ્ઞાન પામવાની તાલાવેલી લાગી હાય, તે જીવ સત્પુરુષને ઓળખી શકે.
સત્સંગમાં આવશ્યક વસ્તુઆપ
આત્માને સત્ય રગ ચડાવે તે સત્સંગ. ” મોટા પુરુષના સ`ગમાં નિવાસ તે સત્સંગ છે. તેના જેવું કાઈ હિતસ્ત્રી સાધન નથી. જેનાથી આત્મસિદ્ધિ થાય તે સત્સંગ. આવેા સત્સંગ મેળવવા માટે કેટલાંક લક્ષણા હેાવાં આવશ્યક છે, જે હોય તેા જ સત્સંગનું ફળ મળે છે.
૫૩,
૫૪.
(6
શ્રી રાજચંદ્રનાં વિચારરત્ને ', પૃ. ૮.
૯ શ્રીમદ્ રાજચંદ્ર ’, અગાસ આવૃત્તિ ૧, આંક : ૧૯૮, ૨૬૭, ૨૩૮, ૩૯૯, ૫૨૮, વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org