________________
શ્રીમદની જીવનસિદ્ધિ
સદ્દગુરુની આવશ્યક્તાપ૧
આ સંસારમાં સર્વ જીવ કેઈ ને કોઈ પ્રકારનું દુઃખ ભોગવે છે. સર્વ જીવ તે દુઃખથી છૂટવા માટે ઈચ્છે છે, પણ તેમ થતું નથી. આ દુઃખની નિવૃત્તિ દુઃખ જેમાંથી જન્મ પામે છે એવા રાગદ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. આ રાગદ્વેષની નિવૃત્તિ આત્મજ્ઞાન પામ્યા સિવાય ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થશે નહિ. તેથી દુઃખથી મુક્તિ મેળવવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સદગુરુએ કહેલાં વચને વાંચવાં, વિચારવાં એ જ સર્વશ્રેષ્ઠ અને સર્વજ્ઞાનીઓએ જણાવેલ ઉપાય છે. પ્રત્યક્ષ સદ્દગુરુ વિના જીવના અજ્ઞાનાદિ દોષ કોઈ નિવૃત્ત કરાવી શકતા નથી, તેથી કલ્યાણના માર્ગ પામવામાં સદ્દગુરુની ખૂબ જ આવશ્યતા છે. સ્વછંદે કલ્યાણના માર્ગ સાધવામાં “હું આત્માર્થ સાધું છું” એવી જાતને અહંભાવ જીવને થાય છે, જે સંસાર થવાના મુખ્ય હેતુ છે અને સંસાર તો છેડવાના છે. તે છેડવા માટે સત્ સમજાવનાર, જણાવનાર અને પમાડનાર એ સદગુરુ જ છે. આવા સદગુરુનું માહાત્મ તો જેટલું ગાઈએ તેટલું ઓછું છે. આથી શ્રીમદે સદગુરુ અને સપુરુષનું માહાભ્ય તથા તેની આવશ્યકતા પત્રે પગે જણાવી છે.
સત્વરુપ - જ્ઞાની કોણ?૫૨
જેના આશ્રમમાં જવાથી જીવનું કલ્યાણ થાય તે પુરુષ. તે પુરુષ કેવા હોય તેનાં લક્ષણો શ્રીમદે અનેક પત્રો માં બતાવ્યાં છે, અને તેમની આજ્ઞાએ વર્તવાને ખૂબ જ અનુરોધ કર્યો છે. સત્પરુષે આત્માને ઓળખ્ય હોય છે, તેમને નિશદિન આત્માનો ઉપયોગ હોય છે. શાસ્ત્રમાં નથી કે સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અંતરંગ પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે, ધર્મ જ જેનાં અસ્થિ, મજા, ઈન્દ્રિય, હલનચલન, શયન, જાગૃતિ, આહાર, વિહાર, નિહાર, સંકલ્પ, વિક૯૫ છે. ટૂંકમાં કહીએ તે ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષ તે પુરુષ છે. તેમને સમભાવ, રાગદ્વેષરહિતપણું, ઇદ્રિયજય વગેરે ઘણું ઘણું ગુણ હોય છે. તેવા જ્ઞાનીની વર્તના પણ કર્મના ઉદય પ્રમાણે થતી હોય છે, અને ક્યાંયે હર્ષ કે શોક ન થતાં સમભાવ રહેતા હોય છે. વળી તેમને સંયમ હોય છે, માર્ગ પ્રાપ્તિ હોય છે અને આત્મા અનુભવ્યો હોય છે. આવાં બધાં લક્ષણે જેનામાં હોય તે પુરુષ છે.
આવા સપુરુષની વાણું કેવી હોય તે બતાવતાં શ્રીમદે લખ્યું છે કે – ૫૧. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, આકઃ ૫૪, ૧૬૬, ૨૪૯, ૩૭૨, ૩૭૫,
૩૯૦, ૪૪૯, ૪૯૩, ૪૯૭, ૧૨, ૫૨, ૬૪૭, ૮૩૭ વગર. પર. એજન, આંક: ૫૪, ૧૬૬, ૨૪૯, ૩૭૨, ૩૭૫, ૩૯૬, ૪૬૮, ૪૯૬, પરર, પર૮, ૬૪૭,
૮૩૭ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org